
– તેમના પૌત્ર અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા કહે છે, ‘દાદાજીને કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવાનું ગમતું હતું. તેઓ બધું જ વાંચતા. વાંચનની સ્વભાવગત ટેવ તેમના પુત્ર નગેન્દ્ર વિજય અને સરવાળે મારામાં વારસાગત ઉતરી છે.’
– જમવા બેસતા ત્યારે તેમને મજાકમાં કહેતો કે થોડી જગ્યા રાખજો બીજું ભોજન (૧૪ ગોળીઓ) પણ લેવાનું છે, પણ આવી માંદગી વચ્ચે તેમણે ક્યારેય લખવાનું બંધ કર્યું નહીં.’ – નાગેન્દ્ર વિજય
– વિકિપિડીયા ઉપર
– અહીંથી એમની પ્રખ્યાત સત્યકથા ‘જિંદગી જિંદગી’ ડાઉનલોડ કરો.
– ‘ દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત એક વિગતવાર અભ્યાસ લેખ
– તેમના પૌત્ર ‘હર્શલ’ નો એક સરસ લેખ
– તેમની રચનાઓ વિશે
——————————————————
નામ
ઉપનામ
- વિજયગુપ્ત મૌર્ય, ઈન્દ્રધનુ, કૌટિલ્ય, કૌશિક શર્મા, ચાણક્ય, બૃહસ્પતિ, મુક્તાનંદ, વિશ્વયાત્રી, હિમાચલ, વિજયતુંગ, સોSહમ્
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા– મોતી બાઈ; પિતા– મુરારજી
- પત્ની – વસંતલીલા; પુત્રો – નાગેન્દ્ર વિજય, ભારદ્વાજ, વિજય
શિક્ષણ
- ૧૯૨૫ – મેટ્રિક, પોરબંદર
- એડ્વોકેટ – મુંબાઈ યુનિવર્સીટી
વ્યવસાય
- ૧૯૩૩-૩૭ – પોરબંદરમાં વકીલાત
- ૧૯૩૭-૩૮ – પોરબંદર રાજ્યમાં દિવાની તથા ફોજદારી અદાલતોમાં ન્યાયાધીશ
- જન્મભૂમિમાં પત્રકાર

જિંદગી જિંદગી – એક રોમાંચક સત્યકથા
[ એ વિશે ટૂંકાણમાં અહીં વાંચો ]
તેમના વિશે વિશેષ
- ૧૯૪૨ની આઝાદી લડતમાં નોકરીમાંથી રાજીનામું અને લડતમાં સક્રીય ભાગ
- થોડોક વખત વકીલાત કરી
- ૧૯૪૪થી – ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
- બાળપણથી જ પ્રકૃતિનાં વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો શોખ
- બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી અને પ્રકૃતિ મંડળના સભ્ય
- ૧૭ વર્ષની ઉંમરે તેમણે બ્રિટન અને જર્મનીના નૌકાયુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો.
- બાળકોને ઉપયોગી અનેક પુસ્તકો લખ્યાં
- પ્રથમ પુસ્તક – ‘પ્રિન્સ બિસ્માર્ક’
- ૧૯૭૩થી – નોકરી છોડી મરણ પર્યન્ત લેખન
- -‘નવચેતન’ના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા આવતી
- ૧૯૭૦થી ૮૦ના ગાળામાં ચિત્રલેખાના ૩ લેખકો સૌથી વધુ પાવરફુલ હતા, તેમાંના એક એટલે વિજયગુપ્ત મૌર્ય.
- ‘અખંડ આનંદ’ સામયિકમાં તેમની પ્રશ્ન-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ નામે કૉલમ ચાલતી હતી.
- પાછલી અવસ્થામાં ગંભીર બિમારી, પાર્કિન્સન રોગના કારણે અવસાન
‘બિલાડી સ્વેચ્છાથી પાણીમાં પડે ખરી?’
‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના જર્નલના ડિસેમ્બર ૧૯૪૨ના અંકમાં નદી તરી જતા વાઘનો ઉલ્લેખ છે. તે પરથી મને ભાદર નદીના ખારા પાણીને તરીને સામે પાર ગયેલા મનાતા એક બિલાડાનો બનાવ યાદ આવે છે.
બિલાડી અને વાઘ નિકટના સંબંધી છે અને ભીંજાવાનું પસંદ નથી કરતાં. મને તો વાઘ સાથે નહીં પણ બિલાડા સાથે જ પ્રસંગ પડ્યો છે!
અઢી-ત્રણ વર્ષ ઉપર ભાદરના મુખ ઉપર નવીબંદરમાં હું રહેતો ત્યારે મારું ઘર ચીડિયાખાનું જ હતું. એ સરકારી મકાનમાં બિલાડી ન આવે તે માટે હું ખાસ તકેદારી રાખતો, પરંતુ એક હ્યષ્ટપુષ્ટ બિલાડો મારા પક્ષીઓનો કલ્લોલ સાંભળી, ઘણી વાર તાડન પામ્યા છતાં, ઘરમાં દાખલ થવાની તષ્ણા દાબી શકતો નહીં.
ધર્મભાવના આડે ન આવી હોત તો કદાચ હું એ બિલાડાનો શિકાર કરી નાખત! પછી તો ‘સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો ઉપાય મેં શોધી કાઢ્યો. મેં એક યુક્તિ રચી. એક ટ્રંક ખાલી કરાવી તેમાં દૂધની વાટકી રાખી ટ્રંક ઉઘાડો રાખ્યો. બિલાડો ફળિયામાં દેખાયો ત્યારે હું ટ્રંકની બાજુમાં ખાટલા પર ઓઢીને સૂઈ ગયો.
બિલાડો ઘરમાં દાખલ થઈને ખૂબ સાવચેતી રાખ્યા પછી ટ્રંકમાં દાખલ થયો. તેનો દૂધ પીવાનો અવાજ સાંભળી મેં પાછળથી ટ્રંકનું ઢાંકણું હડસેલી બંધ કરી દીધું! મારી સફળ યુક્તિ પર ફિદા થઈ મેં ટ્રંક પટાવાળાને સ્વાધીન કરી દીધો અને પટાવાળો તેને ભાદરના સામે કાંઠે મૂકી આવ્યો.
એ નાના ગામમાં બધાએ મારી ચપળતા અને બુદ્ધિની તારીફ કરી! (મારા જેવા ‘મોટા’ માણસે આવું નકામું કામ કર્યા બદલ ખાનગીમાં મારી હાંસી કરી હોય તો તેની મને ખબર નથી!)
પણ અફસોસ! બીજા દિવસે એ દુષ્ટ બિલાડો લાલસાભરી નજરે મારા આંગણામાં આવી ઊભો રહ્યો. તપાસ કરી તો ખબર પડી કે બિલાડો પાણી તરીને આવ્યો હોવો જોઈએ
રચનાઓ
- ચરિત્ર – પ્રિન્સ બિસ્માર્ક
- વિજ્ઞાન – પ્રકૃતિનાં લાડકવાયાં( ગુજરાતનાં પક્ષીઓ વિશે), કીમિયાગર કબીર ( કીટકો વિશે), અવકાશની યાત્રા, દરિયાની દોલત , પૃથ્વીદર્શન, ગાલાપાગોસ, ઝગમગતું ઝવેરાત
- બાળવાર્તા – જંગલની કેડી,મોતનો સામનો, શિકાર અને શિકારી, શિકારીની તરાપ, કપિનાં પરાક્રમો, શેરખાન, હાથીના ટોળામાં,
- સત્યકથા – જિંદગી જિંદગી, માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના
- સંશોધન – સરકસ જ્ઞાનકોષ, આ છે રશિયા
સાભાર
- ગુજરાતી શાહિત્યકોશ, દિવ્ય ભાસ્કર, વિકિપિડીયા
Like this:
Like Loading...
Related
સુરેશદાદા , તમે સાથે આપેલ ” દિવ્ય ભાસ્કર “નાં લેખમાં જ તેમના પત્નીનું નામ , ” વસંતલીલા ” આપેલ છે . . . કૃપયા અહી પણ ઉમેરી દેશો .
વિજ્ઞાન – અવકાશની યાત્રા, દરિયાની દોલત , પૃથ્વીદર્શન, ગાલાપાગોસ, ઝગમગતું ઝવેરાત
બાળવાર્તા – મોતનો સામનો, શિકાર અને શિકારી, કપિનાં પરાક્રમો, શેરખાન, હાથીના ટોળામાં,
સત્યકથા – જિંદગી જિંદગી
આ બધા મારા વાંચેલા પુસ્તકો.
—
આભાર વિજયગુપ્ત મૌર્ય જી મારા બાળપણ ને સરસ બનાવવા બદલ
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
શ્રી સુરેશભાઈ અહિયાં આપેલ વિજય ગુપ્ત ની પ્રથમ “જિંદગી જિંદગી” લીંક પર કોઈ બીજાજ પેઈજ પર transfer થાય છે.
તો મેહરબાની કરી લીંક ચેક કરવા વિનંતી.
અને ફરી યોગ્ય લીંક આપશો.
આભાર…
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નાગેન્દ્ર વિજય, Nagendra Vijay | ગુજરાતી પ્રતિભા પરિચય