ગુજરાતી સારસ્વત પરિચય

November 5, 2006

રાજેન્દ્ર શાહ

Filed under: અનુવાદક, કવિ — Jayshree @ 2:15 am

rajendra_shah_pic.JPG“ ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!”

#  “નિરૂદ્દેશે
      સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
       પાંશુ – મલિન વેશે. “

#  આપણા ઘડવૈયા બાંધવ આપણે

# આપણ ખેતરિયે મંગલ     :       ફાગણ આવ્યો ફાંકડો

# તને જોઇ જોઇ  :    વૈશાખ લાલ :    રચનાઓ

#  સાંભળો   જયતુ જયતુ પૂણ્ય ભારત ! 

#  ટુંક પરિચય  :      – 1 –      :     – 2 –    :    સમાચારમાં

________________________________

નામ

 રાજેન્દ્ર કેશવલાલ શાહ

જન્મ

જાન્યુઆરી - 28, 1913 ; કપડવંજ (જિ. ખેડા)

કુટુમ્બ

  • માતા – ; પિતા –  કેશવલાલ શાહ

અભ્યાસ

  • બી.એ.  ( મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા )

વ્યવસાય

  • અમદાવાદમાં કરીયાણાની અને પછી કોલસાની દુકાનમાં વેપાર
  • મુંબાઇમાં પહેલાં લાકડાના વેપારીને ત્યાં નોકરી
  • મુંબાઇમાં પ્રેસ અને – ‘કવિલોક’  દ્વિમાસિકનું પ્રકાશન   

જીવન ઝરમર

  • 2 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન
  • વડોદરામાં ભણતરની સાથે બંગાળી ભાષા પાડોશી પાસેથી શીખ્યા
  • 1930 – મેટ્રિકનું ભણતર અધુરું મુકી દાંડી કૂચમાં જોડાયા
  • 1945 - અમદાવાદની કરિયાણાની દુકાન છોડી મુંબઇ ગયા
  • મુંબાઇમાં લાકડાના વેપારીને ત્યાં કામ કરતાં ઘણો સમય થાણાના જંગલોમાં વિતાવ્યો , આ સમયમાં તેઓ પ્રકૃતિની ઘણી નજીક આવ્યા
  • 1951 – મુંબાઇમાં પ્રિંટિગ પ્રેસની શરૂઆત
  • તેમના પ્રેસમાં રવિવારે મળતી કાવ્ય સભાએ ઘણા કવિઓને ઉત્તેજન આપ્યું છે.  
  • 1969 – ગંભીર માંદગીમાં પટકાયા બાદ છ મહીના પથારીવશ રહ્યા.
  • 1971 – પ્રિંટિગ પ્રેસમાં આગ લાગતાં કામકાજ પુત્રને સોંપી કપડવંજ પરત આવ્યા
  • 1993- ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ
  • શેષ જીવન કપડવંજ માં અધ્યાત્મ અને સાહિત્ય સેવામાં
  • તેમની ઘણી કવિતાઓ જાણીતા સંગીતકારો દ્વારા લયબધ્ધ થયેલી છે.  
  • તેમની રચનાઓમાં રવીન્દ્રનાથની ઘણી અસર છે. કવિતાના બધા પ્રકારોમાં પ્રદાન

મુખ્ય રચનાઓ     - 20 થી વધારે

  • કવિતા – ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ, ચિત્રણા, ક્ષણ જે ચિરંતન, વિષાદને સાદ, મધ્યમા, ઉદ્ ગીતિ, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, પંચપર્વા, કિંજલ્કિની, વિભાવન
  • અનુવાદ – બાળક – રવીન્દ્રનાથ ટાગોર, ગીત ગોવિન્દ – જયદેવ , Rhyme of Ancient Mariner – Coleridge, Divine Comedy – Dante
  • સંકલિત કવિતા -  સમગ્ર કવિતા ; નિરૂદ્દેશે – જયંત પાઠક દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ

સન્માન

  • 1947 – કુમાર ચન્દ્રક
  • 1964 – સાહિત્ય એકેડેમી એવોર્ડ
  • 1973 – નર્મદ ચન્દ્રક
  • 1985 - ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર
  • 1993-  ગુજરાત સાહિત્ય પરિષદનો એવોર્ડ
  • 1994 - નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ
  • 2001  - જ્ઞાનપીઠ – દિલ્હી એવોર્ડ મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર  

9 Comments »

  1. શ્રી રાજેન્દ્રભાઈ શાહનું પ્રચલિત અમર ગીત: Filed under: kavilok / કવિલોક, ગુજરાતી કવિતા (Gujarati Kavita) — Dilip Patel @ 4:48 am Edit This
    રાજેન્દ્ર શાહ

    (જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિશ્રી)

    આપણા દુ:ખનું કેટલું જોર ?

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

    નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર !… ભાઈ રે..

    ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,

    આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;

    સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર… ભાઈ રે..

    જલભરી દ્રગ સાગર પખે, હસતી કમળફૂલ,

    કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;

    નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર…ભાઈ રે..

    આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;

    આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરધાર;

    આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર…ભાઈ રે..

    Comment by Dilip Patel — November 10, 2006 @ 5:11 am | Reply

  2. [...] જીવનઝાંખી [...]

    Pingback by 28 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — January 28, 2007 @ 7:26 am | Reply

  3. Namaste,
    Hu ek 11th ni vadodara ni alembic vidyalaya ni vidhyarthini chu.
    Tamara vishe vachine ane atli badhi information melvi ne mane khub j aanand thayo che, maru man kharekhar khub j prafullit thai uthyu tamara aa sundar ane saras-majana kavyo vachi ne.
    Gujarati sahitya ne zalahaltu rakhnar e kavi ne hun koti koti vandan karu chu.
    Bhagvan tamne sada khush rakhe ane vidya tamne valgi rahe tevi mari prarthna che.
    Jai Jai Garvi Gujarat.

    Comment by Tarjani Jadhav — December 6, 2007 @ 10:00 am | Reply

  4. [...] જીવનઝાંખી [...]

    Pingback by 28 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 28, 2008 @ 2:26 am | Reply

  5. Pujya Rajendrabhai

    I am Jatin Trivedi from Canada at present but born in Kapadwanj,getting proud to see the photos and achievements you have got.

    My address at kapadwanj is Nilkanth mahadev.

    I am relative of Mr. Ghanshyam trivedi of your age who expired in 1992.

    May god bless you a long healthi life and inspirations to do such globle creations.

    Thanks

    Yours

    Jatin

    Comment by Jatin Trivedi — February 10, 2008 @ 12:16 pm | Reply

  6. તેમને લગતો વીડીઓ જુઓ -
    http://garvo-gujarati.blogspot.com/2008/06/blog-post_06.html

    Comment by સુરેશ જાની — June 6, 2008 @ 2:29 am | Reply

  7. rajendraji vise janvani khub echha hati. aje amna vise aatli mahiti vachine khub anand thayo. prastut sahitya mara ane mara students mate khubj upyogi thase.

    Comment by bhaveshmehta — March 16, 2009 @ 12:00 pm | Reply

  8. sir, Namskar,

    kavi shiree,Rajendra shah vishe no tamano
    prakruti prem mara dil ne sprshi jay chhe.

    Rajesh

    Comment by Rajesh.h.hajuri — May 27, 2009 @ 2:22 am | Reply

  9. Shri Rajukaka, Fagun Avyo Re … Kavya khub sundar che….Ravish Ghandhi ( nadiad )

    Comment by Ravish Ghandhi — October 24, 2009 @ 2:25 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.