“ અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે. ”
( મારું સદ્ ભાગ્ય છે કે આ શેરવાળી આખી ગઝલ પ્રફુલ્લભાઇએ મોતીના દાણા જેવા પોતાના હસ્તાક્ષરમાં લખીને તેમના પહેલા પત્રમાં મને મોકલાવી હતી. આ મારે માટે અમૂલ્ય ઘરેણું છે. આ ગઝલ પહેલી વાર અમદાવાદના શનિવારી ચોરામાં તેમના સ્વમુખે સાંભળી ત્યારથી જ મારો પ્રેમસંબંધ તેમની સાથે જોડાયો હતો. )
” આપણા હોવાનો કોઇ અર્થ ના,
આપણે કોઇના પડછાયા છીએ.”
”પાનખર પાછળ વસંતો પણ હશે.
એવું કર, આ સમયને સાચવી લે.”
” એક પથ્થર શાંત જળમાં ફેંકીને
એ વમળમાં ડૂબવાનું છે વલણ.”
“ શબ્દમાં અક્ષર આઘો પાછો થાય તો શું?
તટે સમંદર આઘોપાછો થાય તો શું?”
# રચનાઓ – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6 – :
# તેમની યાદ અપાવતી મારી રચના
___________________________________________________________
જન્મ
- 2, ઓક્ટોબર, 1948; વર્ધા ( મહારાષ્ટ્ર)
- વતન – જૂનાગઢ
કુટુમ્બ
- માતા – ક્મળાબેન ; પિતા – રમણીકલાલ જગજીવન દવે
અભ્યાસ
- 1966 – એસ.એસ.સી.
- 1970 – ગુજરાતી/હિન્દી સાથેબી.એ. બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ
- 1972 – ગુજરાતી સાથે એમ.એ.
- 1975- રીજિયોનલ લેંગ્વેજ સેન્ટર, પતિયાલામાંથી ઉર્દૂનો ડીપ્લોમા
- બી.એડ. – અમદાવાદ, એલ.એલ.બી. – અમદાવાદ
વ્યવસાય
- 1970-79 કેશોદ ખાતે શ્રી પટેલ વિદ્યામંદિરમાં શિક્ષક
- 1980- 86 – જૂનાગઢ ખાતે વકીલાત
- 1987-95 – લેબર કોર્ટમાં ન્યાયાધીશ
- 1996 – ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં ન્યાયાધીશ
- 2003-06 ભાવનગર અને હવે અમદાવાદ ખાતે
જીવનઝરમર
- માતાપિતા બન્ને શિક્ષક
- પિતા હિન્દીભાષા પ્રચારક અને સર્વોદય કાર્યકર
- બાળપણમાં જાણીતા કવિ શ્રી. રાજેન્દ્ર શુકલ તેમની પડોશમાં રહેતા અને તેમના સત્સંગનો લાભ મળ્યો.
- સાદગી, સરળતા, ભાષા-સંગીત તરફનો પ્રેમ વારસામાં મળ્યો
- 1970 પછીનો અભ્યાસ શિક્ષકની નોકરીની સાથે કર્યો
- સંગીત, કવિતા, વિચારનોંધ અને જાહેરજીવન પ્રત્યે લગાવ
- ભાવનગરમાં બુધસભા અને અમદાવાદમાં શનિવારી સાહિત્ય ચોરા ખાતે નિયમિત હાજરી
રચનાઓ
લાક્ષણિકતા
- આધિભૌતિક સંવેદના પ્રત્યે કવિતામાં વધુ લગાવ
Like this:
Like Loading...
Related
Pingback: પ્રફુલ્લ દવે ની યાદમાં « કાવ્ય સુર
Pingback: તો શું? - પ્રફુલ્લ દવે « કવિલોક (Kavilok)
Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય
Shree Prafulbhai Dave ni Gazal vanchine aanand thayo. Emnu e-mail address mali sake…….???
Pingback: મિત્રો મળ્યા – કાજી કવિ « ગદ્યસુર
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય