ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દયારામ, Dayaram


dayaram_1.jpgશ્યામ રંગ સમીપે ન જાવું મારે….”

હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે! “

“ઓ  વ્રજનારી  !  શા  માટે   તું   અમને  આળ  ચડાવે ?

# રચનાઓ :   –  1 –  :   –  2  –   :     –  3   –          ____________________________

જન્મ

 • ૧૮ ઓગસ્ટ ૧૭૭૭માં વડોદરા જિલ્લાના ચાંદોદ ગામ

અવસાન

 • ૨૮ ફેબ્રુઆરી ૧૮૫૨ (કેટલાકના મતે ૯ ફેબ્રુઆરી ૧૮૫૨ માઘ વદ ૫, સંવત ૧૯૦૮)

કુટુંબ

 • પિતા – પ્રભુરામ કે પ્રભાશંકર
 • માતા – રાજકોર

જીવન ઝરમર

 • પંદર વર્ષની ઉંમરે માતાપિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ ડભોઇ જઇને રહ્યાં
 • તેઓ આજીવન અવિવાહિત હતાં.
 • કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે.
 • ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે.
 • તેઓ શરીરે દેખાવડા હતાં અને ગળાની મીઠાસ પણ અદભૂત હતી.
 • તેઓ સારું ગાઇ શકતા અને સિતાર પણ વગાડતાં.
 • તેમના શિષ્યોમાં છોડભાઇ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઇ, ત્રિકમદાસ અમીન, વસંતરામભાઇ, લલ્લુભાઇ કાયસ્થ આદીહતાં. તેમને સ્ત્રીમંડળ પણ હતું તેમાં રતનબાઇ સોની મુખ્ય શિષ્યા હતી.
 • બુંદીકોટાના દ્વારકેશના મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમજિ મહારાજ તેમના કવિતા ગુરૂ હતાં.
 • તેઓ જન્મે વૈષ્ણવધર્મી હતાં. પાછળથી મરજાદી થયાં. અંતે કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો, ત્યારથી તેઓ કૃષ્ણભક્ત થયાં.
 • તેમણે બાર વર્ષ સુધી વિવિધ વ્યાધી ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમને ત્રણ ભગંદર, તાવ, પરમિયો, સારણગાંઠ, અંતર્ગળ, મૂત્ર-કચ્છનો રોગ હતા.
 • કવિ નર્મદના મતે તેમણે ૧૩૫ ગ્રંથો રચ્યા છે. તેમણે રચેલા ગ્રંથો તેમના શિષ્ય ઘેલાભાઇએ બંધાવી લીધા હતાં. તે ડભોઇમાં હોવાની શક્યતા છે.
 • તેમણે સમગ્ર ભારતની ત્રણ વાર પરિક્રમા કરી છે. આથી તેઓ વિવિધ ભાષાથી પરિચિત છે.
 • તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ, મારવાડી વગેરે ભાષામાં રચના કરી છે.
 • ‘પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અંક ૭’ મુજબ તેમણે નીચે મુજબના પદો રચ્યા છે.
ગુજરાતીમાં – ૭૦૦૦
હિન્દીમાં      – ૧૨૦૦૦
મરાઠીમાં    –      ૨૦૦
પંજાબીમાં  –       ૪૦
સંસ્કૃતમાં   –       ૧૫
ઉર્દુમાં        –      ૭૫
મારવાડિમાં-          ૭
 • આ ઉપરાંત તેમણે સવાલાખ જેટલા પદો રચ્યા છે.
 • ક.મા.મુનશીએ કહ્યું હતું કે “દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.”

રચનાઓ  ( નોંધ (હિ) હિન્દીમાં રચનાઓ સૂચવે છે.)

 • અકળલીલા, અકળચરિત્ર ચંદ્રિકા(હિ), અજામીલ આખ્યાન, અનન્ય ચંદ્રિકા (હિ), અનન્યાશ્રય, અનુભવમંજરી (હિ), અન્યાયમર્દન, અપરાધ ક્ષમાસ્તોત્ર. અષ્ટપટરાણી વિવાહ, આશરવાદ, ઇશ્વરતાપ્રતિપાદિક (હિ), ઇશ્વર નિરીક્ષણ, એકાગ્રતા, ઓખાહરણ, કમળલીલા, કાત્યાયીનો ગરબો, કાશીવિશ્વેશ્વરનિ લાવણી, કાળજ્ઞાનુસાર, કુંવરબાઇનું મોસાળું, કૂટકાવ્યાદિના નમૂના, કૃષ્ણઅષ્ટોત્તરશતનામ,કૃષ્ણઅષ્ટોત્તરશતનામ ચિંતામણિ, કૃષ્ણઉપવીત, કૃષ્ણક્રીડા, કૃષ્ણજન્મખંડ, કૃષ્ણના ધ્યાનનું ધોળ, કૃષ્ણનામ ચિંતામણિ, ક્રુષ્ણયજ્ઞોત્તરશતનામ, ક્રુષ્ણસ્તુતિ, કૌતકરત્નાવલિ (હિ), કલેશકોઠાર (હિ), ક્ષમાપરાધષોડશી, ગધેડાની ગાય ન થાય, ગરબી તથા પદ, ગુરુનો ઉપદેશ, ગુરુપૂર્વાધ (હિ), ચાતુરચિત વિલાસ (હિ), ચાતુરીનો ગરબો, ચિત્તશુદ્ધિ, ચિંતાચૂર્ણિકા, ચિંતામણિ, ચિંતામણિ (હિ), ચેતવણી, ચોવિસ અવતારનું ધ્યેય, ચોરાશી વૈષ્ણવ, દશમ અનુક્રમણિકા (હિ), દશમલીલા અનુક્રમણિકા, દાણચાતુરી, દીનતા સ્વરૂપ, દ્રષ્ટકૂટ, દીનતા-આશ્રય-વિનતિના પદ, દ્રષ્ટાંતિક દોહરા, દ્વિલીલામૃત સ્વરૂપનો ગરબો, નાગ્નજીતી વિવાહ, નામપ્રભાવબત્રિસી, નિતિભક્તિ ધોળ, નીતિવૈરાગ્ય (હિન્દી અને મરાઠી), નરસિંહ મહેતાનિ હૂંડી, પત્રલીલા, કવિત, પંદર તિથિ (ભાગ ૧ અને ૨), પરીક્ષાપ્રદીપ, પારણું, પિંગળસાર, પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ, પૃષ્ટિભક્તરૂપમલિકા (હિ), પુષ્ટિપથ રહસ્ય, પુષ્ટિપથ સારમણિદામ (હિ), પ્રબંધ, પ્રબોધબાવની, પ્રમેયપંચાવ તથા સ્વાંતઃકરણ સમાધાન, પ્રશ્નોત્તર માલિકા, પ્રસ્તાવચંદ્રિકા (હિ), પ્રસ્તવિકપિયુષ (હિ), પ્રેમપરિક્ષા, પ્રેમપ્રશંસા, પ્રેમમંજરી, પ્રેમરસગીતા, બહુશિષ્ય ઉત્તરાર્ધ (હિ), બાનાધારી અંતરનિષ્ટ સંવા નાટક, બાર માસ, બાળલીલા (ભાગ ૧ અને ૨), બૃજવિલાસામૃત, ભ્રાહ્મણભક્તવિવાદ નાટક, ભક્તવેલ, ભક્તિ (હિન્દી અને ગુજરાતી), ભક્તિ દ્રઢત્વ, ભક્તિપોષણ, ભક્તિવિધાન, ભગવત ઇચ્છોત્કર્વતા (હિ), માયામતખંડન (હિ), મીંરાચરિત્ર, મુરલીલીલા (પંજાબી), મુર્ખલક્ષણાવલિ (હિ), મોહનીસ્વરૂપ, મોહમર્દન, યમુનાજીની સ્તુતિ, રસિકરંજન, રસિકવલ્લભ, રસિયાજીના મહિના, રાધા અષ્ટોતરશતનામ, રાધાજીનો વિવાહખેલ, રાધિકાનીનાં વખાણ, રાધિકાજીનું સ્વપ્નું, રાધિકા પોતાની માતાને કહે છે, રાધિકા વિરહના દ્વાદશ માસ, રાસપંચાધ્યાયી, રાસલીલા, રુક્મિણીવિવાહ, રુક્મિણીસીમંત, રુક્મિણીહરણ, રૂપલીલા, વલ્લભ અષ્ટેત્તરશતનામ,  વલ્લભનો પરિવાર, વસ્તુવૃંદદીપિકા (હિ), વહાલાજીના મહિના, વિજ્ઞપ્તીવિલાસ (હિ), વિઠ્ઠલઅષ્ટોત્તરશતનામ, વિનયબત્રીસી, વિશ્વાસાગ્રતગ્રંથ, વિશ્વાસામૃત (હિ), વૃત્રાસુરાખ્યાન, વ્રૂંદાવનવિલાસ (હિ), વ્રજભક્ત અષ્ટોત્તરશતનામહીરાવલિ, વ્રજમહિમા, વ્રજવાસિનિનો ગરબો, વ્રેહવિલાસ, શિક્ષા, શુદ્દાદ્વૈતપ્રતિપાદન (હિ), શૃંગાર (હિ), શ્રીકૃષ્ણનામ ચંદ્રકળા(હિ), શ્રીકૃષ્ણનામચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણનામ મહામત્ય (હિ), શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમંજરી, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમાધુરી, શ્રીકૃષ્ણનામ રત્નમલિકા (હિ), શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમાર્તંડ (હિ), શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણસ્તવન મંજરી, શ્રીકૃષ્ણનામામય્તધારા, શ્રીકૃષ્ણનામામૃતધ્વનુલઘુ (હિ), શ્રીકૃષ્ણનામાવલિ, શ્રી ગુરુદેવચંદ્રિકા કે ગુરુપ્રભાવ ચંદ્રિકા, શ્રીનાથજીનું વર્ણન, શ્રી પુરુષોત્તમ પંચાંગ, શ્રીભાગવત અનુક્રમણિકા (હિ), શ્રી ભાગવત મહામત્મ્ય, શ્રીશેષશાઇનું ધોળ, શ્રીહરિભક્તચંદ્રિકા,  શ્રીહરીભક્તા, શ્રીહરિસ્વપ્નસત્યયા (હિ), ષડઋતુ વર્ણન, ષડરિપુ સંશયછેદક (હિ), સતસૈયા (હિ), સત્યભામાવિવાહ, સંતતિવિરાગ, સપ્રદાયસાર, સાત વાર સારાવલિ, સિદ્વાંતસાર (હિ), સ્તવનપીયૂષ (હિ), સ્તવનમાધુરી, સ્વરૂપતારતમ્ય, સ્વભ્યાપારપ્રભાવ (હિ), હનુમાનગરૂડસંવાદ, હરિદાસ મણિમાળ (હિ), હરિનામમાળા, હરિનામવેલિ, હરિભક્તરત્નમાળા, હરિસ્વપ્નસત્યતા, હીરાવલી.
 • ગુજરાત માટે ગર્વની વાત એ છે કે ઉપર્યુક્ત સઘળી રચનાઓ પ્રાપ્ય છે.
સાભાર
 • ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
 • પ્રાચિન કવિઓ અને તેમની ક્રુતિઓ  ઃ સં. રમણિક દેસાઇ
 • ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તક


Advertisements

10 responses to “દયારામ, Dayaram

 1. manvant ઓગસ્ટ 28, 2006 પર 12:08 એ એમ (am)

  શોભા સલુણા શ્યામની તું જો ને સખિ !
  શોભા સલુણા શ્યામની !વાહ રસકવિ !!

 2. કમલેશ ઝાપડિયા ફેબ્રુવારી 8, 2012 પર 8:32 પી એમ(pm)

  આ લેખની અભ્‍યાસક્રમ પર લિંક મુકી છે.

 3. Radhika જૂન 4, 2012 પર 5:12 એ એમ (am)

  where can we find the above works of sant dayaram?

 4. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: