ગુજરાતી સારસ્વત પરિચય

August 14, 2008

આસિમ રાંદેરી, Asim Randeri

Filed under: ઇતિહાસકાર, કવિ — સુરેશ @ 6:00 pm

હાલ જીવંત સૌથી વૃધ્ધ ગુજરાતી શાયર

- આજે તેમની 104મી વર્ષગાંઠે બ્લોગ જગત તરફથી હાર્દિક શુભેચ્છા.

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

 
મારી એ કલ્પના હતી એ વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.” ……   સાંભળો અને માણો 

તેમના પોતાના જીવન વિશે એક લેખ ‘આદિલ મન્સુરી’ની વેબ સાઈટ ‘ગઝલ ગુર્જરી’ ના એક અંકમાં આપેલો છે.

___________________________________________________________

નામ

  • સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઇમામ

ઉપનામ

  • આસિમ

જન્મ

  • 15 ઓગસ્ટ- 1904 ; રાંદેર- સુરત જિ.

અભ્યાસ

  • મેટ્રિક

વ્યવસાય

  • 1928-32 ઈસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેઈલી મેઈલ’ના તંત્રીવિભાગમાં
  • 1932થી – મુંબાઈમાં સ્વિડિશ મેચ કમ્પનીની શાખા વલ્કન ટ્રેડિંગ કમ્પનીમાં સેલ્સમેન.

જીવનઝાંખી

  • મેટ્રિક બાદ પિતાનું અરબસ્તાનમાં અવસાન થતાં પરદેશગમન
  • 1950 – ‘લીલા’ માસિકની સ્થાપના
  • 1965 – નિવૃત્ત
  • 1965-71 કોલમ્બો, આફ્રિકા, અરબસ્તાન, માડાગાસ્કર, મોરેશિયસ વિ. દેશોમાં પ્રવાસ અને ત્યાંની ભારતીય સંસ્થાઓ અને ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી/ ઉર્દૂ શાયરીની રજૂઆત
  • 1973 – યુ.કે., કેનેડા, અમેરિકાનો પ્રવાસ
  • હાલ અમેરિકામાં કેલીફોર્નિયામાં નિવાસ

રચનાઓ

  • કાવ્ય – લીલા( સળંગ પ્રણયકથા જેવી વિશેષ રજૂઆત). શણગાર
  • ઈતિહાસ – નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઈતીહાસ ( 800 વર્ષ પહેલાં અરબસ્તાનથી રાંદેર આવેલા ‘નાયત’ અરબોની તવારીખ)

સાભાર

  •  ગુજરાતી સાહિત્ય કોશ, ભાગ -2

15 Comments »

  1. આદરણીય શાયર,
    જનાબ આસિમ રાંદેરીસાહેબને એમના ૧૦૪ મા જન્મદિવસની અસીમ શુભેચ્છાઓ,અને
    ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમણે કરેલાં અનન્ય પ્રદાનબદલ કોટિ-કોટિ પ્રણામ.
    ઈશ્વર એમને હજૂપણ દીર્ઘ અને સ્વસ્થ ઉમ્ર પ્રદાન કરે-એવી પ્રાર્થના…

    Comment by ડો.મહેશ રાવલ — August 14, 2008 @ 11:35 pm | Reply

  2. mubarak – janmdinana – haju vadhare jivo !

    Comment by Mukund Desai "MADAD": — August 15, 2008 @ 1:19 am | Reply

  3. Silence is golden pan je bolay tena bor vechae.
    Salgirah mubarak

    Comment by saifuddin Bandukwala — August 15, 2008 @ 3:42 am | Reply

  4. “આસીમ”ને વળી આયુની સીમા હોતી હશે?
    “લીલા”ના શાયરની લીલા કમ હોતી હશે?
    આપણે આવશું અને જાશું, આ ચોક્કસ છે.
    ને “આસીમ” આપણને કાયમ જોતા રહેશે.

    Comment by Shah Pravinchandra K — August 15, 2008 @ 7:18 am | Reply

  5. આદરણીય આસિમસાહેબને
    ૧૦૪મા જન્મદિવસની શુભેચ્છાઓ,
    અને
    પ્રણામ.
    ઈશ્વર તેમને આવી જ સ્વસ્થતા ઉમ્રભર રાખે એવી પ્રાર્થના…

    Comment by pragnaju — August 15, 2008 @ 8:21 am | Reply

  6. Asim saheb Ne Janam Divas Mubarak ane Aap Jiyo Hazaro sal sal sal ke din ho pachas hazar!

    Comment by yusuf Kundawala — August 15, 2008 @ 5:19 pm | Reply

  7. જન્મદિન મુબારક અને હ્રદયપ્રૂર્વકના વંદન. ખરે જ આપે જીવી જાણ્યું ! આપની આયુ સાથે તંદુરસ્તીની પ્રાર્થના. સુરેશભાઈના બ્લોગ પર જોડણીની પરવા નથી કરવી પડતી એટલે સહેલાઈથી જાહેરમાં શુભેચ્છા મોકલી શકવાનો આનંદ છે.

    Comment by અક્ષયપાત્ર — August 16, 2008 @ 6:16 pm | Reply

  8. kharekhar asim sir ek mahan gazalkar 6e, hu amni kankotri gazal pasad diwano 6u,asha rakhu su ke asim sir haje vadhare gazalo lakhe

    Comment by bhaskar — September 26, 2008 @ 4:43 am | Reply

  9. hes my grandfather

    Comment by Zain Subedar — December 7, 2008 @ 11:10 pm | Reply

  10. motaram` piyare abba` salgirah mubarak aap ka betareen`muktak`jo muzebhi bahoot pasand hai “zakal samu jivan aa bhalee vishva baag ma foolo mahi nivash ghadi beghadi to chee `asim` randeri aap ka batija `shafee` subedar `riyaz` randeri ka sallm

    Comment by shafee ahmed subedar — December 26, 2008 @ 10:40 am | Reply

  11. motaram` piyare abba` salgirah mubarak aap ka betareen`muktak`jo muzebhi bahoot pasand hai “zakal samu jivan aa bhalee vishva baag ma foolo mahi nivash ghadi beghadi to chee `asim` randeri aap ka batija `shafee` subedar `riyaz` randeri ka sallam

    Comment by shafee ahmed subedar — December 26, 2008 @ 10:47 am | Reply

  12. ઘણી બધી રચનાઓ અને સરસ પરીચય –
    http://bazmewafa.wordpress.com/2009/02/06/asimranderisrachna_wafa/

    Comment by Suresh Jani — February 6, 2009 @ 9:01 pm | Reply

  13. અવસાન
    5 ફેબ્રુઆરી – 2009 , રાંદેર

    Comment by Suresh Jani — February 6, 2009 @ 9:03 pm | Reply

  14. લીલા આસિમની આ દુનીયામાઁ પુરી થઈ માનશો નહી!

    આસિમ તો અસિમ શ્રધા સાથે ખુદા પાસે છે – જન્નતનશીન.

    રાજેન્દ્ર ત્રિવેદી

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    Comment by dhavalrajgeera — February 8, 2009 @ 6:28 pm | Reply

  15. [...]  [Original Source: ગુજરાતી સારસ્વત પરિચય ] [...]

    Pingback by Asim Randeri ( આસિમ રાંદેરી ) - Poet Introduction (કવિ પરિચય ) — February 11, 2009 @ 8:11 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.