ગુજરાતી સારસ્વત પરિચય

October 23, 2006

મકરન્દ દવે

makrand_dave_1.jpg” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”  

અમે રે સૂકું રૂનું પૂમડું

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી

# ધૂળિયે મારગ     :   # રચનાઓ  

ટૂંક પરિચય -1 –   :   - 2 -

નામ

મકરન્દ વજેશંકર દવે

ઉપનામ

સાંઇ કવિ  

જન્મ

13- નવેમ્બર ,1922 ; ગોંડલ

અવસાન

31 – જાન્યુઆરી , 2005, નન્દીગ્રામ

કુટુમ્બ

પત્ની – ઈષા કુંદનિકા ;

અભ્યાસ

ઇન્ટર આર્ટસ, રાજકોટ;  સ્વશિક્ષણ

વ્યવસાય

પત્રકાર, લેખન   

  makarand_dave.jpg  -  યુવાન વયે

જીવન ઝરમર

  • સાત જ વર્ષની ઉમ્મરે આંતરિક જાગૃતિ
  • દસ વર્ષ ની ઉમ્મરથી કાવ્યલેખનની  શરૂઆત
  • 1942 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ
  • ગઝલ સમ્રાટ ’ઘાયલ’ ના   પરમ મિત્ર – તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક ‘ છીપનો ચહેરો ગઝલ’ લખ્યું
  • 1989 થી 1999 માં ઘણી વાર વિદેશ યાત્રા
  • નંદીગ્રામ – વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજ સેવા

કૃતિઓ

  • કવિતા - તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
  • નવલકથા - માટીનો મહેકતો સાદ
  • ચિંતન - યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે 
  • બાળ સાહિત્ય - ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઇ, તાઇકો
  • ગીતનાટિકા - શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
  • ચરિત્ર -  યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ, 
  • સંપાદન - સત કેરી વાણી, ભજન રસ

સન્માન

  • 1979 – રણજિતરામ સુવર્ણચંદ્રક
  • નરસિંહ મહેતા એવોર્ડ, મેઘાણી એવોર્ડ, શ્રી. અરવિંદ એવોર્ડ , ગુજરાત ગૌરવ એવોર્ડ

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો , રમેશ શુક્લ : પ્રવિણ પ્રકાશન.

9 Comments »

  1. [...] -  જીવનઝાંખી [...]

    Pingback by 13- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — November 13, 2006 @ 2:34 am | Reply

  2. [...] # મકરંદ દવે# મધુ રાય [...]

    Pingback by અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય — November 15, 2006 @ 4:52 am | Reply

  3. એક ગઝલ
    http://vishwadeep.wordpress.com/2007/02/21/hu-pan-jaanu-tu-pan-jaane/

    Comment by સુરેશ જાની — February 21, 2007 @ 4:46 am | Reply

  4. [...] શ્રી મકરંદ દવેની જીવન ઝાંખી માટે નિમ્ન URL પર કલીક કરો . http://sureshbjani.wordpress.com/2006/10/23/makrand_dave/ [...]

    Pingback by ભીનું છલ_ મકરન્દ દવે « — July 30, 2007 @ 6:17 pm | Reply

  5. તેમને લગતો વીડીયો જુઓ-
    http://garvo-gujarati.blogspot.com/2008/05/blog-post_25.html

    Comment by સુરેશ જાની — June 6, 2008 @ 2:30 am | Reply

  6. એક બહુ જ સરસ ગઝલ -
    http://bazmewafa.wordpress.com/2008/06/12/kyangotyn_makranddav/

    Comment by સુરેશ જાની — June 12, 2008 @ 2:40 pm | Reply

  7. શ્રી. ગોપાલ પારેખના ઈમેલમાંથી -
    —————————-
    અમે રે સૂકું રૂનું પૂમડું,
    તમે અત્તર રંગીલા રસદાર;
    તરબોળી દ્યોને તારેતારને,
    વીંધો અમને વ્હાલા, આરંપાર;
    આવો, રે આવો હો જીવણ આમના.
    અમે રે સૂના ઘરનું જાળિયું,
    તમે તાતા તેજના અવતાર;
    ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
    ભરો લખ લખ અદીઠા અંબાર:
    આવો, રે આવો હો જીવણ, આમના.
    અમે રે ઉધઇ- ખાધું ઇંધણું,
    તમે ધગધગ ધૂણીના અંગાર;
    પડે પડ પ્રજાળો વ્હાલા, વેગથી,
    આપો અમને અગનના શણગાર:
    આવો,રે આવો હો જીવણ, આમના.

    —————————
    માધવ વળતા આજ્યો હો !
    એકવાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !
    રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષ ટંકાર,
    મોરપિચ્છ ધરી જમના કાંઠે વેણુ વાજ્યો હો !
    અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સહેશું,
    માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !
    રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે
    જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !

    Comment by Suresh Jani — September 11, 2008 @ 12:40 am | Reply

  8. We all have proud for such great dignity.
    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh Patel — September 12, 2008 @ 11:56 am | Reply

  9. makarand dave a potani kavyasadhana dvara gujarati kavitana visheshman sufi rangno umero karyo….a rang teoa matra odhelo j nathi,pan anubhav sidhh hoy tevi pratiti karave chhe…….

    Comment by bhagirath lashkari — April 4, 2009 @ 8:29 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.