“ ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!”
# “નિરૂદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ – મલિન વેશે. ”
# આપણા ઘડવૈયા બાંધવ આપણે
# આપણ ખેતરિયે મંગલ : ફાગણ આવ્યો ફાંકડો
# તને જોઇ જોઇ : વૈશાખ લાલ : રચનાઓ
# સાંભળો જયતુ જયતુ પૂણ્ય ભારત !
# ટુંક પરિચય : – 1 – : – 2 – : – 3 – : સમાચારમાં
________________________________
નામ
રાજેન્દ્ર કેશવલાલ શાહ
જન્મ
જાન્યુઆરી – 28, 1913 ; કપડવંજ (જિ. ખેડા)
અવસાન
જાન્યુઆરી – 2 , 2010 ; કપડવંજ
કુટુમ્બ
- માતા – ; પિતા – કેશવલાલ શાહ
અભ્યાસ
- બી.એ. ( મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા )
વ્યવસાય
- અમદાવાદમાં કરીયાણાની અને પછી કોલસાની દુકાનમાં વેપાર
- મુંબાઇમાં પહેલાં લાકડાના વેપારીને ત્યાં નોકરી
- મુંબાઇમાં પ્રેસ અને – ‘કવિલોક’ દ્વિમાસિકનું પ્રકાશન
જીવન ઝરમર
- 2 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન
- વડોદરામાં ભણતરની સાથે બંગાળી ભાષા પાડોશી પાસેથી શીખ્યા
- 1930 – મેટ્રિકનું ભણતર અધુરું મુકી દાંડી કૂચમાં જોડાયા
- 1945 – અમદાવાદની કરિયાણાની દુકાન છોડી મુંબઇ ગયા
- મુંબાઇમાં લાકડાના વેપારીને ત્યાં કામ કરતાં ઘણો સમય થાણાના જંગલોમાં વિતાવ્યો , આ સમયમાં તેઓ પ્રકૃતિની ઘણી નજીક આવ્યા
- 1951 – મુંબાઇમાં પ્રિંટિગ પ્રેસની શરૂઆત
- તેમના પ્રેસમાં રવિવારે મળતી કાવ્ય સભાએ ઘણા કવિઓને ઉત્તેજન આપ્યું છે.
- 1969 – ગંભીર માંદગીમાં પટકાયા બાદ છ મહીના પથારીવશ રહ્યા.
- 1971 – પ્રિંટિગ પ્રેસમાં આગ લાગતાં કામકાજ પુત્રને સોંપી કપડવંજ પરત આવ્યા
- 1993- ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ
- શેષ જીવન કપડવંજ માં અધ્યાત્મ અને સાહિત્ય સેવામાં
- તેમની ઘણી કવિતાઓ જાણીતા સંગીતકારો દ્વારા લયબધ્ધ થયેલી છે.
- તેમની રચનાઓમાં રવીન્દ્રનાથની ઘણી અસર છે. કવિતાના બધા પ્રકારોમાં પ્રદાન
મુખ્ય રચનાઓ – 20 થી વધારે
- કવિતા – ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ, ચિત્રણા, ક્ષણ જે ચિરંતન, વિષાદને સાદ, મધ્યમા, ઉદ્ ગીતિ, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, પંચપર્વા, કિંજલ્કિની, વિભાવન
- અનુવાદ – બાળક – રવીન્દ્રનાથ ટાગોર, ગીત ગોવિન્દ – જયદેવ , Rhyme of Ancient Mariner – Coleridge, Divine Comedy – Dante
- સંકલિત કવિતા – સમગ્ર કવિતા ; નિરૂદ્દેશે – જયંત પાઠક દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ
સન્માન
- 1947 – કુમાર ચન્દ્રક
- 1964 – સાહિત્ય એકેડેમી એવોર્ડ
- 1973 – નર્મદ ચન્દ્રક
- 1985 – ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર
- 1993– ગુજરાત સાહિત્ય પરિષદનો એવોર્ડ
- 1994 – નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ
- 2001 – જ્ઞાનપીઠ – દિલ્હી એવોર્ડ મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર
Like this:
Like Loading...
Related
શ્રી રાજેન્દ્રભાઈ શાહનું પ્રચલિત અમર ગીત: Filed under: kavilok / કવિલોક, ગુજરાતી કવિતા (Gujarati Kavita) — Dilip Patel @ 4:48 am Edit This
રાજેન્દ્ર શાહ
(જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિશ્રી)
આપણા દુ:ખનું કેટલું જોર ?
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર !… ભાઈ રે..
ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર… ભાઈ રે..
જલભરી દ્રગ સાગર પખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર…ભાઈ રે..
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર…ભાઈ રે..
શ્રી રાજેન્દ્ર શાહ ના સદગુરુ શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી, તેમની પાસેથી તેઓની કલમ માંગી લીધી અને અદ્ભૂત રચનાઓ રચતા ગયા !
Pingback: 28 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Namaste,
Hu ek 11th ni vadodara ni alembic vidyalaya ni vidhyarthini chu.
Tamara vishe vachine ane atli badhi information melvi ne mane khub j aanand thayo che, maru man kharekhar khub j prafullit thai uthyu tamara aa sundar ane saras-majana kavyo vachi ne.
Gujarati sahitya ne zalahaltu rakhnar e kavi ne hun koti koti vandan karu chu.
Bhagvan tamne sada khush rakhe ane vidya tamne valgi rahe tevi mari prarthna che.
Jai Jai Garvi Gujarat.
Pingback: 28 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pujya Rajendrabhai
I am Jatin Trivedi from Canada at present but born in Kapadwanj,getting proud to see the photos and achievements you have got.
My address at kapadwanj is Nilkanth mahadev.
I am relative of Mr. Ghanshyam trivedi of your age who expired in 1992.
May god bless you a long healthi life and inspirations to do such globle creations.
Thanks
Yours
Jatin
તેમને લગતો વીડીઓ જુઓ –
http://garvo-gujarati.blogspot.com/2008/06/blog-post_06.html
rajendraji vise janvani khub echha hati. aje amna vise aatli mahiti vachine khub anand thayo. prastut sahitya mara ane mara students mate khubj upyogi thase.
sir, Namskar,
kavi shiree,Rajendra shah vishe no tamano
prakruti prem mara dil ne sprshi jay chhe.
Rajesh
Shri Rajukaka, Fagun Avyo Re … Kavya khub sundar che….Ravish Ghandhi ( nadiad )
જ્ઞાનપીઠ એવાર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ નું નિધન.
કવિશ્રી રાજેન્દ્ર શાહ નું ૯૭ વર્ષે નિધન થાઉં છે ,જેમની ખોટ સાહિત્ય સમાજ માટે પૂરી થઇ સકે તેમ નથી.
એક સરસ ભાવવાહી ગીત.
http://webmehfil.com/?p=2751
i want project of my son in std-7
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર…ભાઈ રે apna dukh nu ketlu jor . . .!!
363
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
sir rajendra shah ji ne gyanpith award kai kruti mate prapt thayel chhe.