ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નિરુપમા શેઠ, Nirupama Sheth


પ્રેરક વાક્ય
nirupama_sheth.jpg“God cannot be everywhere, so he created Mother.”

તેમની એક વાર્તાનો લાક્ષણિક અંત
ગેટ ઉપર એક યુવાન ઊભો હતો, ટાઈ, સૂટ પહેરીને.
‘યસ, તમારે કોને મળવું છે ?’
‘મને… અહીં મુલાકાતીઓના સમયની ખબર નથી…. પણ મારે હેડમિસ્ટ્રેસને મળવું છે.’
‘જી, હું હેડમિસ્ટ્રેસ છું, તમારે શું કામ છે ?’
‘મને કે. જી. કલાસમાં ઍડમિશન મેળવવા માહિતી જોઈએ છે. – મારી દીકરી માટે. આઈ હૅવ જસ્ટ કમ ફ્રોમ સ્ટેટ્સ (હું હાલમાં જ અમેરિકાથી આવ્યો છું.) અમેરિકાથી આવ્યે થોડા જ દિવસ થયા.’
‘તમે તમારું નામ ન કહ્યું ?’
‘જી ? વિશેષ વર્મા…. ડૉ. વિશેષ વર્મા.’
આ સત્ય જીરવવા પ્રયત્ન કરતા હતા બે બિંદુ – એક સંકોચાતું, બીજુ ધૂંઆપૂંઆ થતું.

# તેમની વાર્તાઓ – 1 – : – 2 –

# સાંભળો : ટહુકો પર એમના ગીતો

# વેબ સાઇટ : સંગીત ભવન ટ્રસ્ટ

__________________________________________

જન્મ

  • 14 – જુલાઇ, 1933 ; ગોંડલ

કુટુમ્બ

  • માતા – અનસુયા જોષી ; પિતા – પુરુષોત્તમ જોષી
  • પતિ – અજિત શેઠ – જાણીતા સંગીતકાર અને ગાયક (લગ્ન : 1957, મુંબઇ)
  • પુત્ર – અભિજીત; પુત્રી – ફાલ્ગુની – ( સંગીતકાર રજત ધોળકિયાનાં પત્ની અને દિલિપ ધોળકિયાના પુત્રવધુ )

અભ્યાસ

  • બી.એ. – સાયકોલોજી (વિલ્સન કોલેજ, મુંબઇ)

જીવનઝરમર

  • 5 વર્ષની ઉંમરથી સંગીતક્ષેત્રના સફરની શરૂઆત
  • નાનપણથી જ વિવિધ સંગીતના કાર્યક્રમોમાં ભાગ લઇ ઇનામો મેળવ્યા
  • અભ્યાસ દરમ્યાન સંગીતક્ષેત્રે રાજ્યકક્ષાએ ગોંડલનું પ્રતિનિધીત્વ
  • ઉચ્ચ અભ્યાસ દરમ્યાન ‘‘Nightingale of Wilson’ તરીકે ઓળખાતા
  • ટુંક સમયમાં અવિનાશ વ્યાસ, અજિત મર્ચંટ, દિલિપ ધોળકિયા, ભાનુભાઇ ઠાકર, નીનુ મઝુમદાર જેવા સંગીત નિર્દેશકો સાથે કામ કરતા થયા
  • રેડિયો અને ટેલિવિઝન પર સંગીત અને મુલાકાતના અસંખ્ય કાર્યક્રમો
  • રેડિયો પર ગાયેલું ‘ગિરિધારી ગગન’ – શ્રી અજિત શેઠ સાથે ગાયેલું પ્રથમ ગીત, જ્યાંથી એમના પરિચય વધ્યો અને પ્રણયમાં પરિણમ્યો.
  • લગભગ એક દાયકા સુધી ‘ભારતીય વિદ્યા ભવન’ની મુંબઇ શાખાના સેક્રેટરી
  • શ્રી અજિત શેઠ સાથે ગુજરાતી સંગીતક્ષેત્રે અમુલ્ય પ્રદાન
    • ભારતીય વિદ્યા ભવન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન – જેવા કે ‘આ માસના ગીતો’ જયાં ભારતભરથી આવેલા કલાકારો એક જ મંચ પર ભેગા થતા.
    • ગુજરાત અને સૌરાષ્ટ્રમા ગુજરાતીના પ્રસાર અર્થે ઘણા પ્રવાસો કર્યા
    • બંગાળી ગાયક શ્રી પંકજ મલિકની પ્રેરણાથી ગુજરાતના નામી કવિઓની કૃતિઓ કેસેટ્સ, રેડીયો, ટી.વી., રંગમંચ જેવા વિવિધ માધ્યમો દ્રારા લોકો સુધીપહોંચડવા અભુતપૂર્વ કામગીરી
  • ભારતની પ્રથમ સંગીત-ધારાવાહિક શ્રેણી – અમૃતા – નું નિર્માણ.

રચનાઓ

  • વાર્તા – ‘નારી’, ‘મુક્તિ’ – નવલિકા સંગ્રહો
  • સંશોધન/ વિવેચન – ‘Tagore in Hindi Films’ ( In English )
  • અનુવાદ

લાક્ષણિકતાઓ

સન્માન

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

5 responses to “નિરુપમા શેઠ, Nirupama Sheth

  1. shivshiva મે 28, 2007 પર 3:00 એ એમ (am)

    ખૂબ સરસ માહિતી આપી.

  2. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: