ગુજરાતી સારસ્વત પરિચય

August 12, 2006

‘આદિલ’ મન્સુરી

Filed under: કવિ, નાટ્યકાર — સુરેશ @ 1:06 pm

adil_mansuri.JPG” નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.”  

” માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.”  

# રચનાઓ   :  વેબ સાઇટ

# એક સરસ લેખ

___________________________ 

નામ 

  • ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી

ઉપનામ 

  • આદિલ   

જન્મ

  • 18 મે – 1936 ; અમદાવાદ        

અવસાન 

  • 6, નવેમ્બર – 2008, ન્યુ જર્સી, અમેરીકા

અભ્યાસ

  • પ્રાથમિક- અમદાવાદ
  • માધ્યમિક – અમદાવાદ અને કરાંચી

વ્યવસાય  

  • સૂતર અને કાપડનો વ્યવસાય
  • પત્રકારત્વ
  • જાહેરાતની કમ્પનીમાં કામ  

જીવન ઝરમર 

  • અમદાવાદમાં ‘રે’ મઠ નામના કવિઓના મંડળના એક મૂખ્ય સભ્ય

  • રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી ખાસ મિત્રો

  • જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
    તે ઘટનાની પાર્શ્વ ભૂમિકામાં રચાયેલી રચના વાંચો.

  • અમેરિકામાં કાયમી વસવાટ, અનેક મુશાયરાઓમાં લોકપ્રિય શાયર

  • તેમની અનેક રચનાઓ સ્વરબધ્ધ થયેલી છે.

  • ગઝલો, એકાંકીઓ , નાટકો, પોતાની વેબ સાઇટ ( ગઝલ ગુર્જરી ડોટ કોમ ) ચલાવતા લબ્ધ પ્રતિષ્ઠિત કવિ  

મુખ્ય રચનાઓ  

  • કવિતા – વળાંક, પગરવ, સતત, ગઝલના આયનાઘરમાં

  • નાટક – પેન્સીલની કબર, મીણબત્તી, એબ્સર્ડ નાટક –  હાથપગ બંધાયેલા, જે નથી તે

સાભાર 

  • ગૂર્જર સાહિત્ય ભવન – ‘ અમૃતપર્વ યોજના ‘

16 Comments »

  1. મુરબ્બી આદિલજીની એક આસ્વાદ્ય ગઝલ:

    મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

    સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

    વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

    બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

    બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,

    સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

    નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

    મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

    કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,

    આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

    કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,

    જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

    દિલીપ(કવિલોક)

    Comment by Dilip Patel — August 13, 2006 @ 6:11 pm | Reply

  2. “વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ :
    અરે ! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે !”
    નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
    ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે !
    અને અમદાવાદમાં તો :
    જ્યાં જ્યાં નજર તારી ઠરે, યાદી ભરી આદિલ તણી !

    Comment by manvant — August 14, 2006 @ 6:53 pm | Reply

  3. Nice to see Adilbhai shining on the web and feel proud to have worked in the same organisation years ago…its these experiences and inspirations that lead us to heights. I remember Adilbhai when I use to listen to his shers while he worked in his Studio of Shilpi Advertising…yeah, I been a steno-Sec there!

    n been so happy to receive Adil’s book but afsos, could not get the main editor understand the value of the book!

    -ilaxi

    Comment by ilaxi — August 15, 2006 @ 7:19 am | Reply

  4. I had a chance to listen to Adilbhai at the World Gujarati Conf in New Jersey this past weekend. I was very much drawn in to his writing and now I am looking for any published books or collections including written, audio etc that I could get.

    Comment by satish — September 4, 2006 @ 4:50 pm | Reply

  5. આટલા મોટા ગજાના શાયર હોવા છતાં અમારા ‘ સર્જન સહીયારું’ – કવિતાની વર્કશોપ જેવા બ્લોગ પર તઝમીન બનાવવાના આમંત્રણને માન આપી નીચેની તઝમીન બનાવી હતી………..

    http://sarjansahiyaaru.wordpress.com/2006/12/21/sarjankriya18_tazmeen/#comment-351

    તઝમીન’ રચવાના નિમંત્રણ બદલ આભાર. ક્યારેય તઝમીનની રચના કરી નથી.આપના આગ્રહને વશ થઈ પ્રયત્ન કર્યો છે.
    - આદિલ મન્સૂરી

    હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે
    બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે
    ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે
    રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે
    ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં

    Comment by સુરેશ જાની — May 15, 2007 @ 11:08 pm | Reply

  6. [...] કવિ પરીચય [...]

    Pingback by ઈ-મેલમાં -આદિલ મન્સૂરી « ઊર્મિનો સાગર — May 17, 2007 @ 10:45 pm | Reply

  7. [...] in સર્જનક્રિયા. trackback આદરણીય શ્રી આદિલ મંસૂરીજીને એમનાં 71માં જન્મદિવસે [...]

    Pingback by 'મળે ન મળે' - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ... « સહિયારું સર્જન - પદ્ય — May 17, 2007 @ 11:04 pm | Reply

  8. [...] જીવનઝાંખી [...]

    Pingback by 18 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 18, 2007 @ 2:29 am | Reply

  9. [...] મહમ્મદ મન્સુરી ‘ આદીલ’ નો પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો   . જન્મ – 18 મે – 1936, [...]

    Pingback by વતનની ધુળથી માથું ભરી લઉં ..... « કાવ્ય સુર — May 18, 2007 @ 2:30 am | Reply

  10. [...] કવિ પરીચય  અને ‘મળે ન મળે’ – શ્રી આદિલજીને 71માં [...]

    Pingback by Bansinaad — May 18, 2007 @ 11:34 pm | Reply

  11. very interesting, but I don’t agree with you
    Idetrorce

    Comment by Idetrorce — December 16, 2007 @ 2:24 am | Reply

  12. તા. 6 – નવે મ્બર – 2008 ના રોજ આ ફાની દુનીયાને ત્યાગી આદિલજી જન્નતનશીન થયા છે.

    Comment by સુરેશ જાની — November 7, 2008 @ 8:16 am | Reply

  13. [...] તેમની જીવનઝાંખી વાંચો  [...]

    Pingback by ‘આદિલ’ની યાદમાં « કાવ્ય સુર — November 8, 2008 @ 3:15 pm | Reply

  14. ADILBHAI was a GREAT PERSON in the GUJARATI SAHITYA..he is no more with us but he will always remain in our memories. An ANLALI KAVYA is posted on my Site & ALL are invited to read at http://www.chandrapukar.wordpress.com See you there !

    Comment by DR. CHANDRAVADAN MISTRY — November 12, 2008 @ 10:50 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.