ગુજરાતી સારસ્વત પરિચય

March 10, 2007

સરોદ, Sarod

Filed under: કવિ — સુરેશ @ 9:35 pm

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી.
“  

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે
.”

 ” અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા
.

” ન ફાવ્યું તો ગયાં કરમાઇ પુષ્પો પાનખર આવ્યે:
ખરી શકતા નથી કંટક, – એ દુખિયારાએ ક્યાં જાવું? “

” કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી. “

” આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ,
આમ આઘેની ટેકરીના ગુલમોરની ખૂલે આંખ.”  

#   રચના 

__________________________________________

નામ

  • મનુભાઇ ત્રિભુવનદાસ ત્રિવેદી

ઉપનામ

  • સરોદ ( ગીત) , ગાફિલ ( ગઝલો)  

જન્મ

  • 27 – જુલાઇ, 1914 ; માણાવદર

અવસાન

  • 9 – એલ્રિલ , 1972 ; અમદાવાદ

અભ્યાસ

  • માધ્યમિક - રાજકોટ
  • એલ.એલ.બી.  - જૂનાગઢ

વ્યવસાય

  • વકીલાત , ન્યાયાધીશ

જીવનઝરમર

  • વિવિધ સ્થાનોએ ન્યાયાધીશ તરીકે રહ્યા બાદ અમદાવદમાં સ્થાયી થયા
  • ભજન  અને ગઝલ બન્નેમાં રચનાઓ આપી છે.

મુખ્ય રચનાઓ

  • કાવ્ય  – રામરસ, સુરતા, બંદગી ( ગઝલો )

લાક્ષણિકતા

  • આધ્યાત્મિકતા અને સંવેદનશીલતાના રસાયણ  વાળી શૈલી
  • સરસતા અને ગહનતાની સાથે સાદગીનો આકર્ષક સુમેળ

સાભાર

  • ગુર્જર કાવ્ય વૈભવ, અમૃતપર્વ યોજના

3 Comments »

  1. [...] સરોદ - મનુભાઇ [...]

    Pingback by અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય — March 10, 2007 @ 9:43 pm | Reply

  2. [...] – સરોદ ( મનુભાઇ ત્રિવેદી )  :   કવિ પરિચય [...]

    Pingback by અવગતની એંધાણી « કવિલોક / Kavilok — March 10, 2007 @ 10:08 pm | Reply

  3. Dear Sir,

    Shri Manubhai Trivedi was my grandfather and I am really grateful to you for your work. I am willing to help you in any way I can..

    Thanks,
    Dhaval Trivedi

    Comment by Dhaval Trivedi — August 12, 2007 @ 1:33 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.