ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભગવતસિંહજી – ગોંડલ નરેશ


– સજય શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,
ભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી

# જીવન ઝરમર

તેમના વિશે અને ખાસ તો ‘ભગવદ ગોમંડળ’ વિશે લેખ

શ્રી રજનીકુમાર પંડ્યા 

 

—————————————————————

નામ

  • ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા

ઉપનામ

  • ગોંડલ બાપુ

જન્મ 

  • 24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી

અવસાન 

  • 9 મી માર્ચ 1944.

કુટુંબ 

  • માતા – મોંઘીબા, પિતા – સંગ્રામ સિંહ;
  • લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ;
    પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના  પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને  ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. )
    સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી,  નટવરસિંહજી,  બાકુંવરબા , લીલાબા, તારાબા.

અભ્યાસ

  • નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં
  • 1987 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
  • 1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
  • 1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના  સંક્ષિપ્ત ઇતિહાસની  શોધખોળ માટે

વ્યવસાય

  • રાજકર્તા

મૂખ્ય કૃતિઓ

  • ભગવદ્ ગોમંડલ – નવ ભાગ – ગુજરાતી વિશ્વકોષ

જીવન ઝરમર

  • 1884– 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
  • 1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી  અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,  ગોંડલમાં  તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
  • શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
  • વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની  શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
  • પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન

સન્માન

  • 1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ  તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
  • 1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.

ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :

ગોંડલિયું  ગોકુળ  અમારું  ગોંડલિયું  ગોકુળ,
નંદનવન  અણમોલ –
વૃંદાવન  શાં  ગામડા  ગુંજે,  સંસ્કારે  સોહાય,
ગોંદરે  ગોંદરે  શારદા  મંદિર  બાલવૃંદ  વિલસાય.
સારાયે  સૌરાષ્ટ્રનું  અંતર,  ઇશ્વરે  આ  નિર્મેલ,
નીર  નિરંતર  વહે  અખંડિત,  ગોરસ  રસની  રેલ.
કૃષ્ણકૃપા  છે  કણ  કણસલે  મઘુવન  મીઠાં  વૃક્ષ,
કુંજ  નિકુંજ  શાં  ખેતર  વાડી  સુંવાળાં  સુરક્ષ.
રિદ્ધિ  સિદ્ધિ  શ્રી  ભગવતની  સુખ-શાંતિનાં  રાજ્ય,
પશુ  પંખીજન  ઝાડને  પણ  જ્યાં  અભયનાં  સામ્રાજ્ય.

25 responses to “ભગવતસિંહજી – ગોંડલ નરેશ

  1. amit pisavadiya જુલાઇ 31, 2006 પર 12:29 પી એમ(pm)

    મિત્રો , શ્રી ભગવતસિંહજી વિશે કવિવર ગૌરી ના શબ્દો ::

    ભગવત – ગુણભંડાર

    સુવર્ણ મહોસ્સવ સાંભળી, હલક્યો દેશ હાલાર,
    ગરવી ગોંડલ ગોંદરે, ભગવત – ગુણભંડાર.
    પિંજરે પક્ષી ન પૂર્યાં, કદી ન કર્યો શિકાર,
    ફાંસી ફરમાવી નહીં, ભગવત – ગુણભંડાર.
    ઘરવેરો ઘડ્યો નથી, પાણીવેરો પાડ્યો નથી,
    ચોપગાનો ચડ્યો નથી, વેરો કર વાટનો.
    આવક જાવક અને ઉભડ ઉપર નથી,
    કર નથી વસવાયાં, કારીગર ઘાટનો.
    દાદાયે થાપેલ દાણ, ક્યારનુંય કાઢી નાખ્યું,
    કાઢી નાખ્યો કૃપા કરી, વેરો વાટ હાટનો.
    ગોંડલનું ગૌરવ વધ્યું છે, કવિ ગૌરી કહે,
    જોટો નહિ જોયો ભૂપ ભગવત સમરાટનો.
    તુષ્ટ થાય નહિ સ્તુતિ થકી નિંદાથી ન અતુષ્ટ,
    એ ભગવતને અનુગ્રહે થયો ચિત્ત સંતુષ્ટ.

  2. manvant ઓગસ્ટ 3, 2006 પર 3:46 એ એમ (am)

    જોટો નહીં જોયો ભૂપ ભગવત સમ્રાટનો !
    કવિવર ગૌરીને નમસ્કાર !ગોંડલ નરેશ્
    શ્રી.ભગવતસિંહજી ને પણ નમન !
    શ્રી.અમિતભાઈનો ખૂબ જ આભાર !

  3. veena bhupendra thaker સપ્ટેમ્બર 1, 2006 પર 10:03 પી એમ(pm)

    gondal ma vitavelu balpan yaad aavi gayu. bhagvatsinhji na sara karyoni je mahiti aapi chhe te vanchi man gadgad thay jay chhe ane gaurav thay chhe ke mane bhagvatsinhji na gondalma rahevano moko malyo aasha rakhu ke fari vaar aa gondal gokuliyu ane radiyamanu bane. amitbhaine aatlli sundar mahiti mokalava badal ane badha gujarati lokone bhagvatsinhji no parichay karavava badal khoob khoob aabhar

  4. Pingback: 9 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  5. uttam Gajjar ઓગસ્ટ 2, 2007 પર 11:02 એ એમ (am)

    ૨૦૦૦ની સાલમાં રાજેન્દ્ર દવેએ ‘ભગવત–ગુણભંડાર’–ગોંડલ નરેશ મહારાજા ભગવતસીંહજીની ગૌરવગાથા નામનો ૨૩૧ પાનાંનો ગ્રંથ પ્રકાશીત કરેલો. પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટના એ પ્રકાશનનું મુલ્ય છે ૧૫૫ રુપીયા; પણ ભુજના એક ટ્રસ્ટે તે ઉપર રુ. ૫૫ની સબસીડી આપી દરેકને તે રુ.૯૫માં મળે તેવી સગવડ કરી છે. આમ તો આ પુસ્તક, તેમાંથી ‘ભગવત ગોમંડળ’ની ગાથા જાણવા મેં ખરીદેલું. તે સઘળી માહીતી તો મને સંક્ષેપમાં તેમાંથી મળી જ; પરંતુ પાને પાને આ રાજવીનું જે ચીત્ર ઉપસે છે તેનાથી હું તો આ રાજવી પર મોહીત છું.. સાથે દરેક ગુજરાતી આ પુસ્તક વાંચે તેવી આરત જાગે છે..ઉત્તમ અને મધુ..

  6. rehan memon સપ્ટેમ્બર 5, 2007 પર 4:15 પી એમ(pm)

    aemno janam dhoraji ma thaiyo e jani ne bahu garav thaiyo…..

  7. Pingback: શ્રી ભગવતસિંહજી… « અમીઝરણું…

  8. Devendrasinhji udesinhji vaghela ઓક્ટોબર 27, 2008 પર 6:26 એ એમ (am)

    shree bhagvatsinhji to RAJPUT nu naam amar kari didhu che aap ne koti koti vandan BAPU aap to AMAR cho.

  9. Digvijaysinh નવેમ્બર 6, 2008 પર 3:33 એ એમ (am)

    bhagvatsinhji is great person of india

  10. Amit Patel ફેબ્રુવારી 2, 2009 પર 9:39 એ એમ (am)

    Very happy to know about ભગવતસિંહજી – ગોંડલ નરેશ

  11. Kartik Mistry માર્ચ 5, 2009 પર 10:54 પી એમ(pm)

    1987 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ) ની જગ્યાએ 1887 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ) હોવું ના જોઇએ?

  12. mahendrabhai dhadhal જૂન 12, 2009 પર 5:42 એ એમ (am)

    bhagacatshihji a kareli abhyash ni vyavasthane lidhe hu ghano agal vadhi shakyo chu mane garv cheke hu bhagavatshinhji ni school ma me abhyash karya

  13. KALPESH MANVAR જૂન 19, 2009 પર 8:41 એ એમ (am)

    GOOD MAHARAJ WORK IS VERY BEST AND I PROD OF U

  14. DIPTESH ANANTPRASADJI BHATT જાન્યુઆરી 12, 2010 પર 11:36 પી એમ(pm)

    bhagvatsinhji was unic & great,best idea given to society compalsary education for ladies,best law & orders,best neet & clean gondal.it was great time for gondal..

  15. Pingback: અનુક્રમણિકા – ભ « ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  18. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

  20. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  21. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  22. toshif anishbhai monvelvala માર્ચ 23, 2014 પર 11:24 પી એમ(pm)

    sara manso na abhave gondal ni je atyare dasha che ane tem chatay “GOKULIYU GONDAL”!!kahi satat junu gondal yad devdave che teva loko dhikkar ne patr che!!!!!!!!!!!!!

  23. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: