ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દેવાનંદ સ્વામી, Devanand Swami


“પ્રભુ પદ કર પ્રીત નીત જનમ જીત જાવે;

સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે.”

___

“મોતી સરખો કણ લઇ મુરખ ઘંટીમાં દળે,

બાવળીયાનું બી બોયે આંબો કેમ ફળે.”

___

રચનાઓ  ઃ  ૧  ઃ

નામ

દેવાનંદ સ્વામી  તથા દેવમૂની

મૂળનામ

દેવીદાન ચારણ

જન્મ

સંવત ૧૮૫૯ કાર્તિક પુર્ણિમા

અવસાન

સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦ (મૂળી ખાતે)

કુટુંબ

પિતા – જીજાભાઇ માતા – બહેનજીબા

જીવનઝરમર

  • ધોળકા નજીક આવેલ બળોલ ગામના શૈવભક્ત ચારણકુટુંબમાં તેમનો જન્મ થયો હતો.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટનંદ કવિઓમાં તેમનો સમાવેશ થાય છે.
  • તેમને નાનપણથી જ ભગવાન શિવમાં અનન્ય શ્રદ્ધા હતી. એવી દંતકથા પ્રસિદ્ધ છે કે ભગવાન શિવનો તેમને સાક્ષાત્કાર થયો હતો.
  • તેમણે ભગવાન શિવ પાસે મોક્ષની માગણી કરી, ત્યારે ભગવાન શિવે તેમને જણાવ્યું કે હાલમાં પરમાત્મા સહજાનંદ સ્વામીના અવતારે પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એ તમેને રૂબરૂ મળશે. તેઓ પોતાની જીભથી કોણીનો સ્પર્શ કરી શકશે. આ રીતે તે તેમને ઓળખી શકશે.
  • જેતલપુરના યજ્ઞ પછી સહજાનંદ સ્વામી બાડોલ પધાર્યા. જમણવારના સમયે દહીં ના રેલા ઉતર્યા અને સહજાનંદ સ્વામી જીભથી કોણીએ તે ચાટવા લાગ્યાં. ત્યારે દેવિદાને તેમને ઓળખ્યા અને તેમની પાસેથિ દીક્ષા ગ્રહણ કરી.
  • સ્વામિનારાયણ સંત બ્રહ્માનંદ સ્વામી તેમના કાવ્યગુરુ થાય. તેમની પાસેથી દેવ મૂનીએ કાવ્ય અને સંગીતની શિક્ષા મેળવી.
  • અમદાવાદમાં નરનારાયણદેવના મંદિરની સ્થાપના સમયે તેમણે પોતાની કાવ્યપ્રતિભાનો પરિચય સહુને આપ્યો.
  • ઉપરાંત ધરમપુર રાજ્યના રાજગાયકો સમક્ષ પણ સંગીતની હરિફાઇમાં સિદ્ધિ મેળવી.
  • તેમણે બ્રહ્માનંદ સ્વામીના અવસાન બાદ મૂળી સ્વામિનારાયણ મંદિરનું મહંત પદ ૨૨ વર્ષ સુધી સંભાળ્યું.
  • તેઓ કવિ દલપતરામના કાવ્યગુરુ થાય.
  • તેમના પદો સ્વામિનારાયણ મંદિરો તથા અન્ય પ્રજામાં ઉત્સાહભેર ગવાય છે.

વધુ માહિતી

4 responses to “દેવાનંદ સ્વામી, Devanand Swami

  1. Pingback: દલપતરામ, Dalpataram « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: દલપતરામ, Dalpataram | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: