ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રવીન્દ્ર પારેખ, Ravindra Parekh


ravindra-parekh.jpg 

પ્રેરક અવતરણ:
ન કહેવાયેલું દુ:ખ ભાગ્યે જ હોય છે.

______________________________________________________________________

સંપર્ક      –      હળદિયા શેરી, સગરામપુરા, સુરત 395 002

જન્મ

  • 21 – નવેમ્બર, 1946; કલવાડા (જિ. વલસાડ)

કુટુંબ

  • માતા – અંબાબેન; પિતા – મગનલાલ
  • પત્ની – પુષ્પા એસ. કાવટકર, ( લગ્ન – 1972); સંતાન – એક પુત્રી, બે પુત્રો

અભ્યાસ

  • બી.એસ.સી. , એલ.એલ.બી.
  • બી.એ. , એમ.એ. ગુજરાતી (પ્રથમ વર્ગમાં પ્રથમ)

વ્યવસાય

  • યુનિયન બેંક ઓફ ઈંડિયામાં નોકરી

જીવનઝરમર

  • ત્રણ ભાષા ઉપરાંત મરાઠી અને ઉર્દૂની પણ જાણકારી.
  • ત્રણેક હજાર પુસ્તકોનું અંગત પુસ્તકાલય
  • સંગીતમાં રુચિ.
  • જ્યોતિષ, ક્રિકેટ, ફિલ્મ, નાટકનો શોખ.
  • આકાશવાણી પર સાહિત્ય વિષયક કાર્યક્રમો/મુલાકાતો.
  • રવીન્દ્રભાઈના ફિલ્મો અને વાર્તાલેખનના શોખથી આક્રોશિત પિતાએ તેમની અઢીસો જેટલી વાર્તાઓ ફાડી નાખેલી!
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ “સ્વપ્ન કે સત્ય” ભૂતકથા
  • રહસ્યકથા-નવલકથા “જળદુર્ગ”માં સ્ત્રી-પુરુષના સંબંધોની ગૂંથણી અને આંતરમનને સ્પર્શતા ભાવોનું સુંદર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

મુખ્ય રચનાઓ 

  • નવલકથા – અતિક્રમ, જળદુર્ગ
  • વાર્તાસંગ્રહ – સ્વપ્નવટો
  • ઉપરાંત એકાંકીસંગ્રહ, ઉર્દુ વાર્તાઓ, મરાઠી નાટકો વગેરેના અનુવાદો

સન્માન

  • સ્વપ્નવટોને ઉમાશંકર જોશી પારિતોષિક
  • ગુજરાત અકાદમીનું પારિતોષિક
  • ઉપરાંત અન્ય ઘણા પુરસ્કારો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)