ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કિસન સોસા, Kisan Sosa


kisan-sosa.jpg

પ્રેરક અવતરણ
“દરેક દરિદ્ર માણસનું ફાટેલું પહેરણ એ મારો રાષ્ટ્રધ્વજ છે” – ચેગ્વારા

“અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.”

જોવ કોની વાટ આ માણસ વગરના મુલ્કમાં,
લ્યો સમેટી લો જાગરણ, ક્યારેય નૈ કોઇ મળે.
 ”

” રાધાની છાતી પર ઝૂકીને કોઇક વાર
રોયા હશે ઘનશ્યામ.
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી,
શ્યામળી જમનાનું નામ.”

” ઘડિયાળના
કાંટા, ઢાંકી દીધા છે
તરુ- ડાળીએ
ને ફૂલો નિહાળીએ ! ”  – એક તાન્કા

‘થોર પર બેઠેલું પતંગિયું’ – પોતાને માટે આપેલી ઉપમા

# તેમના કાવ્યોનો અગ્રેજીમાં અનુવાદ

____________________________________________________________________

સંપર્ક – પ્રણામી મંદિર પાસે, સૈયદપરા, સુરત – 395003

જન્મ

  • 4 એપ્રિલ, 1939, સુરત
  • મૂળ વતન – સથરા – સૌરાષ્ટ્ર

કુટુંબ

  • માતા – રતનબેન, પિતા – નાથુભાઈ
  • પત્ની – અમરબાઈ( લગ્ન –  1977 ) ; સંતાન – ચાર

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ (અને છતાં કોઠાસૂઝથી નીવડેલા કવિ!)

વ્યવસાય

  • સુરત નગરપાલિકામાં નોકરી

જીવનઝરમર

  • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – ત્રીજા વિશ્વયુદ્ધ પછી
  • પ્રતિષ્ઠિત માસિક “કુમાર”માં કૃતિ પ્રકાશિત થતાં આનંદની લાગણી
  • ‘સહરા’ તથા ‘એવા વળાંક પર;  કૃતિઓએ કવિને વિશેષ પ્રસિદ્ધિ અપાવી.
  • સંગીત, ચિત્રકળામાં રુચિ
  • પાઠપૂજા કે વિધિઓમાં આસ્થા નહીં. ઈશ્વર કે ગુરુ પર શ્રદ્ધા નહીં.
  • તેમની અમુક કૃતિના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.

મુખ્ય રચનાઓ    –   ગઝલ, અછાંદસ કાવ્યો, તાન્કા, બાળકાવ્યો વગેરેની રચનાઓ પાંચેક પુસ્તકો પ્રકાશિત.

  • કવિતા – સહરા, અવનિતનયા, સૂર્ય જેમ ડૂબી ગયું હાર્મોનિયમ

સન્માન

  • ત્રણ કાવ્યસંગ્રહોને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)

6 responses to “કિસન સોસા, Kisan Sosa

  1. Pingback: ક્યારેય નૈ કોઇ મળે - કીસન સોસા « કવીલોક

  2. K M Sherrif માર્ચ 20, 2010 પર 7:44 પી એમ(pm)

    Happy to see kishanbhai on the net. I translated some poems of his about ten years back (chello maanas, jeo, Jhad par etc.) which were collected in “Ekalavyas with Thumbs: Selections from Gujarati Dalit Literature”

  3. adhir amdavadi માર્ચ 24, 2013 પર 1:12 એ એમ (am)

    પ્રશ્ન ગોરંભાય છે ને વેદના ઘૂંટાય છે
    શહેરમાં નીકળું ને સિધ્ધાર્થ જેવું થાય છે

    કિસન સોસા

  4. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment