ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયંત પાઠક, Jayant Pathak


jayant_pathak.jpg” રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”

“જૂના પત્રો અહીં તહીં ચીરા ઊડતા જોઇ ર્ હેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે થોડું.. થોડું જ એ તો.”

# રચનાઓ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

___________________________

 નામ

જયંત હિમ્મતલાલ પાઠક

જન્મ

20-ઓક્ટોબર -1920, રાજગઢ (પંચમહાલ)

અવસાન

1- સપ્ટેમ્બર – 2003 , સુરત

કુટુમ્બ

  • માતા –  ?  , પિતા – હિમ્મતલાલ
  • પત્ની– ? , સંતાનો – ?

અભ્યાસ

  • એમ.એ., પી.એચ.ડી

વ્યવસાય

  • અધ્યાપન, પત્રકારત્વ

જીવન ઝરમર

સુરતમાં વસવાટ છતાં કવિતામાં ‘વગડાનો શ્વાસ’ ઘુંટાય છે. – સુરેશ દલાલ

રચનાઓ

વિવેચન- 9; જીવન વિકાસનાં પુસ્તકો- 9; કવિતા – 6 ; અનુવાદ – 3; આત્મકથા- 2; સંપાદન- 3

મુખ્ય રચનાઓ

  • કવિતા – મર્મર, સંકેત, શૂળી પર સેજ; ક્ષણોમાં જીવું છું – સમગ્ર કવિતા સંગ્રહ
  • આત્મકથા વનાંચલ, તરુરાગ
  • વિવેચન આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવચિત્રી
  • અનુવાદ ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ,ટેઇલ ઓફ ટુ સીટીઝ
  • સંપાદન કાવ્યકોડિયાં-3, ગુજરાતી ઊર્મિકાવ્યો

સન્માન

  • 1963 સોવિયેટ લેંડ નહેરુ એવોર્ડ
  • 1964-68 નર્મદ સુવર્ણચંદ્રક ‘વનાંચલ’ માટે; કુમાર ચંદ્રક
  • 1976 – રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1978 – કવિ ન્હાનાલાલ પારિતોષિક
  • 1989 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હી
  • મૃગયા માટે – ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.