ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રવિશંકર મહારાજ, ravishankar maharaj


rm25“ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે….. આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.”

“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” – વિનોબા ભાવે

” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” – ગાંધીજી

# સંકલ્પનું બળ    – મહારાજ

#  જીવન ઝાંખી  – 1 –     :     – 2 – 

# એક સરસ લેખ

મહારાજ ફેસબુક પર...

મહારાજ ફેસબુક પર…

_______________________

r_maharaj_11

નામ

રવિશંકર વ્યાસ

ઉપનામ

મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી    

જન્મ

25 – ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)

અવસાન

1 – જુલાઇ, 1984 , બોરસદ

કુટુમ્બ

 • પત્ની –  સૂરજબા

અભ્યાસ

પ્રાથમિક – છ ધોરણ

વ્યવસાય

આજીવન સમાજ સેવા

જીવન ઝરમર

સતત ચાલતા રહેલા સાચા સંત

 • નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
 • 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
 • 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
 • 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
 • 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
 • 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
 • 1942 – ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
 • જેલમાં ગામઠી ગીતા સમજાવતા
 • આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ
 • પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
 • 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
 • 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
 • આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
 • પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
 • 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
 • 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
 • 1975 – કટોકટીનો વિરોધ

રચનાઓ

મહારાજને લગતાં પુસ્તકો  –

 • મહારાજની વાતો
 • વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
 • માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

સન્માન

 • ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.

સાભાર

 • શ્રી. ગોવિંદ પટેલ, લોસ એન્જેલસ ( ફોટાઓ)

31 responses to “રવિશંકર મહારાજ, ravishankar maharaj

 1. Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 28, 2006 પર 2:46 એ એમ (am)

  I rember Maharaj as a child. He came to Ahmedabad MANY TIMES,
  OUR RAVISHANKER MAHARAJ WAS THE SECOND GANDHI OF GUJARAT.
  I WILL ALWAYS REMEMBER HIS SAY.”
  A PLATE OF BLADE OF GRASS WILL NOT LAST IN THE FORCE OF WIND BUT IF YOU MAKE A CORD OF MANY WILL TIE THE ELEPHANT.

 3. કલ્પેશ સપ્ટેમ્બર 29, 2006 પર 11:33 એ એમ (am)

  શ્રી રવિશંકર મહારાજની અવસાન તારીખમાં ભુલ સુધારી લેશોજી.
  ૧૦૮૪ ની બદલે ૧૯૮૪ હોઇ શકે.

  આભાર

 4. સુરેશ જાની સપ્ટેમ્બર 29, 2006 પર 2:22 પી એમ(pm)

  ચિવટથી વાંચવા માટે આભાર ! સુધારો કર્યો છે.

 5. Kiritkumar G. Bhakta નવેમ્બર 3, 2006 પર 3:57 પી એમ(pm)

  સુરેશભાઈ,
  દાદાના સાચા સમાજસુધારના કામ પાટણવાડિયાકોમ માટેની હતી,
  હું તમને પુરક માહિતી મોકલીશ.આ સંતને સાદર પ્રણામ.

 6. Pingback: સ્વાગત « ગદ્યસુર

 7. rafiquepathan ઓગસ્ટ 10, 2010 પર 12:10 એ એમ (am)

  mare emna vise detail vanchavi che mane gaid karasoji..

 8. Pingback: છાંયડો – એક અવલોકન « ગદ્યસુર

 9. Pingback: છાંયડો – એક અવલોકન | | GujaratiLinks.comGujaratiLinks.com

 10. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. vishal baldha મે 2, 2013 પર 1:48 એ એમ (am)

  Thks for giving gud information about Ravishankar Maharaj.
  He was the real hero of gujarat and many other.

 12. darshana મે 2, 2013 પર 11:03 પી એમ(pm)

  recently read an article about pujya RAVISHANKAR MAHARAJ………….jst want to say “temne koti koti vandan”…………jai jai garvi gujarat………….

 13. Pannaben(Padma) Arunbhai Upadhyay મે 6, 2013 પર 3:41 પી એમ(pm)

  Hi died in Borsad , not Baroda -Panna (padma)Arun Upadhyay his grand daughter.

 14. પરાર્થે સમર્પણ મે 7, 2013 પર 12:50 એ એમ (am)

  આદરણીય વડીલ શ્રી સુરેશકાકા,

  પુજ્ય રવિશંકર દાદાનો જન્મ માતર તાલુકાના રઢુ ગામે થયેલો

  પણ એમનું વતન મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ

  એમના પુત્ર બોરસદ તાલુકાના બોચાસણ રેલ્વે સ્ટેશન પાસે આવેલ

  વલ્લ્ભ વિધ્યાલય બોચાસણ કે જે ગુજરાત વિધ્યાપીઠ્ની શાખા છે ત્યા

  ડોકટર હતા તેમની સાથે રહેતા હતા . વિધ્યાલયમાં શિક્ષક્ની તાલીમ

  લેવા ગયેલ ત્યારે રુબરુ દશન લહાવો મળેલ જ્યારે બિમાર થયા ત્યારે

  બોચાસણથીબોરસદ લઇ જવામાં આવેલા તે સમયે ગુજરાત સરકારે ગોટાળો

  સરજી રજા જાહેર કરેલ.

  આવો સેવા સાદગી ને સમર્પણનો જોટો ક્યારેય નહિ જડૅ.

  આવા મહાપુરુષને શત શત વંદન

 15. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 16. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

 17. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

 18. Pingback: રવિશંકર મહારાજ, ભાગ -૧ | EVidyalay

 19. Pingback: રવિશંકર મહારાજ, ભાગ – ૨ | EVidyalay

 20. Pingback: રવિશંકર મહારાજ, ભાગ – 3 | EVidyalay

 21. Narendra R. Shukla જાન્યુઆરી 31, 2015 પર 11:39 એ એમ (am)

  पूज्य श्री रविशंकर महाराज अंगे शक्य तमाम माहिती फेसबुक पर रजु करवानो नम्र प्रयास :

  https://www.facebook.com/pages/Ravishankar-Maharaj/112938435478619

 22. Kano16121998 ફેબ્રુવારી 20, 2017 પર 7:57 એ એમ (am)

  Proud of Ravishankar Maharaj …. That’s a great Indian Gujrati freedom fighter of Gujrat .

 23. Dhirenbhai Raval. એપ્રિલ 25, 2017 પર 7:26 એ એમ (am)

  Bhaee shree. Govindbhaie bahuj Sara’s rite sanxipt. Ma maharaj voishe vaat kari and Sara’s fotao aapya.

 24. Kantilal Parmar ફેબ્રુવારી 9, 2018 પર 7:07 એ એમ (am)

  અત્યારે શ્રી રવિશંકર મહારાજની નાની પુસ્તિકા વાંચું છું તો થયું હવે તો બધું કમ્પ્યુટર પર ઉપલબ્ધ છે અને આપે એમની સાઈટ આપી છે હવે વાંચીશ. આભાર. કાંતિલાલ પરમાર – હીચીન.

 25. sportsuvichar ફેબ્રુવારી 3, 2023 પર 9:59 પી એમ(pm)

  જેના હસ્તે ગુજરાત રાજયની સ્થાપના થઇ હતી એવા વીર સપુત મુઠી ઉચેરા માનવી રવિશંકર મહારાજ
  વિશે ખૂબ સુંદર માહિતી આપી છે. આભાર

 26. shivani patel ફેબ્રુવારી 25, 2023 પર 4:18 એ એમ (am)

  રવિશંકર મહારાજે
  કરુણામય પ્રેમથી ચોર-ડાકુ, બહારવટિયા, ખૂની ને દારૂડિયાઓના અંતરના ઊંડાણમાં પડેલી સદભાવનાઓને જગાડી એમનામાં માનવતાના દીવડા પ્રગટાવ્યા હતા. આવા મહાપુરુષને કોટી કોટી વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: