” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “
” ગુરુ થા તારો તું જ. (અખો) ”
-એમનું પ્રિય પ્રેરક અવતરણ
“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ
” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. ”
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

# રચના : વેબ સાઇટ
__________________________________________
નામ
જન્મ
કુટુમ્બ
- માતા – સૂર્યવદનગૌરી ; પિતા -ત્રૈલોક્યનારાયણ
- પત્ની – મંજુલા (બી.એ.,બી.એડ.; લગ્ન-1950,સુરત); સંતાનો – ત્રણ
અભ્યાસ
વ્યવસાય
- લેખન-ગ્રંથાવલોકન, સંપાદન
- પત્રકારત્વ
જીવનઝરમર
- કૃ. દી. સંક્ષેપથી વધુ જાણીતા થયેલા
- ‘જન્મભૂમિ’માં સમાચારસંપાદક અને સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’નાં સંપાદક
- પ્રારંભકાળમાં લેખકોનો પ્રભાવ: વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, રામનારાયણ વિ. પાઠક, આનંદશંકર ધ્રુવ
- પ્રિય ભારતીય લેખકો: કનૈયાલાલ મુનશી, જ્યોતીન્દ્ર દવે, શરદબાબુ
- પ્રિય વિદેશી લેખકો: શેક્સપીયર, સમરસેટ મૉમ, ટૉલ્સ્ટોય
- એમની કૃતિઓનું મુલ્યાંકન કરનાર અગત્યનાં વિવેચકો: શ્રી જયંતભાઇ કોઠારી, શ્રી રમણલાલ જોશી(બનતાં સુધી), શ્રી જયા મહેતા
- સાહિત્ય અને વિવેચન ઉપરાંત સંગીત (શાસ્ત્રીય તેમ જ સુગમ ઉભયવિધ) પ્રત્યે સવિશેષ રુચિ
- 35 વર્ષની ઉંમર સુધી ગાવાનો રિયાઝ પણ કરેલો
- અંગત પુસ્તકાલયમાં અઢી હજાર જેટલાં પુસ્તકો
- જીવનમાં સૌથી મહત્વનો પરિશ્રમ
- વીસ વર્ષની ઉંમરે એમની વાર્તાઓ બાળકો માટેના પાક્ષિક “ગાંડીવ”માં પ્રસિદ્ધ થયેલી
- આકાશવાણી પર ગ્રંથસમીક્ષાઓ અને ઇન્ટરવ્યુ આપેલા
- ચાર વર્ષના હતા ત્યારે એમને થયેલા અસાધ્ય ફોલ્લાના ત્રાસથી એમના પિતાજીએ દાક્તરને નિરુપાયે સૂચવેલું કે ફોલ્લાથી મુક્તિ ના અપાવી શકાય તો નાનકડા દર્દીને જીવથી જ છૂટકારો અપાવી દો!
શોખ
મુખ્ય રચનાઓ
- કુલ દશ પુસ્તકો પ્રસિદ્ધ થયેલા
- સંપાદન – બે સંપાદકીય ગ્રંથો
- અવલોકન – છ અવલોકનસંગ્રહો
- નિબંધ, ગ્રંથાવલોકન, સાહિત્યિક-સાંસ્કૃતિક સમારંભોના વૃત્તાંતનિવેદન, વ્યાખ્યાનમાળાઓનું વૃત્તાંત નિવેદન
સન્માન
- શ્રી રઘુવીર ચૌધરીએ ‘દર્શકના દેશમાં’ ગ્રંથ કૃ. દી. ને અર્પણ કર્યો છે.
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય