ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રેમાનન્દ, Premanand


premanand.JPG“પછી શામળીયોજી બોલીયા, તને સાંભરે રે ! ” 

“દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.”

“મારો બાળસ્નેહી સુદામો રે,હું દુખિયાનો વિસામો રે;
ઊઠી ધાયા જાદવરાય રે,નવ પહેર્યાં મોજાં પાય રે.”

# રચના ઃ ૧ ઃ

___________________________ 

નામ

પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય)

જન્મ

 આશરે ૧૬૩૬ (સંવત ૧૬૯૨)માં વડોદરા ખાતે

અવસાન

આશરે ૧૭૩૪ (સંવત ૧૭૯૦)

કુટુંબ

પિતા- કૃષ્ણરામ જયદેવ ભટ્ટ

પત્ની – હરકોરબાઇ

પુત્ર – જીવણરામ અને વલ્લભ ભટ્ટ

જીવનઝરમર

  • કવિ નર્મદે કરેલા સંશોધન મુજબ પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ, વેદ ઋગ્વેદ, શાખા માધ્યંદિની, ગોત્ર ઓચ્છવસ, માતૃકા (કૂળદેવી) કાત્યાયની અને અવટંક ઉપાધ્યાય હતી.
  • તેમની માતાનું નાનપણમાં અવસાન થયું હતું. આથી તેમના માસીને ત્યાં તેમનો ઉછેર થયો હતો.
  • તેઓ પંદર વર્ષ સુધી અભણ રહ્યાં હતાં. ત્યારબાદ પાટણના સાધુ રામચરણ હરિહરે તેમને કાવ્યપ્રસાદી આપી હતી.
  • બીજી માન્યતા મુજબ પોતાની માસીને ત્યાં રહેતા પ્રેમાનંદે બે દિવસના ઉપવાસી સિદ્ધને જમવાનું આપી તેમની ક્ષૃધા મીટાવી હતી. આથી સિદ્ધે તેમની જીભ પર કાંઇ લખ્યું. આથી તેમનામા કાવ્યશક્તિ આવી. (નર્મગદ્ય મુજબ)
  • ત્રીજી માન્યતા મુજબ પ્રેમાનંદે બહુચરાજીના દેરાં ખાતે આવેલા એક સિદ્ધની ખુબ જ સેવા કરી. આથી એ સિદ્ધે પ્રસન્ન થઇ તેમને વહેલા આવવા જણાવ્યું. પરંતુ કોઇ કારણસર પ્રેમાનંદ મોડા પડ્યાં. આથી સિદ્ધે કહ્યું કે ‘વહેલા આવ્યો હોત તો સંસરુતનો મોટો કવિ થાત, પણ હવે તું પ્રાકૃતમાં કાવ્ય કરી શકીશ.’
  • જોકે બધા વિદ્વાનો ઉપર્યુક્ત માન્યતાને નકારે છે.
  • પ્રેમાનંદને કોઇ પુરાણી સાથે પુરાણ વાંચવા વિશે ઝઘડો થયો. અને આથી તેમણે ભાગવતનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું.
  • તેમને ગુજરાતી ભાષા અંગે અતિ માન હતું. આથી એમણે પ્રતિજ્ઞા કરી હતી કે ‘જ્યાં સુધી સર્વે ભાષાઓના જેવી ગુજરાતી ભાષા કવિતારૂપી અલંકારો વડે શણગારાય નહીં, ત્યાં સુધી મારે પાઘડી ન પહેરવી.’ આ પ્રતિજ્ઞા તેમણે આજીવન પાળી. પ્રેમાનંદના બધા ચિત્રો પાઘડી વગરના જ હોય છે. પણ કેટલાક વિદ્વાનો આને ફક્ત દંતકથા ગણી નકારે છે.
  • પ્રેમાનંદે કેટલાક નાટકો પણ રચ્યા કહેવાય છે. પણ તે બાબતે વિદ્વાનો એકમત નથી.
  • લોકકથામાં કવિ પ્રેમાનંદ અને શામળ ભટ્ટ વચ્ચેના ઝઘડાની ઘણી વાત છે. પણ વિદ્વાનોના મતે શામળ ભટ્ટનો જીવનકાળ પ્રેમાનંદના બાદનો છે. આથી તેઓ સમકાલીન નથી. આથી તેમની વચ્ચે ઝઘડો થવાની સંભાવના નથી.
  • બ.ક. ઠાકોરના શબ્દોમાં કહીયે તો, ” ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું.”
  • વડોદરાના મહમદવાડીમાં ‘પ્રેમાનંદ કવિના ઘર તથા કૂવો’ છે. એ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની પોળ’ એમ કરવામાં આવ્યું છે.
રચનાઓ
  • ઓખાહરણ, દાણલીલા, નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, મદાલસાઆખ્યાન, વામન ચરિત્ર કે વામનકથા, વિવેક વણઝારો, હૂંડી, સુધન્વાખ્યાન, રણયજ્ઞ, લક્ષ્મણાહરણ, ભ્રમરપચીસી, ઋશ્યશૃંગાખ્યાન, સ્વર્ગની નીસરણી, સપ્ત્મસ્કંધ અથવા પ્રહલાદાખ્યાન, દ્રૌપદીહરણ, હરિશ્ચંદ્રાખ્યાન, દેવીચરિત્ર, શ્રાદ્ધ, અષ્ટવક્રાખ્યાન, દ્રૌપદીસ્વંયંવર, માંકર્ડેયપુરાણ, રાધિકા વિરહના દ્વાદશ માસ, સત્યભામા રોષદર્શિકા, તપત્યાખ્યાન, પંચાલીપ્રસન્નાખ્યાન, હારમાળા, દશમસ્કંધ, અષ્ટમસ્કંધ, ષષ્ટમસ્કંધ, માંધાતાખ્યાન, સુભદ્રાહરણ, રુક્મિણી હરણ, રામાયણ, મહાભારત, રેવાખ્યાન, પાંડવાશ્વમેઘ, વિરાટપર્વ, ભીષ્મપર્વ, સભાપર્વ, વ્રજવેલ, વલ્લભઝઘડો, ડાંગવાખ્યાન, શામળશાનો મોટો વિવાહ, બભ્રવાહન આખ્યાન, નરકાસુર આખ્યાન, કર્ણચરિત્ર, સંપૂર્ણ પદબંધ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, શામળશાનો નાનો વિવાહ, જયદેવ આખ્યાન, કૃષ્ણવિષ્ટિ, વટપતન, અભિમન્યુનો ચક્રાવો, દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીષ્મચરિત્ર, નાસિકેતોપાખ્યાન, લવકુશાખ્યાન, હરિવંધ, સુરેખાહરણ, જ્ઞાનગીતા, રઘુવંશ, કપિલગીતા, પાંડવોની ભાંજગડ, નાગદમન
  • ઉપર્યુક્ત કેટલીક રચનાઓ પ્રેમાનન્દની છે કે નહીં તેમાં વિદ્વાનોમાં મતભેદ છે.

સાભાર

  •  ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
  • ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ  ગ્રંથ ૨ ખંડ ૨ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
વધુ માહિતી

31 responses to “પ્રેમાનન્દ, Premanand

  1. manvant ઓગસ્ટ 15, 2006 પર 3:06 એ એમ (am)

    પ્રેમાનંદના લગભગ બધાંજ આખ્યાનો ખૂબ જ પ્રચલિત હોઇ ગુજરાતમાં
    વંચાતાં આવ્યાં છે.નવલરામે કહેલું”પ્રેમાનંદના પેંગડામાં પગ નાખી
    શકે એવો કોઇ ગુજરાતી કવિ હજી સુધી પાક્યો નથી”ગૌરવપ્રદ !
    મને ઓખાહરણ અને નળાખ્યાન વાંચવાં વધુ ગમે !સુદામાચરિત તો
    અભ્યાસકાળમાં વાંચીને શીખેલું.એક રસમાંથી બીજામાં સાહજિક રીતે જ
    પ્રવેશવાની એની શક્તિ ઉપર વારી જવાય !આભાર સુરેશભાઈનો !

  2. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 12, 2006 પર 2:58 પી એમ(pm)

    When,
    We talked of our High School and First year of Of Gujarat Collage of 1959-60,
    I was singing,
    ….Tane Sanbharere ?
    Mane nanpanani reet hajee nav visare re…….
    Dear Suresh Say Hello to Your Daughter and Son in Law.
    When, you visit Malden Stay with your friend Rajendra.

  3. Narendra Amin ફેબ્રુવારી 24, 2008 પર 8:30 પી એમ(pm)

    I was trying to find this Kavya of Premanand: Pachhi Samariyaji Boliya tane sambhre re, Haji nanpana ni Preet mane kem visrere.In August 14, issue I came across this filed by Suresh. I am however disappointed that eventhough I clicked the kavya, it did not come up. Can you please do something to send this and also one more “Gujare je seere tare, Jagatno Nathte sehje”

    Anxiously awaiting,
    Narendra Amin

  4. Jairaj જૂન 25, 2008 પર 1:06 એ એમ (am)

    If anyone has this kavya
    Pachi samalyaji boliya re tane sambhare re
    mari nanpan ni preet mane kem visare re

    then please email it to me. Please email or post it here. Thank you so much.
    It is so rare that I found it here. Studied it in school and used to sing it a lot. I am thrilled that some people still remember it.

  5. Jairaj જૂન 25, 2008 પર 1:14 એ એમ (am)

    Can someone please post the kavya
    Haji nanapana ni preet please ?
    I have been looking for it for a long time.
    Many thanks

  6. Pingback: વલ્લભ (માણભટ્ટ) « ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: વલ્લભ (માણભટ્ટ) – Vallabh Manbhatt « ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: નાકર, Nakar « ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: રત્નેશ્વર,Ratneshwar « ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: અનુક્રમણિકા – પ « ગુજરાતી પ્રતિભા પરિચય

  11. hingu Sukhadev મે 29, 2011 પર 10:51 એ એમ (am)

    premanand ni mahiti saras che. thanks

  12. Pingback: એર્વદ રુસ્તમ, Ervad Rustam « ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Pancha G. Suthar જુલાઇ 10, 2016 પર 3:15 એ એમ (am)

    very nice information about premanand.
    SARDAR PATEL HIGH SCHOOL DEESA

  17. PANSHINIYA RANJEET જૂન 11, 2017 પર 11:38 પી એમ(pm)

    Kuvar bai nu mameru koni kruti se
    1 Narshi mehata
    2 premanand

  18. ખુશાલી જોશી ફેબ્રુવારી 12, 2018 પર 12:49 પી એમ(pm)

    મારે શિવ વિવાહ જોઈએ છે જો કોઈ પાસે હોય તો પોસ્ટ કરવા વિનંતી શરૂઆતની કડીઓ મુકું છું એના પરથી કદાચ મળે
    પ્રથમ લાગુ ગણપતિ પાય તેથી કાર્ય સકળ શુભ થાય…
    આપો મંગળ આપોઆપ એ શિવને નથી માં ને બાપ….

  19. ketan koli માર્ચ 16, 2018 પર 11:02 એ એમ (am)

    pramanand no aakhyankar tarikeni pratibha vishe janavo..

  20. Ram Haresh જૂન 28, 2018 પર 8:49 એ એમ (am)

    Premanand ki Mata ka Naam Kya hai

Leave a comment