ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani


NPG x84440; Sir Prabashankar Pattani by Bassano-દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
( આખી રચના અહીં)

–  ” …..દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય.”

– પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ

વિકીપિડિયા ઉપર

–  પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર

–  તેમના જીવનની એક સત્યકથા- ‘ચંદનનાં ઝાડ’  –  ( સાભાર – શ્રી.ઉત્તમ ગજ્જર )

—————

જન્મ

  • ૧૫, એપ્રિલ-૧૮૬૨; મોરબી

અવસાન

  • ૧૬, ફેબ્રુઆરી – ૧૯૩૮

કુટુમ્બ

  • માતા–  મોતીબાઈ ; પિતા – દલપતરામ 
  • પત્ની– ૧૮૭૮- કુંકી, ૧૮૮૧- રમા ; સંતાનો – ?

શિક્ષણ

  • મેટ્રિક – રાજકોટ 

વ્યવસાય 

  • ભાવનગર રાજ્યના દિવાન
  • અંગ્રેજ સરકારના પોલિટિકલ એજન્ટ

Pattani_2તેમના વિશે વિશેષ

  • મૂળ અટક ભટ્ટ હતી; પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.
  • અંગ્રેજ સરકાર તરફથી ‘સર’ નો ખિતાબ
  • મુંબાઈ, દિલ્હી અને વિલાયતની કારોબારીના સભ્ય 
  • ગાંધીજીના પરમ મિત્ર
  • ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.
  • તેમના જીવન વિશે પુસ્તકો – ‘પ્રભાશંકર પટ્ટણી’ – વ્યક્તિત્વ દર્શન’ – મુકુન્દરાય પારાશર્ય;  ‘મારું જીવ્યું થયું અભિરામ’ – શિશિર મહેતા

રચનાઓ 

  • કવિતા – મિત્ર

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ
  • ડો. કનક રાવળ

11 responses to “પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani

  1. pragnaju ફેબ્રુવારી 28, 2013 પર 8:41 એ એમ (am)

    ભાવનગરમાં થોડો સમય પણ રહ્યા હોય અને વહીવટ માટે સર પ્રભાશંકર પટ્ટણીને માનથી યાદ ન કરે તેવું ન બને! ગઢેચીથી માજીરાજ અને એસ એન ડી ટીના સુહાના દિવસો અને અમારા ચિ પરેશના દક્ષિણામૂર્તિના આનંદના દિવસો અને … સદા યાદ
    તેમનૂ આ વાક્ય તો તકિયાકલામની જેમ વપરાય-” અહીં પહેરવેશની નહીં ગુણની પૂજા થાય છે.!” તેમાં ગાંધીજીના પરમમિત્ર. કવિ કાન્ત અને બ.ક.ઠાકોરના અંગત દોસ્ત
    વાંચી તો માથું નમી જાય… સાથે ઉમેરીએ નાનાભાઈ ભટ્ટના ગુણ પૂજક અને કલાપીના પ્રસંશક.
    દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
    વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી
    પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
    તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.
    આપણા ચારે ય વેદોના સાર જેવી ચાર પંક્તીની કવિતા વાચી,સમજી,માની પોતના જીવનમાં ઉતારીએ-ચારેય બારીઓ ખોલીએ તો પછી ઝાઝું કાંઈ કરવાનું રહેતું નથી.
    દેશી નાટકો આ કાવ્ય સાંભળ્યું છે-અમારા એક નાટકમાં નેપથ્યમાં ગવડાવ્યું પણ છે.
    પ્રભુ ઘરની,કર્ણનેત્રોની,શુદ્ધ હૃદયોની અને સત્કર્મની બારી ઉઘાડી રાખવાની શક્તિ આપો તેવી પ્રાર્થના

    • સુરેશ જાની ફેબ્રુવારી 28, 2013 પર 8:57 એ એમ (am)

      વાચકોને વિનંતી કે …..
      પ્રજ્ઞાબેને આપ્યો છે તેવો ગુણ વૃદ્ધિ કરે તેવો પ્રતિભાવ આપશો તો, મૂળ લખાણને ટૂંકમાં જ રાખવાના કારણે નડતી મર્યાદાઓ વટાવી શકાશે.
      પરિચય બ્લોગના ફોર્મેટમાં આ અભિપ્સા શરૂઆતથી જ રાખી છે- જેથી સામાન્ય વાચકને ર્ક ઊડતી નજર મળે; અને જિજ્ઞાસુને ખજાના જ ખજાના.

    • sandippakvasa જુલાઇ 1, 2017 પર 8:48 એ એમ (am)

      This poem by him used to be in Gujarati text books in the period
      1930-40’s and we had to learn it in school at the time!
      He was remembered fondly in Bhavnagar as benevolent and promotimg many reforms and being very progressive and forward looking.

  2. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 28, 2013 પર 3:17 પી એમ(pm)

    અમારા જન્મ પહેલાંના રત્નોની ખાણના અમુલ્ય હિરા માણેક મોતીન ખજાનાની

    મહેક અહી જ માણવા મળે

  3. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment