“ક્યારેય કોઇની પાસે કશું માંગવું નહિ”
-એમના જીવનનો સિદ્ધાંત
# રચના : વેબ સાઇટ
_______________________
નામ
- બટુકભાઇ દીક્ષિત (મૂળ નામ ભદ્રવીર હતું પણ માતાની આઠમે જન્મેલા હોવાથી લાડ નામ ‘બટુક’ પડ્યું)
જન્મ
અવસાન
- 27 સપ્ટેમ્બર, 1979(?) – 71 વર્ષની વયે મુંબાઇ નાણાવટી હોસ્પિટલમાં
કુટુમ્બ
- માતા – સૂર્યવદનગૌરી ; પિતા – ત્રૈલોક્યનારાયણ (શિક્ષક હતા અને બાર વર્ષ ભાવનગરના મહારાજાને ભણાવવા જતા)
- ભાઇ – 2 નાના ભાઇઓ;
અભ્યાસ
- છઠ્ઠા ધોરણ સુધી – પ્રથમ વડોદરા અને પછી સુરતની સરકારી અને સાર્વજનિક હાઇસ્કૂલમાં (અભ્યાસમાં બહુ રસ નહિ)
વ્યવસાય
- પત્રકાર
- 1930-1979 ‘ગુજરાત મિત્ર’નાં મદદનીશ તંત્રી
જીવન ઝરમર
- વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં 14 ભાઇ-ભાંડુઓમાંના એક હતા, પણ છેવટે 3 ભાઇઓ જ શેષ રહેલા, જેમાં તેઓ જયેષ્ઠ હતા.
- પિતાની પ્રામાણિકતા તથા ધન પ્રત્યેની નિસ્પૃહતાનો ગુણ અદ્દલોઅદ્દલ આવ્યો હતો.
- બાળપણથી જ ઇતર વાંચનના શોખને લીધે વાંચનાલયોમાં નિયમિતપણે જતા, એકેએક છાપું-ચોપાનિયું ઝીણવટથી વાંચતા અને તેની ખૂબી-ખામીઓનો અભ્યાસ કરતા; જેમાંથી એમનું પત્રકારત્વ પ્રત્યેની પ્રીતિનું બીજ રોપાયેલું.
- પંદર વર્ષની વયે પિતાનું અવસાન થવાથી કુટુંબની સમત્ર જવાબદારી એમના શિરે આવી પડેલી.
- 1930 – માત્ર 22 વર્ષની ઉંમરે ‘ગુજરાત મિત્ર’માં જોડાયા, જે ત્યારે સાપ્તાહિક હતું.
- 1936 – તંત્રી ચંપકલાલે ‘ગુજરાત મિત્ર’ને દૈનિક બનાવવાનું વિચાર્યુ ત્યારે પત્ર સંપાદનમાં તેઓ સર્વસર્વા બની ગયા હતા.
- ‘ગુજરાત મિત્ર’ના દૈનિક બન્યા પછી છ જ મહિનામાં તંત્રી ચંપકલાલનું અવસાન થતાં અને ચંપકલાલના ભાઇ પ્રવિણકાંત સગીર વયના અને અભ્યાસ કરતા હોવાથી એમના પર પત્રના તંત્રીપદનો ભારે બોજ અને કપરી જવાબદારી આવી પડેલી, જ્યાં એમની હિંમત, ધૃતિ, નિષ્ઠા અને સૂઝ સોળે કળાએ ખીલી ઉઠેલા; આવા સમયે તેમણે ‘ગુજરાત મિત્ર’ની પોતાના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાની પ્રતિજ્ઞા લઇને પ્રવિણકાંતને વડીલની હૂંફ આપી પત્રના સંચાલનનો સઘળો બોજ પોતાના ખભે લીધેલો.
- એમના તપથી ‘ગુજરાત મિત્ર’ ઉત્તરોત્તર વિકસીને દક્ષિણ ભારતનું સૌથી વધુ લોકપ્રિય, પ્રતિષ્ઠિત અને માતબર પત્ર બનેલું.
- પત્રમાં જોડાયા ત્યારે તેની માંડ દોઢ બે હજાર નકલો જતી હતી, જે એમના જીવનનાં અંત સુધીમાં (1980) તો 65,000 નકલોથી વધુ થઇ ગઇ હતી
- આખું જીવન દરરોજ સોળ-સત્તર કલાક તેઓ પત્રકારત્વને આપતા!
- પહેલી નજરે તેઓ અતડા ને મિતભાષી લાગે, પણ વસ્તુત: ખુબ સ્નેહાળ, ઉદાર ને વિનોદી પ્રકૃતિના હતા.
- અણીશુદ્ધ સમાચારના આગ્રહી અને અદભૂત ‘ન્યૂસ સેન્સ’ ધરાવતા હતા, તેમ જ અખબારના બાહ્ય દેહ કરતાં આંતરસત્વ પર વધારે ભાર મુકતા.
- ‘ગુજરાત મિત્ર’ને માત્ર કમર્શિયલ ન બનવા દેતાં, રાજકારણની ઘટ્ટ છાયાને એના પર ન પથરાવાં દેતાં તેને સાહિત્ય, સંસ્કાર, શિક્ષણ, કળા, સમાજ આદિ અન્ય ક્ષેત્રો પ્રત્યે પણ અભિમુખ અને પ્રત્યક્ષ રાખવામાં એમની સાહિત્યપ્રીતિનું ખાસ્સું પ્રદાન રહેલું.
- એમની સમાચાર-સંપાદનની સૂઝ અને નિષ્ઠા જોઇને તેમને ઊંચે પગારે મોટો હોદ્દો આપવાનાં બીજા પત્રોના ઘણાં પ્રલોભન નિમંત્રણો તેમણે સવિનય ઠુકરાવેલા.
- ટૂંકા માર્ગે ઝડપથી છાપાને સસ્તી લોકપ્રિયતા અપાવાના વિરોધી હતા; તેમ જ, સમાજમાં કટુતા, દ્વેષ ફેલાય એવું કાંઇ પણ છાપવાનું તેમને રુચતું નહિ. એને બદલે તેઓ શુદ્ધ, પૂર્વગ્રહમુક્ત, અવિકૃત સમાચારો, ઠાવકા માર્ગદર્શક લેખો, સાહિત્યવિવેચન, હળવી કટારો વગેરે આપવાના હિમાયતી હતા જેને કારણે ‘ગુજરાત મિત્ર’ની લોકોમાંની વિશ્વસનીયતા ઉત્તરોત્તર વધતી ગયેલી.
- સાહિત્યક્ષેત્રે સ્વ. કનૈયાલાલ મુનશીની નવલકથાઓના ભારે રસિયા હતા, પણ કવિતા તરફ એમની ખાસ રુચિ નહિ; ‘કુમાર’ની મુદ્રણ-કલાના પ્રશંસક હતા.
- ભારતભરમાં પત્રકારત્વમાં પણ એક જ પત્રને અરધી સદી સુધી એકધારી સેવા આપનાર કદાચ એ એક જ હશે.
સન્માન
- સંનિષ્ઠ અને સુદીર્ઘ પત્રકારચર્યાને લીધે સુરત મહાનગર પાલિકા દ્વારા નાગરિક સન્માન
સાભાર
- ‘કુમાર’ માં પ્રસિધ્ધ થયેલ લેખ ; ભગવતીકુમાર શર્મા.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા … પ - થી - મ « ગુજરાતી પ્રતિભા પરિચય
Thanks for sharing great detailed information about him.
Keep Sharing.
— Fitness Tips
— Dr,Parimal Thakkar
Pingback: અનુક્રમણિકા – બ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય