“મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર.”
___
“ઝીલતે ઝરૂખે મેં તો દીઠો’તો મોરલો !
સોણલાને ઘેન એ તો ડોલતો’તો મોરલો”
___
“લીલી કુંજો ઉદધિ સરિતાને તૂટે ગુંજતી જો !
હુંકે સિંહો ગિરિવન ભર્યા; કોકિલા કુંજતી જો !
અશ્વો દોરી, મયૂર વિલસે સારસો જો ! તળાવે !
એવા રાષ્ટ્રે ગુણમધુર ને ગુર્જરી જો ! વધાવે. ”
નામ
જન્મશંકર બુચ
ઉપનામ
- લલિત
- મેઘાણી તરફથી ‘મધુકંઠીલા ભજનીક’, ન્હાનાલાલ તરફથી ‘ગીતકવિ’, મનસુખલાલ ઝવેરી તરફથી ‘મોસમી ગુલાબ’, શંકરલાલ શાસ્ત્રી તરફથી ‘સોરઠકોકિલ’ની બિરદામણી મળી ઃએ.
જન્મ
30-6-1877 – જૂનાગઢ
અવસાન
24-3- 1947 – ?
કુટુંબ
પિતા – મહાશંકર બૂચ
પત્ની – લલિતા (લગ્ન ઇ.સ. ૧૮૮૭) , તારા (લગ્ન ઇ.સ. ૧૮૯૬)
અભ્યાસ
- પ્રાથમિક – જૂનાગઢ અને રાજકોટમાં
- 1903– વર્નાક્યુલર ફાઇનલ, એસ. ટી.સી.
- સંસ્કૃત, અંગ્રેજી, વ્રજ અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ
વ્યવસાય
- લાઠીમાં રાજવી કુટુંબના અને ગોંડલની હાઇસ્કૂલમાં શિક્ષક
- ઇ.સ. ૧૯૦૮ – ‘કાઠિયાવાડ ટાઇમ્સ’ ના તંત્રી અને લોકસેવક
- 1921-25 – મુંબાઇના રાષ્ટ્રીય મહવિદ્યાલયમાં ભાષા સાહિત્યના અધ્યાપક,
પ્રદાન
- 3- કાવ્ય સંગ્રહો, 1- નાટક
મૂખ્ય કૃતિઓ
- કાવ્ય- લલિતનાં કાવ્યો, વડોદરાને વડલે, લલિતના બીજાં કાવ્યો
- સમગ્ર કવિતા – લલિતનો રણકાર
- નાટક – સીતા વનવાસ
- અનુવાદ – મેઘદૂત
જીવનઝરમર
- વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા મુલાયમ હ્રદયના કવિ
- સાક્ષર યુગના કવિ
- પ્રથમ પત્ની લલિતા પ્રત્યેના ઉત્કટ પ્રેમને કારણે ‘લલિત’ ઉપનામ સ્વીકાર્યું.
- કલાપીએ તેમના માટે ‘બાલકવિ;નું કાવ્ય લખ્યું છે.
- સ્વદેશ ભક્તિ, દામ્પત્યપ્રેમ, પરમાત્મ પ્રેમ અને પ્રકૃતિ દર્શનની અભિવ્યક્તિ વાળા કાવ્યો
- તેમના કાવ્યો તેમની સરળ ગીતરચનાઓ, પ્રાસાદિક છંદોરચના અને ગૃહભાવની કોમળ અભિવ્યક્તિ માટે જાણીતી છે.
- મંજીરા સાથે પોતાની કૃતિઓ રજુ કરતા
- કાવ્યોમાં ન્હાનાલાલની પ્રબળ અસર
સંદર્ભ
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૪
Like this:
Like Loading...
Related
Pingback: કાવ્ય સૂર » Blog Archive » મઢૂલી મજાની
Pingback: અનુક્રમણિકા - લ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 24 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર
Pingback: 30 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – લ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય