ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દીપક બારડોલીકર, Dipak Bardolikar


dipak1ત્રણ દેશના ગુજરાતી કવિ

હજી પણ રોશની છે આ નગરમાં
હજી પણ આપનો દીપક બળે છે.

વો દૂસરોંકે દિયેસે ઉજાલે લેકે જી ગયા,
યે ખુદ દીપક બનકે દૂસરોંકો ઉજાલે દે ગયા.

આવ્યો પગલાં સૂંઘતો પરદેશમાં
યાદનો એક કાફલો પરદેશમાં
છે હજી ખ્યાલોમાં કોઇનું લલાટ
છે હજી એક ચાંદલો પરદેશમાં

ગુજરાત, ઓ લીલીછમ ગુજરાત
સુખચેન તણી સંપત ગુજરાત

ઢબૂક્યાં ઢોલ ચોરે, અમે ગુલમોર પીધો
ખુશીથી ખોબે ખોબે, અમે ગુલમોર પીધો

‘બઝ્મે વફા’ પર તેમનો મૂળ પરિચય

ઓપિનિયન પર એક સરસ લેખ 

વિકિપિડિયા પર

dipak


deepak-bardolikar

મૂળ નામ

  • મુસાજી ઈસપજી હાફેસજી

જન્મ

  • ૧૯૨૫, બારડોલી

અવસાન 

  • ૧૨ ડિસેમ્બર, માન્ચેસ્ટર ( યુ.કે,)

કુટુમ્બ

  • માતા– ?, પિતા -ઈસપજી
  • પત્ની -? , સંતાન – ?

અભ્યાસ

  • ?

વ્યવસાય

  • પાકિસ્તાન અને ઇન્ગ્લેન્ડમાં પત્રકાર

૯૦ મા વર્ષે પ્રવેશ ટાણે લન્ડનમાં તેમના સન્માન સમારોહનો અહેવાલ

dipak2

આ ચિત્ર પર ક્લિક કરો

તેમના વિશે વિશેષ

  • અભ્યાસ દરમિયાન વ્યાયામ વીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો
  • આઝાદી આંદોલનમાં ભાગ લીધો હતો. પહેલાં કોન્ગ્રેસ સેવા દળ અને પછી મુસ્લિમ લીગ નેશનલ ગાર્ડ્સ માં
  • 1948 – ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવ્યો
  • સાત વર્ષ પાકિસ્તાનમાં વિદ્યાદાન કરી બારડોલી પાછા આવ્યા.
  • ૧૯૬૧ – અદાલતના ચુકાદાના કારણે દેશ નિકાલ થતાં પાછા પાકિસ્તાન ગયા. ઘણા વર્ષો સુધી ‘ડોન’ અખબારમાં પત્રકારિત્વ
  • ૧૯૭૭ – પત્રકારત્વની આઝાદી ખાતર પાકિસ્તાનમાં જેલવાસ
  • () – વોલસોલ – ઇન્ગ્લેન્ડ ખાતે નિવાસ

dipak3

રચનાઓ

  • પરિવેશ, આબેકવસર, વાટના દીવા, સુન્ની વહોરા, મેઘ ધનુષ ૧,૨ , મોસમ, સિરાતે હરમ, ગુલમહોરના ઘુંટ, -કુલિયાતે દીપક, વિદેશી ગઝલો,
  • સંપાદનો – સ્મ્રુતિકા,વાછટ, કયામત કરીબ હશે ત્યારે, અંદાઝે બયાં ઔર, શાંતિ સલમતીનો ધર્મ ઇસ્લામ, વહોરા મહાજનો, નેકી તારાં નવલખ રૂપ, દુઆનો દીવો બળતો રાખો, સોનેરી ધૂળ, હવાના પગલાં
  • નવલકથાઓ – ૨ (?)

સાભાર

  • શ્રી. પી.કે.દાવડા, શ્રી. વલીભાઈ મુસા, શ્રી મહમ્મદ અલી ભેડૂ ( વફા )
  • લન્ડનની ગુજરાત સાહિત્ય અકાદમી

 

3 responses to “દીપક બારડોલીકર, Dipak Bardolikar

  1. Vimala Gohil એપ્રિલ 17, 2016 પર 2:35 પી એમ(pm)

    ત્રણ દેશમાં ગુજરાતીભાષાની સેવાને વરેલા આવા દીપકો ઝળહળે છે તો આપાણી ભાષાનું ભવિષ્ય ધૂંધળું કેમ કહેવાય?
    ખૂબ પ્રેણાત્મક પ્રસંગ માણ્યો. શ્રી દાવડા સાહેબ અને જાની સાહેબને આભારસહ પ્રણામ.

  2. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ધીરજની ઢાલ | સૂરસાધના

Leave a comment