ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નીતિન વડગામા


nitin_vadgama.JPG” જીવતું એ ઝાડ પણ સાપેક્ષ છે.

ને તુટેલી ડાળ પણ સાપેક્ષ છે.”

– ‘ અચરજ’  

# સાંજ ઢળતી જાય છે

__________________________

જન્મ                     10 ડિસેમ્બર, 1958 ; રવાપર ગામ, રાજકોટ જિલ્લો 
 
કુટુંબ                     પિતા – રવજીભાઇ

અભ્યાસ                1982 – એમ.એ., સૌરાષ્ટ યુનિ. માં  પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇને બ્રોકર ગોલ્ડમેડલ ; 1987 – પી.એચ.ડી. – ‘સ્વાતંત્ર્યોત્તર કવિતામાં કલ્પન’ વિષય પર

વ્યવસાય              1982 – 1990 – દ્વારકા, કેશોદ અને ઊનાની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ;  1990 – સૌરાષ્ટ યુનિ. ના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં રીડર  અને સિનિયર પ્રોફેસર

જીવન ઝરમર         પચીસેક વર્ષથી કાવ્યસર્જન અને સાહિત્યવિવેચન, રહેઠાણ – રાજકોટ 

મુખ્ય રચનાઓ        કાવ્યસંગ્રહ – અચરજ ; કોઇ કહેતું નથી ; વિવેચન – કલ્પન, વિભાવના અને વિનિયોગ , કાવ્યચર્ચા ; સંપાદન -‘ફૂલછાબ’ દૈનિકની રવિવારીય પૂર્તિમાં, ‘મધુશાલા’ નામે ગઝલ – આસ્વાદની કટાર અને  ‘સાહિત્યસુષ્ટિ’ વિભાગ; અન્ય – સંશોધન,  સંપાદન, વિવેચનનાં વીસેક જેટલાં પુસ્તકો ; વિવિધ સાહિત્યિક સામયિકોમાં કાવ્યો અને અભ્યાસલેખો 

સન્માન                  ‘ઉમાશંકરની ગીતકવિતા’ વિષયક સંશોધનલેખને હરિૐ આશ્રમ પ્રેરિત ભાઇકાકા ઇન્ટર યુનિવર્સિટીનો 1989ના વર્ષનો શ્રેષ્ઠ સંશોધન એવૉર્ડ.   વિવેચનગ્રંથોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો

સાભાર                    ગઝલ ગુર્જરી. કોમ