મુલાકાતીઓની સંખ્યા
- 3,906,342 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
Received by email from Bharat Pandya with thanks
———
મનઝરૂખો //// કુમારપાળ દેસાઈ.
એક એવા પ્રતિભાબીજની આ વાત છે કે એ જે કોઇ ધરતીમાં વાવવામાં આવે ત્યાં ઊગી નીકળે અને સોળે કલાએ મહોરી ઊઠે. ગુજરાતના વિખ્યાત સંશોધક શ્રી મઘુસૂદન ઢાંકીની પ્રતિભા આ પ્રકારની છે. તેઓ ઊંચા ગજાના સ્થાપત્યવિદ્, ઈતિહાસવિદ્ અને કલાવિવેચક તો ખરા જ, પરંતુ એથીય વિશેષ શાસ્ત્રની કોઇ વાત કરવી હોય, મંદિરની બાંધણી વિશે કોઇ ચર્ચા કરવાની હોય, જૈનદર્શનની કોઇ વિભાવનાને સ્ફૂટ કરવાની હોય- બધે જ એમની કલારસિક અને સંશોધનદ્રષ્ટિ ફરી વળે છે. કેરીની કેટલી જાત છે, ત્યાંથી શરૂ કરીને માનવીની ચાલ, અંગભંગ, પોશાક એ બધાં વિશે એ વાત કરી શકે છે. આવા શ્રી મઘુસૂદન ઢાંકીએ કપાસ અને ઘઉં વિશે પણ સંશોધન કાર્ય કર્યું છે.
પોરબંદર પાસેના ઢાંક ગામના વતની હોવાથી ઢાંકી અટક ધરાવતા મઘુસૂદનભાઇએ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા અને બેંકની નોકરીથી કારકિર્દીનો પ્રારંભ કર્યો. ૧૯૫૧માં અન્ય મિત્રો સાથે પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધનમંડળની સ્થાપના કરી અને પોરબંદરની આસપાસ જૂનાં સ્થાપત્યોની શોધ કરવા માટે લાંબો પ્રવાસ ખેડ્યો. પરિણામે બન્યું એવું કે એમણે ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યાં. ‘કુમાર’ સામયિકમાં એમના દેશ-વિદેશના સ્થાપત્ય વિશેના લેખો પ્રગટ થવા લાગ્યા.
‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઇ રાવતે એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું. ૧૯૭૪નો કુમારચંદ્રક પણ મળ્યો. સ્થાપત્યશાસ્ત્રના આ અભ્યાસીએ પોરબંદરના ગ્રંથાલયમાંથી બર્જેસ અને કઝિન્સના જૂના રિપોર્ટોનો અને પર્સી બ્રાઉનના તથા સ્થાપત્ય વિશેના અન્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો. પોતાના સાથીઓ સાથે ગોપ, કંિદરેડા, મિયાણી, ધૂમલી જેવાં આસપાસનાં સ્થળોનો અભ્યાસપ્રવાસ ખેડ્યો. સોલંકી કાળના ખીમેશ્વર, નંદેશ્વર, માણસરે જેવાં સ્થળોએ ત્રીસેક પ્રાચીન મંદિરો શોધી કાઢ્યાં, એટલું જ નહીં પણ એની તસવીરો લઇને એનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો.
લાખાબાવળ, આમરા, પાટણ વગેરેના ઉત્ખનનમાં પ્રસિદ્ધ અઘ્યાપક બી. સુબ્બારાવ સાથે રહીને અમૂલ્ય અનુભવ મેળવ્યો. અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન સ્ટડીઝ, વારાણસીમાં રિસર્ચ ઍસોસિએટ તરીકે જોડાયા અને આ સંસ્થામાં આપેલા યોગદાન અંગે એના વર્તમાન ઉપપ્રમુખ શ્રી પ્રદીપ મહેંદીરત્તાએ કહ્યું કે, ‘અમારી સંસ્થાને વૈશ્વિક પ્રતિષ્ઠા આપવામાં ડૉ. મઘુસૂદન ઢાંકીનો બહુમૂલ્ય ફાળો છે.’
શ્રી મઘુસૂદન ઢાંકીએ ‘ઍન્સાઇક્લોપીડિયા ઑફ ઈન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર’ શ્રેણીના પ્રધાન સંપાદક તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. ભારતીય મંદિર-સ્થાપત્યના ક્ષેત્રે આ ગ્રંથશ્રેણી અદ્વિતીય ગણાય. ૧૯૯૭થી અમેરિકન ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડિયન સ્ટડીઝ, ગુરગાંવા ડિરેકટર (એમિરિટ્સ) તરીકે પણ તેમણે સેવાઓ આપી. આ સંસ્થાએ એમને જે ઍવોર્ડ આપ્યો તેમાં નોંઘ્યું છે ઃ‘For the contribution to the world of knowledge.’
એમનો ‘ગુજરાત સોલંગીયુગીન મંદિરોની આનુપૂર્વી’ લેખ સ્થાપત્યક્ષેત્રે સીમાચિહ્નરૂપ ગણાય છે. સોલંકીકાલીન મંદિરોની છત વિશેનો લેખ પણ મહત્ત્વનો ગણાય. એવાં અનેક મહત્ત્વનાં શોધપત્રો દ્વારા એમણે દેવાલય સ્થાપત્યના ક્ષેત્રે યશસ્વી સંશોધક તરીકે કામગીરી બજાવી. વળી આ માટેની પરિભાષા નિશ્ચિત કરવાનું મહત્ત્વનું કામ પણ એમણે કર્યું. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, માગધી, અપભ્રંશ વગેરે ભાષાઓ વાંચી-લખી શકે છે ઉપરાંત સાથેસાથે હંિદી, મરાઠી અને ફ્રેન્ચ ભાષાને વિશેષ રૂપે જાણે છે.
પ્રાચીન મઘ્યકાલીન સ્થાપત્ય, પુરાતત્ત્વ શિલ્પ, શાસ્ત્રીયસંગીત, નિગ્રંથ સાહિત્ય અને ઈતિહાસ જેવા વિષયોની સાથોસાથ લોકકલા, રત્નશાસ્ત્ર અને બાગકામમાં પણ ઊંડો રસ ધરાવે છે. માત્ર મંદિરોની મુલાકાત લઇને પાછા આવી ન જતાં, એની ઝીણામાં ઝીણી બાબતનો અત્યંત ચીવટપૂર્વક તેઓ અભ્યાસ કરે છે. સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્યનાં વિવિધ ઘટકો અંગે એમણે સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે. બસોથી વધારે સંશોધનલેખો એમની પાસેથી મળ્યાં છે. જ્યોર્જ મિશેલે તેમને ‘ભારતીય દેવાલયના વિશ્વકર્મા’ અને ગેરી તાર્તાવ્સ્કીએ ‘ભારતીય દેવાલયના સ્થાપત્યના પિતા’ કહ્યા છે તો પ્રસિદ્ધ પુરાતતત્ત્વશાસ્ત્રી મુનિશ જોષીએ કહ્યું છે કે, ‘છેલ્લી ચાર સદીમાં આ ક્ષેત્રમાં આટલા મોટા વિદ્વાન થયા નથી.’ ભારતીય મંદિરસ્થાપત્યના સંશોધનમાં ચિરંજીવ પ્રદાન કરનાર મઘુસૂદન ઢાંકીનું વ્યક્તિત્વ અન્યને પ્રેમ-વર્ષાથી ભીંજવી દે તેવું મૃદુ, વિનોદી અને નિખાલસ છે.
એમની સર્જનાત્મકતાનો સ્પર્શ એમના સાહિત્યમાં પણ થાય છે અને એમની વાર્તાઓમાં તેઓ સ્થળ, પાત્ર, પરિવેશ બઘું હૂબહૂ રચી શકે છે અને એને અનુરૂપ ભાષા બોલી અને શૈલી નિપજાવી શકે છે. ‘શનિમેખલા’નાં લલિતલખાણોમાં અને ‘તામ્રશાસન’ની વાર્તાઓમાં એમનું ગદ્ય અને એની રચના-સભાનતા ઘ્યાનાકર્ષક લાગે છે.
સંગીતમાં જન્મજાત રસ ધરાવતા મઘુસૂદન ઢાંકી એક સમયે કુંદનલાલ સાયગલ, પંકજ મલિક, હેમંતકુમાર, જગમોહન વગેરેનાં દર્દભર્યાં ગીતો ગાતાં હતાં. દક્ષિણ ભારતની વિખ્યાત ગાયિકા સુબ્બાલક્ષ્મીના કંઠે ગવાયેલાં મીરાંનાં ભજન સાંભળતાં થયું કે કર્ણાટક શૈલી શિખાય, તો જ ભજનના શ્રવણમાં વિશિષ્ટ ભાવપ્રક્રિયા અને ઉત્કટતા પમાય. આને માટે વેંકટરામન પાસે એમણે દોઢ વર્ષ પ્રારંભિક તાલીમ લીધી.
હંિદુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીતમાં ઊંડો રસ હોવાથી એમણે બનારસના વસવાટ દરમિયાન મિશ્રાજી અને નારાયણ ચક્રવર્તી પાસે હંિદુસ્તાની સંગીતની સાધના કરી અને ચંદ્રશેખર અને વીરભદ્રરાવ પાસે કર્ણાટક સંગીતની સાધના કરી, સંગીત, સંગીતકારો અને નૃત્યકારો વિશે લેખો લખ્યા, માલકૌંસ રાગના અસલી નામનું સંશોધન કર્યું.
સૌરાષ્ટ્ર અને કચ્છની લોકકલાઓ વિશે The Embroidery and Bead work of Kutch and Saurashtra (૧૯૬૬) નામે પુસ્તક લખ્યું છે. મૂલ્યવાન રત્નો, મોતી અને નંગોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા એમણે જડતરના દાગીનાનો પણ અભ્યાસ કર્યો છે. તેમ જ ઝવેરીઓ સાથે એની ચર્ચા પણ કરી છે.
આજે પણ ડૉ. મઘુસૂદન ઢાંકીનો સ્વાઘ્યાય એ જ ગતિએ ચાલે છે. અત્યારે સ્થાપત્ય વિશેના એન્સાઇક્લોપીડિયામાં સાઉથ ઈન્ડિયાના ટેમ્પલ આર્કિટેકટર ઉપર તેઓ લખી રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતનાં મંદિરોની છત વિશે સીમાચિહ્નરૂપ સંશોધનકાર્ય કરનાર ડૉ. મઘુસૂદન ઢાંકી ઈન્ડિયન ટેમ્પલ સિલંિગ્સ પર કામ કરે છે. શ્રી શત્રુંજય તીર્થ વિશે છેક આગમ ગ્રંથોમાં મળતા ઉલ્લેખોથી માંડીને અત્યાર સુધીના સાહિત્યિક ઉલ્લેખો, શિલાલેખો અને સાહિત્ય પરથી અંગ્રેજીમાં ગ્રંથ તૈયાર કરે છે.
૧૯૨૭ની ૩૧મી જુલાઇએ જન્મેલા ડૉ. મઘુસૂદન ઢાંકીએ પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણ પોરબંદરમાં પ્રાપ્ત કર્યું. અહીંની ભાવસંિહજી હાઇસ્કૂલનું સૂત્ર હતું ‘રસૌ વૈ સઃ’ આ સૂત્ર પાસેથી જગતના કલાપદાર્થોમાં અને આસપાસની જીવંત સૃષ્ટિમાં નિહિત સૌંદર્યને જોવાની દ્રષ્ટિ મળી. ઉમાશંકરની માફક ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે…’ એ પંક્તિનું સ્મરણ શ્રી મઘુસૂદન ઢાંકીનાં રસનાં ક્ષેત્રોનું વિશાળ વિશ્વ જોઇએ ત્યારે થાય છે. આજે ય પંચ્યાસી વર્ષે લેખન – સંશોધન કરતા મઘુસૂદન ઢાંકી હસતાં હસતાં કહે છે કે મારી દશા તો સ્ટીફન હૉકીન્સ જેવી છે. આ શરીર પર સોળ-સોળ ઑપરેશનો થયા છે, પણ હજી આ મગજ સાબૂત છે.
આવા પ્રખર વિદ્વાનોથી ગુજરાતની અસ્મિતા વિશેષ વિભૂષિત થતી હોય છે.
શ્રી મઘુસૂદન ઢાંકીનું પોતાના ૮૯ માં જન્મદીવસ ના બે દિવસ પહેલા શુક્રવારે 29 July 2016 નાં રોજ અવસાન થયું.
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય