ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ફાધર વાલેસ, Carlos Valles


img_carlos_index.jpg “માનવીને એ ન શોભે. યુવાનને એ ન પાલવે.”

” ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા.
ઉન્નતિ તે આબાદી અને અધોગતિ તે બરબાદી.
સ્વર્ગ ઉપર અને નરક નીચે.
ચડવામાં લાભ છે ને ઉતરવામાં નુકસાન છે.
એવા સહજ ખ્યાલો આપણા મનમાં છે. ”

# અંગ્રેજી વિકિપિડિયા પર 

ગુજરાતી વિકિપિડિયા પર 

#   આત્મ નિવેદન

______________________________

તેમની   વેબ સાઈટ 

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

WhatsApp Image 2020-11-10 at 6.25.20 AM

WhatsApp Image 2020-11-10 at 6.25.20 AM (1)

નામ

  • કાર્લોસ વાલેસ

જન્મ

  • 4 નવેમ્બર –  1925 ; સ્પેન

અવસાન

  • ૯, નવેમ્બર – ૨૦૨૦, માડ્રિડ ( સ્પેન)

કુટુમ્બ

  • માતા– મારીઆ ; પિતા –  જોસેફ

અભ્યાસ

  • ૧૯૪૧ – મેટ્રિક
  • ૧૯૪૫ – બી.એ. ( ગ્રીક વિષય માં ) , સલમાન્કા યુનિ. – સ્પેન
  • ૧૯૪૯  – બી.એ. ( તત્વજ્ઞાન ) – ગ્રેગેરિયન યુનિ
  • ૧૯૫૩ – એમ. એ. ( ગણિત) –  મદ્રાસ
  • ગુજરાતી ભાષા  –   વિદ્યાનગરમાં

વ્યવસાય

  • ૧૯૬૦ –  ૧૯૮૨ સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગણિતના પ્રાધ્યાપક

valles_1

valles

સન્માન સમારંભમાં તેમનું પ્રવચન

અને ઢગલાબંધ વિડિયો – અહીં ….

જીવન

  • 10 વર્ષની વયે પિતાનું અવસાન
  • સ્પેનીશ આંતરવિગ્રહને કારણે ઘર વિ. છૂટી ગયું. ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા.
  • 15 વર્ષની વયે દીક્ષા લીધી.
  • 1949  – ભારતમાં આગમન.
  • 1973 –  અમદાવાદની પોળોમાં વિહારયાત્રા આરંભી. અને પરિવારો સાથે રહીને ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા.
  • 1999  – 74 વર્ષની વયે સ્પેનીશ- અંગ્રેજી ભાષામાં વેબસાઇટ શરુ કરી.
  • હાલ સ્પેનમાં નિવાસ
  • ‘ગુજરાત સમાચાર’માં બહુ જ લોકપ્રિય નિવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી ‘નવી પેઢીને’ ના સર્જક.
  • તેમના સર્જનમાં ૭૫ ગુજરાતી પુસ્તકો, ૨૪ અંગ્રેજી અને ૪૨ સ્પેનિશ પુસ્તકોનો સમાવેશ થાય છે.[૫] તેમણે ગણિત પર ૧૨ પુસ્તકો લખ્યા હતા. તેમણે ગુજરાતીમાં ગણિત પર પાઠ્યપુસ્તક શ્રેણીનું સહલેખન કર્યું હતું

મૂખ્ય રચનાઓ

  • નિબંધ – સદાચાર, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દલોક, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, ફાધર વાલેસ લેખ સંચય – ભાગ 1 – 5 ,  રોમે રોમે, આત્મીય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો
  • 70 થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં
  • 25 થી વધુ પુસ્તકો ગુજરાતીમાં

સાભાર  

  • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

70 responses to “ફાધર વાલેસ, Carlos Valles

  1. nav-sudarshak મે 29, 2006 પર 11:48 એ એમ (am)

    How nice it would be, dear Suresh bhai, if you can give the names of at least two important works of every “Sarjak”. ….. Harish Dave

  2. nav-sudarshak મે 29, 2006 પર 11:54 એ એમ (am)

    May I add that after leaving India, Father Valles has now settled in Spain. … Harish Dave

  3. Arvind Upadhyay મે 29, 2006 પર 5:44 પી એમ(pm)

    DEAR SURESH BHAI,
    I M VERY MUCH DELIGHTED SEEING YOUR EFFORT TO START A BLOG OF THIS KIND.YOUR DEDICATION IS UNIQUE AND FIRST WRITER U HAVE CHOSEN IS ALSO. KEEP IT UP.
    ALL THE BEST.
    ARVIND UPADHYAY

  4. Neha જૂન 4, 2006 પર 5:46 પી એમ(pm)

    Dear Sureshbhai

    Congratulations !!! Sir

    U’r Efforts r really appreciable.U r helping people like me..who always interested in Gujju stuff but dont have depth knowledge and this valuable history and other info.

    Now this Blog will give great Help.

    Neha Tripathi

  5. Kalpesh જુલાઇ 11, 2006 પર 12:16 પી એમ(pm)

    અભિનંદન સુરેશભાઇ,

    ફાધર વાલેસનુ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ તેમ જ આપણી રોજબરોજનાં વાણી વ્યવ્હાર માટે “વાણી તેવું વર્તન” વાંચો.
    યુવક મિત્રો માટે “વ્યક્તિ ઘઙતર્” શ્રેષ્ઠ પુસ્તક છે.

    I have read both the above books & thoroughly enjoyed reading both.

    કલ્પેશ

  6. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 7, 2006 પર 12:42 એ એમ (am)

    Father is my mentor, He was my teacher in 1960 in St.Xaviers College. When,He took his final vows,I was in the college Church as one of his student.Father Valles is very close to me and our family.When his SADACHAR book was Published one was given to my family.He Lives in Madrid,Spain but is our son of Gujarat and Father of many blessing with his living pure life.Father Valles Writes and guides others what he lives all his life.
    Rajoo

  7. Kiritkumar G. Bhakta નવેમ્બર 4, 2006 પર 6:38 પી એમ(pm)

    સુરેશભાઈ,
    ભાષા કોઈની ઓશિયાળી નથી હોતી.
    એના થકી સાહિત્યકાર ઉજળો થતો હોય છે.
    મિત્ર ફાધર વાલેસના શબ્દો-
    “આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે,એમ માનજો.”

  8. Dipti જાન્યુઆરી 3, 2007 પર 3:24 પી એમ(pm)

    Respected Sureshbhai,

    Very nice the way you give information about Father Vales. Very useful information. I try to findout some information about him from sometime especially I want to know that website name that has been started by Father Vales in Gujarat. I have read somewhere before sometime about this site. So if you have information about that website then please also add that in this page dedicated to Father Vales.

  9. Pingback: પ્રથમ વર્ષ « ગુજરાતી સારસ્વત પરિચય

  10. Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય

  11. Pingback: દ્વિતીય વર્ષના ઉષાકાળે « ગુજરાતી સારસ્વત પરિચય

  12. Kantilal Parmar સપ્ટેમ્બર 26, 2007 પર 10:53 એ એમ (am)

    I am very pleased with this site.
    I will send this to Shree Father Valles.
    Aavjo.
    Kantilal Parmar
    Hitchin – UK

  13. Harnish Jani નવેમ્બર 4, 2007 પર 8:17 પી એમ(pm)

    Sureshbhai-By including FATHER in this series-you have added the prestige to your blog.FATHER is a saint. My friend Mr. Devendra Peer in Philadelphia is always an instrumental to bring FATHER to USA. Only thing I m proud of,is I had made him laugh and he has read my book Sudhan-partially.

  14. Pingback: સાહિલનાં ફોટાઓનો સંગ્રહ « સાહિલ જે. સોની

  15. Rekha Sindhal સપ્ટેમ્બર 4, 2008 પર 8:13 પી એમ(pm)

    મારા કોલેજકાળ દરમ્યાન એમણે મારા દરેક પત્રોના જવાબ નિયમિત આપ્યા છે. એમનું વ્યક્તિ ઘડતર પુસ્તક મારૂં એ સમયનું પ્રિય પુસ્તક હતું.
    એમને વંદન અને આપનો આભાર સુરેશભાઈ !

  16. JAGDISH ASNANI ઓક્ટોબર 25, 2008 પર 6:01 એ એમ (am)

    respected sir wallace

    i had choosen u for my project but i didnt knew that u would be so great your life is fullof inspirasion

    your gujarati lesson “michami dukhadam” has come in our gujarati text book

    u will be always imortal

    best of luck sir

    u will always be remembered by me

    your sincerely student,

    jagdish.m.asnani

  17. JAGDISH ASNANI ઓક્ટોબર 25, 2008 પર 6:15 એ એમ (am)

    sir please send me mail one one of your gujarati books over view

    please sir sir its emergence

  18. Peter Jadav ઓગસ્ટ 6, 2009 પર 10:50 પી એમ(pm)

    I would like to thank for starting Blog for Father Valles, Father is now 80+ ,suggestion: Invite Fr. Valles in USA ,lets have at least one chance to meet him,listen to him.Check out his vebsite Let us meet with him as all Xavierites,his students of St. Xavier’s College,A’bad.and let’s have Xavier Alumni.Check out St. Xavier’s college newspaper<www.xaponline.orgThanks Keep up the good work

  19. સુરેશ સપ્ટેમ્બર 24, 2009 પર 5:33 પી એમ(pm)

    તેમના સ્વાગતનો હેવાલ .. શ્રી. ઉર્વીશ કોઠારીની કલમે..

    http://urvishkothari-gujarati.blogspot.com/2009/09/blog-post_23.html

  20. Peter Jadav સપ્ટેમ્બર 26, 2009 પર 9:53 પી એમ(pm)

    Thanks for the blog. Congratulation on honoring Fr. Valles.

  21. ARUNKUMAR V. ADHIA નવેમ્બર 4, 2009 પર 5:07 એ એમ (am)

    TO DAY IS BIRTHDAY OF OUR DEAR FATHER VALLES AND HE COMPLETES 84 YEARS. I WOULD LIKE TO WISH HIM A VERY HAPPY BIRTHDAY AND PRAY TO ALMIGHTY TO GRANT HIM MORE AND MORE STRENGTH DAY BY DAY TO FULFILL ALL HIS FUTURE PLANS WHICH ARE FOR THE UPLIFTMENT OF PEOPLE LIKE US WHO ACCEPT DEFEAT SO MANY TIMES IN A DAY. I WOULD LIKE TO SEND AN EMAIL DIRECTLY TO HIM IF SOMEONE CAN SEND ME HIS EMAIL ID. I AM LONGING TO RECEIVE HIS BLESSINGS IN GUJRATI. I RESIDE IN GOA AND HAVE MET FATHER VALLES THREE TIMES TILL DATE. I HAVE INVITED HIM TO GOA TO VISIT THE CHURCH OF ST. FRANCIS XAVIER WHEREIN THE BODY IS STILL KEPT. BUT IN HIS BUSY SCHEDULE HE COULD NOT FIND TIME TO VISIT GOA. I STILL HOPE THAT ONE DAY HE WILL COME TO GOA AND I WILL MEET HIM AND TAKE HIM AROUND.

    GOOD WISHES TO ALL THE LOVERS OF FATHR VALLES AND LET US SOME TIME MEET.

    ARUNKUMAR ADHIA

  22. ARUNKUMAR V. ADHIA નવેમ્બર 4, 2009 પર 5:08 એ એમ (am)

    there was an error in my email id in the earlier comment which please note.

    thanks

    arunkumar adhia

  23. Rohit Thaker જાન્યુઆરી 8, 2010 પર 9:35 એ એમ (am)

    I would like to know if the books published are available in Amdavad, Gujarat…Please suggest bookstores/publishers names.
    Thanks

  24. Peter Jadav જાન્યુઆરી 8, 2010 પર 10:53 એ એમ (am)

    Pl. check out for Father Valles’ books.
    Check out his own website If you have any Q. pl. email me direct.Have Great NY.

  25. rupen007 જાન્યુઆરી 9, 2010 પર 12:15 પી એમ(pm)

    Father Vales

    કાર્લોસ જોસે વાલેસ, ‘ફાધર વાલેસ’ (૪-૧૧-૧૯૨૫): નિબંધકાર. જન્મ સ્પેનના લોગ્રોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

    એમના ચિંતનાત્મક નિબંધોમાં મુખ્યત્વે જીવનઘડતર અને સંસ્કાર ઘડતરનું લક્ષ્ય હોય છે. ‘ગુજરાત સમાચાર’માં આવતી ‘નવી પેઢીને’ ખૂબ લોકપ્રિય બની હતી. સરલ ગદ્યમાં અનોખી અભિવ્યક્તિઓ એમના લખાણની વિશેષતા છે.

    ૧.પ્રસન્નતા ની પાંખડીએ , ૨. જીવાન્મંગલ, ૩.કુટુંબ મંગલ,

    ૪. સમાજ મંગલ, ૫. શિક્ષણ મંગલ , ૬. પ્રેરણા મંગલ,

    ૭ . લગ્ન સાગર , ૮ .સદાચાર, ૯. વ્યક્તિ ઘડતર ,

    ૧૦. નિબંધ વૈભવ .

    આ સિવાય ઘણા પુસ્તકો છે તે પણ વાંચજો .

    વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાનમાં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
    આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

  26. dhavalrajgeera જાન્યુઆરી 12, 2010 પર 7:58 પી એમ(pm)

    Dear Bhai Suresh,

    Rohitbhai and P.Jadav or any gujarati reader wants to read Father Valles books he recenty send me the answer,
    Dear Rajoo,

    “My Gujarati books have to be ordered from Gurjar Sahitya Bhavan, Opposite Ratan Pole, Gandhi Road, Ahmedabad 380 001, India.
    My English books from Gujarat Sahitya Prakash, P.O. Box 70, Anand, (Gujarat), 388 001, India.
    I hope you can get them.
    Love and blessings,
    Father Valles.

  27. dhavalrajgeera જાન્યુઆરી 12, 2010 પર 8:05 પી એમ(pm)

    Father is my mentor, He was my teacher in 1960 in St.Xaviers College. When,He took his final vows,I was in the college Church as one of his student.
    Father Valles is very close to our family. When his SADACHAR book was Published one was given to our family.
    Now, He Lives in Madrid,Spain but Father is Gujarati and “Son of Gujarat” too.
    Father’s blessing and his living pure life will guide many on the path of true liberation of life.

    Rajendra Trivedi,M.D.

    http://www.bpaindia.org

  28. Sejal Shah એપ્રિલ 12, 2010 પર 6:53 એ એમ (am)

    If I am not mistaken, people of Gujarat welcomed and showered their love whole heartedly on Father Valles by calling him “SAVAYA GUJARATI” for his contribution towards Gujarati literature which is apt and none but he deserves it.

  29. Kishor Mehta એપ્રિલ 15, 2010 પર 3:45 પી એમ(pm)

    I used to read Fr.valles’s motivational articls. I was a student at st.Xavier’s college in 1958-59. In Gujarat, this was the only college that had an English medium class.
    Reading Fr.Valles’s Bio, brought back a flood of memories of my two year spent at this college and hostel.
    Let me wish Fr. Valles a long life;as a person of God,we live with his blessings.
    kishor Mehta(Canada)

  30. old student એપ્રિલ 17, 2010 પર 1:40 એ એમ (am)

    thank you father vales for reading and taking actions on my mails.

  31. my friend જુલાઇ 28, 2010 પર 10:21 એ એમ (am)

    ek father,ek spanish father,father rade father hase,ek moti chokri,ek naani chokri,tapaal lakhe,you are my best friend.

  32. joshi dipak ફેબ્રુવારી 26, 2011 પર 4:52 એ એમ (am)

    dear father i heartly regards for you as a savaya gujarati.for contribution towards gujarati literature.

  33. Pingback: સાતમા વર્ષે – એક નવું સોપાન | ગુજરાતી પ્રતિભા પરિચય

  34. Pingback: ‌*છઠ્ઠા વર્ષે – એક નવું સોપાન | ગુજરાતી પ્રતિભા પરિચય

  35. Pingback: English/Hindi/Gujarati Alphabets | GUJARAT PLUS

  36. Alka Joshi નવેમ્બર 3, 2011 પર 10:46 પી એમ(pm)

    Happy Birth Day …… May God showers His blessings on you today (the luckiest day) & forever. We (Alka Joshi , Family & Friends – Rakot) pray God for your good health , peace & prosperity. You get all what ever is in favour of you & whatever you wish.
    Waiting for reply…..

  37. Alka Joshi નવેમ્બર 3, 2011 પર 10:52 પી એમ(pm)

    Sir , please give me your email address…

  38. Pingback: ગુજરાતી ભાષા « hamlogpatan

  39. Pingback: લાભશંકર ઠાકર, ફાધર વાલેસ , ઉમાશંકર જોશી….. | shraddhahospital's Blog

  40. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  41. NILESH KATIRA -KALAVAD, SHITLA, DIST-JAM NAGAR, VILLAGE-NANI BHAGEDI જુલાઇ 1, 2013 પર 6:50 એ એમ (am)

    for me father wallace is the best author and philosopher of human life for any country,any language and in any era. No body is comparable to father wallace, even no body can come near t o him, he is and will be great writer in gujarati language forever, i think he deserves all the award of lieterature of the world.
    he is simply great,great,great,great and great writer and human being for years to come………..
    i love you father wallace, i love your writtings,thoughts,philosophy and all your books,
    you are my one and only favourite author.-NILESH KATIRA-9892350827

  42. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  43. Pingback: શબ્દોનુંસર્જન

  44. alwin christi સપ્ટેમ્બર 15, 2014 પર 1:19 પી એમ(pm)

    father walleas. we love you so much and miss u so much. pls. come back to gujarat.

  45. Pingback: (559) લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો… કોડીયું ..(કાવ્ય )… – જુગલકીશોર વ્યાસ ….દીપોત્સવી અંક ભાગ -૩ | વિનો

  46. Pingback: (559) લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો… કોડીયું ..(કાવ્ય )… – જુગલકીશોર વ્યાસ ….દીપોત્સવી અંક ભાગ -૩ | વિનો

  47. Vinod R. Patel એપ્રિલ 21, 2016 પર 9:54 પી એમ(pm)

    ફાધર વાલેસ જન્મ્યા વિદેશમાં અન ક્રમે બન્યા ગરવા ગુજરાતી . તેઓ પ્રતિભાવંત ગુજરાતી -સવાયા ગુજરાતી છે.

  48. Pingback: 1128- ફાધર વાલેસનો સાહિત્ય પ્રેમ . | વિનોદ વિહાર

  49. અક્ષયપાત્ર/Axaypatra જૂન 27, 2018 પર 5:21 પી એમ(pm)

    🙏 યુવાનીના શરૂઆતના વર્ષોમાં ફાધર વાલેસ સાથેના નિયમીત પત્રવ્યવહાર થકી મારા ઘડતરમાં એમનો ઘણો ફાળો માનું છું. એમના લખાણોની પણ બહુ ઊંડી અસર મેં અનુભવી છે.

  50. સુરેશ નવેમ્બર 9, 2020 પર 9:35 એ એમ (am)

    His selected works include:[1][2][6]

    Gandhi: Alternative to Violence
    Nine Night in India
    Life with honour
    Leader of leaders
    Teacher to a nation
    Himalayan Blunder
    Cult of excellence
    Two Countries, One Life
    Gujarati
    Sadachar
    Lagnasagar
    Gandhiji and Navi Pedhi
    Kutumb Mangal
    Dharma Mangal
    Atmiya Kshano
    Vvyaktitva Ghadatar
    Jivan Darshan
    College Jivan
    Charitrya Yagna
    Sanskar Tirth
    Gharna Prashno

  51. pragnaju નવેમ્બર 9, 2020 પર 12:10 પી એમ(pm)

    “સવાયા ગુજરાતી” તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસ ના દુઃખદ અવસાનથી દુઃખ થયુ.
    ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.
    ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા
    પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.
    ૐ શાંતિ

  52. સુરેશ નવેમ્બર 9, 2020 પર 5:54 પી એમ(pm)

    મહાન વ્યક્તિત્વને એક અંજલી : ગુજરાતી ભાષામાં નોંધપાત્ર અને માતબર પ્રદાન કરી ‘સવાઈ ગુજરાતી’ બનનારા ફાધર વાલેસે ગુજરાતની ત્રણ-ત્રણ પેઢીનું ઘડતર કર્યું હતું.

    આલેખનઃ રમેશ તન્ના

    ફાધર વાલેસ (પૂરું અને સાચું નામ કાર્લોસ જી. વાલેસ એસ જે)નું ફાધર હેરેડેરોએ આપેલી માહિતી પ્રમાણે 8મી નવેમ્બર, 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે બે વાગ્યે સ્પેનમાં અવસાન થયું.

    હજી હમણાં ચોથી નવેમ્બરના રોજ તેમણે 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ થોડા સમય પહેલાં પડી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. ફાધર વાલેસ ગુજરાત અને ગુજરાતીઓને ખૂબ ચાહતા હતા તો ગુજરાતીઓ પણ તેમને હૃદયથી આદર આપતા હતા. તેમણે 1990માં માતાની સેવા કરવા ગુજરાત છોડ્યું હતું અને માદરે વતન મેડ્રિડ (સ્પેન)માં રહેતા હતા.

    *

    ફાધર વાલેસે પોતાનું ‘નાઈન નાઈટ્સ ઈન ઈન્ડિયા’ પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરતા લખ્યું છે કે, ઈન મેમરી ઓફ કાકા કાલેલકર, હૂ અન્ડરસ્ટૂડ મી. એટલે કે કાકા કાલેલકરને જેઓ મને સમજી શક્યા હતા.

    શું સમજ્યા હતા ફાધર વાલેસ વિશે કાકાસાહેબ કાલેલકર ?

    એ જાણવા આપણે અમદાવાદના કવિવર ઉમાશંકર જોશીના નિવાસસ્થાન ‘સેતુ’માં જવું પડશે. ઉમાશંકર જોશી અને કાકા કાલેલકર પરસાળમાં બેસીને વાતો કરતા હતા. એ વખતે ફાધર વાલેસ પણ ત્યાં ગયા. વાતચીતમાં કાકાસાહેબ કાલેલકરે તેમને કહ્યું હતું કે, લોકો મને અને તમને બંનેને સવાઈ ગુજરાતી તરીકે ઓળખે છે, પરંતુ તમે મારા કરતાં ચડિયાતા છો. મારી માતૃભાષા તો મરાઠી, તે ગુજરાતી ભાષાની ભગિની ભાષા, જ્યારે તમે તો સ્પેનના. તમારી ભાષાને ગુજરાતી ભાષા સાથે કોઈ સંબંધ ન હોવા છતા તમે આ ભાષાને આત્મસાત કરીને અને તેનું ગૌરવ વધાર્યું.

    એકસોથી વધારે પુસ્તકો લખનારા ફાધર વાલેસે ખરેખર ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. કોઈ વિદેશી વ્યક્તિ ગુજરાતીને આટલા ઊંડાણથી આત્મસાત કરી શકે તે નવાઈ લાગે તેવી વાત છે. જો પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્યનો ચમત્કાર કહેવાતા હોય તો ફાધર વાલેસને પણ, જરા જુદી રીતે, ગુજરાતી ભાષા-સાહિત્યના ચમત્કાર જ ગણવા પડે.

    તેમનો જન્મ સ્પેનના લોગ્રોનોમાં ચોથી નવેમ્બર, 1925ના રોજ થયો હતો. મૂળ નામ વાલેસ કાલોસ જોસેફ. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. 1941માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ. થયા અને 1949માં તત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક થયા. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો.

    તેમની વય દસ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેનિસ આંતરવિગ્રહને કારણે તેમનું ઘર છૂટી ગયું અને ચર્ચમાં તેઓ શરણાર્થી તરીકે રહ્યા હતા. માત્ર 15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી.

    1949માં તેમને ચેન્નાઈ (એ વખતનું મદ્રાસ) મોકલવામાં આવ્યા. અહીં તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. કર્યું. 1960માં તેમને ગુજરાત, અમદાવાદ મોકલવામાં આવ્યા. જે દિવસે ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યમાંથી છૂટો થયો એ જ દિવસે એટલે કે પહેલી મે, 1960ના રોજ મુંબઈથી ટ્રેનમાં બેસીને, સોરી જગ્યા નહોતી મળી તેથી ઊભા ઊભા તેઓ અમદાવાદ આવ્યા હતા. જાણે કે, નિયતિનો સંકેત હતો કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ રહી છે અને ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરવા માટે એક માણસ એ જ દિવસે ગુજરાતમાં આવે છે.

    ફાધર વાલેસ 1960થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. તેમણે ગુજરાતી ભાષા-સાહિત્યમાં જેટલું પ્રદાન કર્યું છે તેટલું પ્રદાન ગણિત વિષયમાં પણ કર્યું છે તેની બહુ ઓછા લોકોને ખબર છે. ગુજરાતી ભાષામાં તો તેમણે પોતાની આગવી, સરળ, સહજ અને કોઈ પણ વ્યક્તિને તરત જ સમજાઈ જાય તેવી ગદ્યશૈલીમાં ખૂબ લખ્યું અને લાખો ગુજરાતીઓના હૃદયમાં તેઓ સ્થાન પામ્યા, પરંતુ ગણિતમાં પણ તેમણે માતબર પ્રદાન કર્યું. પ્ર.ચુ. વૈદ્યના નેજા હેઠળ ગુજરાતમાં નવું ગણિત આવ્યું તેમાં નવા ગણિતની ગુજરાતીમાં નવી પરિભાષાઓ અને નવા શબ્દોનું સર્જન તેમણે કરેલું.

    તેમનું પ્રથમ પુસ્તક આવ્યું, સદાચાર 1961 પછીના કોઈ વર્ષમાં. (ચોક્કસ વર્ષ જાણવા મળતું નથી.) ફાધરે ઘરેથી પૈસા મંગાવીને આ પુસ્તક છપાવ્યું હતું કારણ કે, કોઈ પ્રકાશકને આ પુસ્તકમાં રસ જ નહોતો પડ્યો. એક પ્રકાશકે તો ‘સદાચાર’ શિર્ષક વાંચીને જ અણગમાથી પુસ્તકને બાજુ પર મૂકી દીધું હતું. એ પછી તો ગુર્જરે તેનું પુનઃ પ્રકાશન કર્યું હતું.

    ગુજરાત સમાચાર અખબારમાં કોલમમાં તેમની ‘નવી પેઢીને’ નામની કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. મૂલ્યનિષ્ઠા સાથેની વાત કરીને યુવાનોને આકર્ષવાના હોય તે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે ફાધર વાલેસ તેમાં જબરજસ્ત સફળ થયેલા. તેમની કોલમ નવી પેઢીમાં ખૂબ વંચાતી. એ વખતે એવું કહેવાતું કે ગુજરાતના યુવાનોને બે ફાધર છે. એક બાયોલોજીકલ અને બીજા વૈચારિક ફાધર તે ફાધર વાલેસ. આ હદે તેમણે ગુજરાતના યુવાનોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. સ્વસ્તિક એડ એજન્સીના માલિક અજયભાઈ કાપડિયાએ એક વખત કહ્યું હતું કે, એ વખતે બજારમાં નવાં નવાં જીન્સનાં પેન્ટ આવેલા. તેની જાહેરખબર ફાધર વાલેસની કોલમની બાજુમાં જ છપાય તેવો આગ્રહ રખાતો. આવી હતી યુવાનોમાં ફાધર વાલેસની લોકપ્રિયતા.

    રઘુવીર ચૌધરી કહે છે, ફાધર વાલેસ કાકાસાહેબના કુળના જીવન ચિંતક છે. કાકાસાહેબની જેમ એ કવિ નથી, પણ નવ રસની પણ ઉપર જેને સ્થાન મળી શકે એ વાત્સલ્ય એમને સહજ છે. રસિકતાની ઉણપ આ અસીમ વાત્સલ્યથી પૂરાય છે.

    ફાધર વાલેસ ગુજરાતી ભાષા એટલી સરસ રીતે શીખ્યા કે એમાં એકરૂપ થઈ ગયા. શરૂઆતનાં વર્ષોમાં વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલમાં રહ્યા ત્યારે વિદ્યાર્થીઓને સાંભળી સાંભળીને ગુજરાતી ભાષા શીખતા ગયા. એ પછી તો ગુજરાતી ભાષામાં માહેર થયા. તેમણે પોતે એક સાદી છતાં અસરકારક ગદ્યશૈલીનું સર્જન કર્યું. ટૂંકાં ટૂંકાં વાક્યો અને સહજ અભિવ્યક્તિ. વાચકોને તેમની શૈલી, તેમના વિચારો, તેમનું જીવન દર્શન ખૂબ ગમ્યું. જોતજોતામાં તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયા. સદાચાર પછી, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દયોગ, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, આત્મિય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો, તરૂણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, જીવન ઘડતરના ધ્યેયથી, સમાજમંગલ, કુટુંબ મંગલ, એમ તેમણે સતત લેખન કર્યું. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ તેમણે લખ્યું છે. તેમને ગુજરાતી ભાષામાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1966માં કુમારચંદ્રક અને 1998માં રણજિતરામચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત તેમને 1995માં કાલેલકર એવોર્ડથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.

    તેઓ ધર્મે ખ્રિસ્તી હતા, પરંતુ વાણી અને વિચારમાં નરસિંહ મહેતાએ જેવી કલ્પના કરી છે તેવા સાચા વૈષ્ણવજન હતા. તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને ખૂબ જ પ્રેમથી આત્મસાત કર્યાં હતા. મૃદુભાષી. એટલું મીઠું ગુજરાતી બોલે કે લોકોને વારંવાર સાંભળવાનું મન થાય. તેમની જીભ ઉપર સ્થાન પામીને ગુજરાતી ભાષા પણ ધન્યતા અનુભવે એવું આપણે કહી શકીએ. એમાંય દિલથી… એ તેમનો તકિયા કલામ. દિલથી શબ્દ બોલે ત્યારે જાણે કે તેમનું આખું હૃદય આપણને ખોબામાં ધરી દેતા હોય તેવી અનુભૂતિ થાય.

    તેઓ પરંપરાગત લેખક નહોતા. શૈલીમાં અને વર્તન બંનેમાં. તેઓ લોકોના જણ હતા. ભાષા જેટલી જ લોકાભિમુખતા તેમના જીવન અને વર્તનમાં હતી. હજારો યુવાનો પત્રો લખીને તેમની સમક્ષ પોતાની ગૂંચવણ કે મુંઝવણ રજૂ કરી શકતા. યુવતીઓ તેમની પાસેથી નિઃસંકોચ માર્ગદર્શન લઈ શકતી.

    એક જગ્યાએ તેમણે લખ્યું છે, હું સવારે વિદ્યાર્થીઓના ટોળામાંથી પસાર થઈને વર્ગમાં જાઉં છું ત્યારે બધાના ચહેરા ઉપર જુદા જુદા ભાવ અંકાયેલા દેખું છું. જાણું છું કે એકને ઘેર દુઃખ છે, બીજાને અભ્યાસની ભારે ચિંતા છે, ત્રીજાને આર્થિક મુશ્કેલીઓ છે. અને મારા હોઠ ઉપર હું સ્મિત લાવું (કોઈ વખત એ માટે સભાન પ્રયત્ન કરવો પડે તો પણ), મનમાં ને મનમાં ભગવાનને યાદ કરીને તેના દિવ્ય પ્રેમનો પડઘો પાડવા પ્રયત્ન કરું, ત્યારે એ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર પણ આપોઆપ સ્મિત ખીલતાં જોઉં છું. એકને આશ્વાસનની એક-બે વાતો કરી એટલે એનું દુઃખ કંઈક ઓછું થયું, બીજાને ઉત્તેજન આપ્યું એટલે એનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ત્રીજાને પ્રેમથી ચેતવણી આપી એટલે એ સમજીને સામો આભાર માનીને ફરીથી એવી ભૂલ ન કરવાનો દિલનો નિર્ણય એણે બતાવ્યો.

    એ દિવસોમાં તેમણે આખા ગુજરાતને તેમણે પોતાનું કરી લીધું હતું. તેઓ વ્યાખ્યાનો પણ આપતા. ધીમે ધીમે બોલતા અને શ્રોતાઓના હૃદય સુધી ભાવને પહોંચાડતા. તેમને સાંભળવા આખું ગુજરાત આતુર રહેતું.

    તેમનું સાદુ જીવન હતું. સાયકલ ઉપર ફરતા. અમદાવાદ શહેરે ફાધર વાલેસ ઉપરાંત, બચુભાઈ રાવત, કે.કા. શાસ્ત્રી, પ્ર.ચુ. વૈદ્ય, મહેન્દ્ર મેઘાણી, દશરથભાઈ શાહ, નગીનદાસ પારેખ વગેરેને સાયકલ પર જૈફવય સુધી ફરતા જોયા છે. એ રળિયામણાં દ્રશ્યો યાદ કરીને આજે પણ અમદાવાદ શહેર હરખાતું હશે.

    તેમણે 1973થી અમદાવાદની પોળોમાં વિહાર યાત્રા આરંભી હતી. મધ્યમ વર્ગના પરિવારો પાસે આતિથ્યની ભિક્ષા માંગીને તેમની સાથે તેઓ તેમની જેમ જ રહ્યા. થોડાં થોડાં દિવસે ઘર બદલીને રખડતા મહેમાન તરીકે તેઓ લોકોની સાથે, તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી એ રીતે રહેતા. જેના ઘરે રહેવા જાય તેમનાં તમામ કામો પણ કરી આપે. ઘોડિયામાં સૂતેલા બાળકોને હિંચકા પણ નાખે. આજે તમને અનેક લોકો એવા મળી આવે જે કહે કે, મને ફાધર વાલેસે ઘોડિયામાં સૂવાડીને હિંચકા નાખેલા છે. તેઓ એવી રીતે રહે કે તેમનો કોઈને સહેજ પણ ભાર ન લાગે. તેમનું વ્યક્તિત્વ જ એવું સરળ હતું. વિહાર યાત્રાના અનુભવો ત્રણ ભાગમાં પ્રકાશિત થયા છે તે વાંચવા જેવા છે.

    ગુજરાત તો મારું બીજું ઘર છે એવું કહેતા ફાધર વાલેસને ગુજરાત ખૂબ ગમતું. તેઓ કહેતા કે હું જ્યારે જ્યારે ગુજરાત આવું છું ત્યારે ત્યારે મારા ઘરે આવ્યો હોવ તેવી અનુભૂતિ કરું છું. ઉંમરલાયક થયેલાં માતાની સેવાચાકરી કરવા માટે ફાધર વાલેસે ગુજરાત છોડેલું અને માદરે વતન ગયેલા. જે ઉંમરે તેમને સેવાચાકરીની જરૂર હતી તે ઉંમરે તેમણે માતાની સેવાચાકરી કરેલી.

    ધર્મ વિશેની તેમની સમજણ ખૂબ જ વ્યાપક અને ઉદાર હતી. તેમના વિચારોમાં કોઈ પણ પ્રકારનું બંધિયાણપણું કે સંકુચિતતા દેખાતી નહોતી. તેમને સર્વધર્મોમાં આંતરરાષ્ટ્રીય સંવાદિતા પ્રસ્થાપિત કરવા માટે 1997માં રાધાકૃષ્ણ એવોર્ડ એનાયત કરાયો હતો.

    1999માં 74 વર્ષની વયે તેમણે સ્પેનિસ અને અંગ્રેજી ભાષામાં પોતાની વેબસાઈટ શરૂ કરી હતી. વર્ષો સુધી નિયમિત રીતે તેઓ વેબસાઈટ (www.carlosvalles.com)નું સંચાલન કરતા અને વાચકોને પ્રશ્નોના ઉત્તરો પણ આપતા. છેલ્લે તેઓ 2015માં ગુજરાતની મુલાકાતે આવ્યા. સુરતમાં તેમને ગોવિંદભાઈ ધોળકિયાની માતુશ્રીની સ્મૃતિમાં મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત થયેલો. (આઠમી ફેબ્રુઆરી, 2015) એ વખતે અમદાવાદમાં પણ તેમના કેટલાક યાદગાર કાર્યક્રમો થયા હતા. એ પહેલાંની ભારતની મુલાકાતમાં પણ ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મળીને યોજાયેલા કાર્યક્રમોમાં ગુજરાતભરના તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદની મેઘાણી પીઠમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. તેમના ચાહકો વારંવાર માંગ કરતા હતા કે અમારે ફાધરને રૂબરૂ મળવું છે. ફાધરના ચાહકો તેમને રૂબરૂ મળી શકે તે માટે યોજાયેલા એ કાર્યક્રમમાં, કોઈ લગ્નનું રિસેપ્શન હોય તે રીતે લોકો લાંબી લાઈનમાં ઊભા રહેલા અને વારાફરતી ફાધરને મળેલા. ફાધર વાલેસ અને તેમના ચાહકો માટે એ યાદગાર અવસર હતો.

    ફાધર વાલેસ માત્ર લેખક નહોતા, તેઓ સાચુકલા પાદરી હતા, સાચુકલા સંત હતા. તેમણે ગુજરાત પ્રદેશ અને ગુજરાતી ભાષા સંસ્કૃતિને ખૂબ ચાહ્યાં અને તેઓ સવાઈ ગુજરાતી બની ગયા.

    તેમનાં પુસ્તકો જીવન ઘડતરનું મોટું બળ બને તેવાં છે. તેમની ભાષા ભારેખમ નથી અને તેઓ બોધ કે ઉપદેશ આપતા નથી. ઉદાહરણો આપીને તેઓ સરસ રીતે વાત કરે છે. લગ્નસાગર નામનું તેમનું પુસ્તક તો એટલું બધું લોકપ્રિય થયું હતું કે લગ્ન પ્રસંગે વર્ષો સુધી એ જ પુસ્તક ભેટ અપાતું રહ્યું. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના અધિપતિ મનુભાઈ શાહ કહે છે કે, 1967માં ચીમનભાઈ ત્રિવેદી ફાધર વાલેસને લઈને ગુર્જરમાં આવેલા. તેઓ મારા મોટા ભાઈ કાંતિભાઈને મળેલા. ગુર્જરે તેમનું લગ્નસાગર પુસ્તક પહેલાં સાદી રીતે અને પછી આકર્ષક રીતે છાપ્યું. એ પછી તો ફાધર વાલેસ અને ગુર્જરનો નાતો અતૂટ રીતે બંધાઈ ગયો. ગુર્જર અધિકૃત રીતે તેમનાં ગુજરાતી પુસ્તકોના પ્રકાશક બની રહ્યા. છેલ્લા થોડાં વર્ષોમાં તો તેમણે પોતાની તમામ રોયલ્ટી સારા કાર્યમાં વાપરવા માટે ગુર્જરને લેખિતમાં સંમતિ આપી હતી. તેમની ઈચ્છા પ્રમાણે એ રકમ સદ્કાર્યોમાં વપરાતી જ રહી છે.

    ફાધર વાલેસે જે રીતે ગુજરાતી ભાષાને આત્મસાત કરી તેની ઘણા લોકોને ખૂબ નવાઈ લાગે છે. આ એક અચરજનો વિષય છે. પારકી ભૂમિનો માણસ કોઈ ભાષાને આટલી સરસ રીતે આત્મસાત કરી શકે તે નવાઈ લાગે તેવી બાબત છે. ફાધર વાલેસે ગુજરાતી ભાષા વિશે શબ્દલોક નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. (તેનું નવું નામ છે, વાણી તેવું વર્તન) ગુજરાતી ભાષા સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિએ આ અનિવાર્યપણે વાંચવું જોઈએ તેવું પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે ગુજરાતી ભાષાને જુદી જુદી રીતે જોઈ અને મૂલવી છે. ભાષા વિશેની આખી સમજણ જ બદલાઈ જાય તેવું આ પુસ્તક તમામ ભારતીય ભાષાઓમાં ભાષા વિશે લખાયેલા પુસ્તકોમાં શિરમોર કહી શકાય તેવું છે. એક મુલાકાતમાં ફાધર વાલેસે કહ્યું હતું કે, મારું સૌથી પ્રિય આ પુસ્તક છે.

    જીવન જ્યાં લઈ જાય ત્યાં હું જઉં છું એવું કહેનાર ફાધર વાલેસે જીવનમૂલ્યો લખીને પણ રજૂ કર્યાં અને જીવી પણ બતાવ્યાં. ગુજરાત પ્રદેશ, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પ્રજાને એ સદનસીબ છે કે આવો એક સારસ્વત તેને મળ્યો.

    ગુજરાત કાયમ માટે ફાધર વાલેસનું ઋણી રહેશે.

    આવનારી પેઢીઓ તેમના કાર્યથી પરિચિત થાય તે માટે ગુજરાત તેમની સ્મૃતિમાં કાયમી, તેમના નામ અને કાર્યને શોભે એવું સ્મારક કરે તો કેવું સારું ?

    (અમદાવાદમાં ફાધર વાલેસના ત્રણ વિશિષ્ટ કાર્યક્રમોમાં સંયોજક બનવાની મને અને અનિતાને અમેરિકામાં રહેતા તેમના માનસ પુત્ર દેવેન્દ્રભાઈ પીરને કારણે તક મળી હતી. અમારા જીવનનું એ યાદગાર સંભારણું છે. એ રસપ્રદ વાતો વિશે નોખો-અનોખો લેખ થશે.)

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, અમદાવાદ)

  53. Bhavika satra નવેમ્બર 10, 2020 પર 8:13 એ એમ (am)

    Today We all lost a great personality Father valles…May his soul rest in peace 🙏🏻🙏🏻🙏🏻
    “Mangal mandir kholo dayamay”

  54. La' Kant " કંઈક " નવેમ્બર 11, 2020 પર 3:05 એ એમ (am)

    NAMASTE. LET HIS SOULS FURTHER JOURNEY BE …BETTER on higher plane ..
    La’ KANT/11-11-20

  55. Peter Jadav નવેમ્બર 11, 2020 પર 10:26 પી એમ(pm)

    Muti talented & multi language author and speaker.Gujarat will proudly remember Father Valles.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: