ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વીરચંદ રાઘવજી ગાંધી, Virchand Raghavji Gandhi


  • “May peace rule the universe…..May peace rule in the houses of friends and may peace rule in the houses of enemies.”

એક લેખ 

– ‘ ગાંધી બિફોર ગાંધી’ – ગુજરાતી નાટક

વિકીપિડિયા ઉપર 

————

જન્મ

  • ૨૫,ઓગસ્ટ- ૧૮૬૪, મહુવા ( જિ. ભાવનગર)

અવસાન

  • ૭, ઓગસ્ટ- ૧૯૦૧,

કુટુમ્બ

  • માતા – માનબા; પિતા – રાઘવજી
  • પત્ની – જીવીબેન( લગ્ન – ૧૮૭૯); પુત્ર  – મોહનદાસ

અભ્યાસ

  • ૧૮૮૦ – મેટ્રિક ( આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગર)
  • ૧૮૮૪ – બી.એ. (ઓનર્સ) – મુંબાઈની એલ્ફિન્સ્ટન કોલેજ
  • ૧૮૯૫ – બાર એટ લો (લન્ડન)

 વ્યવસાય

  • ૧૯૮૫-૮૬ – લિટલ, સ્મિથ, ફ્રાયર અને નિકોલ્સનની સોલિસિટરની પેઢીમાં અર્ટિકલ ક્લાર્ક તરીકે નોકરી
  • ત્યાર બાદ વકીલાત અને જાહેર જીવન

વિદેશ પ્રવાસ

  • ૧૮૯૩– વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ( અમેરિકાની ધરતી પર પગ મુકનાર પહેલા ગુજરાતી)
  • ૧૮૯૫ – ઈન્ગ્લેન્ડ
  • ૧૮૯૬ – પત્ની સાથે અમેરિકાની બીજી મુલાકાત. એ મુલાકાત દરમિયાન, સબળ પ્રચારથી  ભારતમાં દુષ્કાળ માટે દાનો મેળવ્યાં હતા.
  • ૧૮૯૮ – શેત્રુંજય તીર્થના કામ અંગે ઈન્ગ્લેન્ડની મુલાકાત

This slideshow requires JavaScript.

એમના વિશે વિશેષ

  • જન્મ અગાઉ તેમના પિતાને સ્વપ્ન આવ્યું હતું જેમાં દેવી પદ્માવતીએ કહ્યું હતું કે, ‘જન્મનાર બાળક નરકેસરી નીવડશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવશે. ઘરમાંથી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિ ઘરમાંથી દટાયેલી મળશે.’ ખોદકામ કરતાં એ મૂર્તિ મળી આવી હતી.
  • ગ્રેજ્યુએટ થવાની સાથે ૧૪ ભાષાઓ જાણતા થયા હતા; અને વિશ્વના ધર્મો , ભારતીય અર્થશાસ્ત્ર અને વ્યાપારમાં પારંગત થયા હતા.
  • મુંબાઈમાં નોકરી દરમિયાન ગાંધીજી ભારતના કાયદાઓનું જ્ઞાન મેળવવા તેમનું માર્ગદર્શન લેતા હતા. ( આની માહિતી ગાંધીજીની આત્મકથામાં પણ છે.)
  • ૧૮૮૬– શેત્રુંજય તિર્થના યાત્રિકો પરનો સરકારી વેરો નાબૂદ કરાવવામાં સફળતા
  • બંગાળમાં આવેલા સમેતશિખર તિર્થધામની નજીક બંધાયેલ કતલખાનાને બંધ કરાવવા માટે કોર્ટમાં સફળ રજુઆત. આ માટે બંગાળી ભાષા થોડાક જ વખતમાં શીખી, જૂના દસ્તાવેજો કોર્ટમાં અસરકારક રીતે રજૂ કર્યા હતા.
  • મુનિશ્રી. આત્માનંદજીએ તેમને શિકાગોની પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આમંત્ર્યા અને છ મહિના સુધી જૈન ધર્મ વિશે તાલીમ આપી.
  • ૧૮૯૩– શિકાગો પરિષદમાં સ્વામી વિવેકાનંદ અને ધર્મપાલ સાથે ભારતના ધર્મો , તત્વજ્ઞાન અને સંસ્કૃતિની સબળ રજૂઆત. એ મુલાકાત માટે શાકાહારી ખોરાક માટે સાથે ગુજરાતી રસોઈયો લઈ ગયા હતા.
  • ૧૮૯૩ – ન્યુયોર્કમાં વિશ્વની સ્થાવર મિલ્કત ( રિયલ એસ્ટેટ) અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ગ્રેસમાં રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.
  • ૧૮૯૩- ૯૫ – અમેરિકામાં  અનેક જગ્યાઓએ જૈન, હિન્દુ અને બૌદ્ધ ઘર્મો અંગે વ્યાખ્યાનો.
  • અમેરિકા અને યુરોપમાં આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતનું અર્થશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ, યોગ, ધ્યામ, હિપ્નોટિઝમ, શાકાહારીપણું, વિશ્વના ધર્મો, વિ. અનેક વિષયો પર ૫૩૫ ભાષણો આપ્યા હતા; અને ઘણા ચન્દ્રકો મેળવ્યા હતા.
  • ૧૮૯૫ – ભારત પાછા આવી અનેક વ્યાખ્યાનો આપ્યા, અને ‘ હેમચન્દ્રાચાર્ય ક્લાસ’ ની સ્થાપના કરી.
  • ૧૮૯૬ – ભારતીય રાષ્ત્રીય કોન્ગ્રેસમાં મુંબાઈનું પ્રતિનિધિત્વ
  • ૧૮૯૬ – માર્ક ટ્વેનની મુંબાઈની મુલાકાત દરમિયાન સાથે રહ્યા.
  • ૧૮૯૬ – સ્ત્રીઓ માટેની શિક્ષણ સંસ્થાની સ્થાપના. ( જેની સહાયથી અનેક મહિલાઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઈ શકી હતી.)
  • ૧૮૯૮ – થોડાક સમય માટે ભારત પાછા આવ્યા; જે દરમિયાન ન્યાયાધીશ મહાદેવ ગોવિન્દ રામડેએ એમનું  બહુમાન કર્યું હતું.
  • પરદેશથી પાછા આવ્યા બાદ, અમુક રૂઢીચુસ્ત જૈન સંસ્થાઓએ પરદેશ જવા માટે  એમનો પૂર્ણ બહિષ્કાર કર્યો હતો.
  • ૧૯૦૧–  અચાનક તેમના ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે ગંભીર બીમારીમાં પટકાયા અને બહુ થોડા વખતમાં જ અવસાન પામ્યા.

રચનાઓ

  • ગુજરાતી
    • રડવા કૂટવાની હાનિકારક ચાલ ( પુસ્તિકા)
    • સવીર્ય ધ્યાન (૧૯૦૨) – આચાર્ય શ્રી. શુભચન્દ્રદેવની કૃતિનો અનુવાદ.
  • અંગ્રેજી
    • Jaina Philosophy(1907)
    • Karma Philosophy(1913)
    • Yoga Philosophy (1912)Speeches and Writings of Virchand R. Gandhi,Collected by Bhagu.F.Karbhari,Publisher-ShriAgamodaya Samiti Bombay.
    • The Unknown Life of Jesus Christ(1894) Translated in english from French from an ancient manuscript. This book was published while he was in Chicago.
    • The Systems of Indian Philosophy(1970)
    • Speeches and Writings of Shri Virchand R. Gandhi, Editor – Dr. K. K. Dixit,Publisher – Shri Mahavir Jain Vidyalaya Bombay
    • Savirya-Dhyan first published 1902 Gujarati second edition (24+134)
    • 1989 Gujarati Author- Acharya Shri Shubhachandradev
    • Translator – Shri Virchand R. Gandhi Commentary – Anandnandan Lalan Complied – Shri Pannalal R. ShahPublisher – The Jain Association of India Bombay
    • Selected speeches of V. R. Gandhi(1964)- Publisher – Vallabh Smarak Nidhi, Bombay 

સાભાર

  • ચન્દ્રેશ ધીરજ ગાંધી – વીરચંદ ગાંધીના પ્રપૌત્ર
  • પન્કજ હિન્ગરા( જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના સભ્ય)

——————————————

Virchand Gandhi Patriotic Speech in Defense of Indian Culture and Hinduism as follows:

“ Before proceeding with my address, I wish to make few observations. This platform is not a place for mutual recriminations, and I am heartily sorry that from time to time the most un-Christian spirit is allowed freely here, but I know how to take these recriminations at their proper value. I am glad that no one has dared to attack the religion I represent. It is well that they should not. But every attack has been directed to the abuses existing in our society. And I repeat now what I repeat every day, that these abuses are not from religion, but in spate of religion, as in every other country.”

“Some men in their ambition, think that they are Pauls, and what they think they believe. These new Pauls go to vent their platitudes upon India. They go to India to convert the heathens in a mass, but when they find their dreams melting away, as dreams always do, they return and pass a whole life in abusing the Hindus. Abuses are not arguments against any religions, nor self-adulation, the proof of the truth of one’s own. For such I have greatest pity.

“If the present abuses in India have been produced by the Hindu religion, the same religion had the strength of producing a society which made the Greek historian say: ‘No Hindu was ever known to tell an untruth, no Hindu woman ever known to be unchaste”.  And ever in the present day where is there a more chaste woman or a milder man than in India? The Oriental bubbles may be pricked, but the very hysterical shocks sent forth from this platform from time to time show to the world that sometimes bubbles may be heavier than the bloated balloons of vanity and self-conceit.”

“It has become an article of faith with most of the orthodox Christians that the Hindus are liars. All sorts of abuses are heaped on the people of India from the Himalaya to Ceylon, and, without exception all these calumnies proceed either from the missionaries or the English officers. We accord them their rights as we do even to the tiniest animalcule the right to live and be happy in their own way, if they let us alone, but when we find that these little creatures are annoying us, we have to brush them aside. The statements of these missionaries made about the Hindus, their religions and life, are never an admirable illustration of their methods and zeal. When I first came to know in this country, from missionary sources that in India women threw their babies into the Ganges and that people threw themselves under the car of  Juggernaut , I doubted whether in the blackest and most intolerant days of the Christian Church, any villainous priest ever invented more bare-faced falsehoods or malicious slanders like these. “

——————–

     In the World Religious Parliament, he re-presented or corrected the false and perverse impression of India as being the land of maharajahs, tigers and cobras. He narrated an incident from King Akbar’s life and praised him for respecting all other religions.

 

13 responses to “વીરચંદ રાઘવજી ગાંધી, Virchand Raghavji Gandhi

  1. Vinay Mehta ઓગસ્ટ 13, 2012 પર 3:41 એ એમ (am)

    અમે ગુજરાતી નુઝીલેન્દ ના એક અનોખો સંગીત નો કાર્યક્રમ કરવા જી રહ્યા છે. જે કોઈ ને અ સંગીત ના કાર્યક્રમ live જોવા માં રસ હોઈ તો અમે તે ને તેલીકાસ્ત કરવાન છે. *www rricon.net Time is 6.30 pm NZ Time.* *Programme will be for 3 hour.* *Pl. watch this programme live and support all gujratis in new zealand.[image: Inline image 1] *

  2. Fakirchand J. Dalal ઓગસ્ટ 16, 2012 પર 11:48 એ એમ (am)

    Excellent Efforts. Taking Lead in this is Praise-worthy. While Others Keep Talking, you have decided to ACT. We Need Positive Activity, Not the Rituals and Living in the Past. Life Stories of Such Selfless Scholar, will Promote Real Jain Philosophy based on Science, NOT the Make-Believe Stories of The Past. “JAI AHINSA”

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

  3. Ramesh Patel ઓગસ્ટ 24, 2012 પર 4:01 પી એમ(pm)

    ધન્ય છે ગુર્જર ધરા ને દૂર્ંદેશી સપૂતો..સુંદર અહેવાલ અને દેશ અને સંસ્કૃતિનું
    ગૌરવ. આપની આ સેવા ધૂપસળી જેવી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. Jain ઓગસ્ટ 30, 2012 પર 2:17 એ એમ (am)

    Sahebji,

    Your selfless contribution in creating awareness about this Gujju legend / Indian Legend is admired utmost.

    Keep sharing.

  5. facebook covers સપ્ટેમ્બર 28, 2012 પર 12:35 એ એમ (am)

    hi,
    provoking piece of writing. Beautiful thinkg use in article is well.

  6. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. hirals નવેમ્બર 20, 2013 પર 1:40 પી એમ(pm)

    તમારા આ અદ્ભુત કાર્ય માટે આપણી સાહિત્ય અકાદમી તરફથી કોઇ પુરસ્કાર કેમ નંઇ?
    મને ખરેખર નવાઇ લાગે છે. ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ અંતર્ગત આપનું ગુજરાતી સમાજને અમુલ્ય યોગદાન છે.
    આપના આ કાર્યને બુક તરીકે પબ્લીશ કરવા આગ્રહભરી વિનંતી.

  9. Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Vinaychand ઓગસ્ટ 6, 2021 પર 11:56 પી એમ(pm)

    Commutree app માં એમના વારસ દારો ની વિગત છે. ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

Leave a reply to Jain જવાબ રદ કરો