ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કે. કા. શાસ્ત્રી


k_k_shastri-_-1.jpg

 #  સમાચાર

____________________________ 

નામ

કેશવરામ કાશીરામ શાસ્ત્રી

ઉપનામ

બ્રહ્મર્ષિ, વિદ્યાવાચસ્પતિ

જન્મ

જુલાઈ 28 –  1905, માંગરોળ (સોરઠ)

અવસાન

સપ્ટેમ્બર 9 – 2006

કુટુમ્બ

  • માતા – દેવકી બહેન ; પિતા – કાશીરામ કરશનજી
  • પત્ની – પાર્વતી બહેન; સંતાનો – ત્રણ પુત્ર, ચાર પુત્રી

અભ્યાસ

  • પ્રાથમિક – સૌરાષ્ટ્રમાં
  • માધ્યમિક – મેટ્રિક (અમદાવાદ)

વ્યવસાય

  • ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના અધ્યક્ષ
  • ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિયામક.

જીવન ઝરમર

  • 1936 થી અમદાવાદમાં સ્થાયી
  • ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત
  • 240 જેટલાં પુસ્તકો, 1500 લેખ લખ્યા
  • પોતે માત્ર મેટ્રિક હોવા છતાં ‘ડોક્ટરેટ’  માટેના માન્ય ગાઈડ
  • 1500 વિદ્યાર્થીને તૈયાર કર્યા, 19 પી. એચ.ડી. માટે
  • વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક
  • 69 વર્ષની ઉંમર સુધી સાયકલ વાપરી
  • 1985– ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

                k_k_shastri.jpg 

મુખ્ય રચનાઓ

  • ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ–  અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન,  ગુજરાતી ભાષાલેખન, ગુજરાતી વાગવિકાસ,  ગુજરાતી રૂપરચના,  ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર,   ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ,  વાગવિભવ
  • કોશ – ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ,  બૃહદગુજરાતી કોશ ખંડ
  • ઇતિહાસ – ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અસાંજો કચ્છ અતીતને આરે
  • સંપાદન – ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ 1,2 ; ભીમકૃત પ્રબોધપ્રકાશ, દયારામકૃત ભક્તિપોષણ , હારસમેનાં પદ અને હારમાળા, શ્રીમહાપ્રભુસ્તુતિમુક્તાવલિ, શ્રીકૃષ્ણસ્તવનાવલિ, બ્રહ્મવાદપ્રવેશિકા, નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્ર પદી, અસાઇત કૃત હંસાઉલિ, દલપત કાવ્ય, પ્રેમાનન્દ કૃત મામેરું
  • નાટક – અજેય ગૌરી શંકર અને બીજી એકાંકીઓ, ખનદાન લોહી
  • ચરિત્ર – આપણા કવિઓ, આપણા સારસ્વતો
  • સામ્પ્રદાયિક – વૈષ્ણવ બાલ પાઠાવલિ, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો, ભગવદ ગીતા – તાત્વિક અભ્યાસ, વેદ ચિંતામણિ
  • સંસ્કૃત – સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ્, અમરકોશ,  વનૌષધિ કોશ, સિધ્ધાંત રહસ્યમ્
  • અનુવાદ – પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસનાં નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર
  • અંગ્રેજી –  Structural build up of a Thesis

સન્માન

  • 1952– રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1966– અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી ‘વિદ્યાવાચસ્પતિ’ ની પદવી
  • 1966 – ભારતી પરિષદ, પ્રયાગ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ ની પદવી
  • 1976– ભારત સરકાર તરફથી પદ્મશ્રી

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

11 responses to “કે. કા. શાસ્ત્રી

  1. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 10, 2006 પર 5:15 પી એમ(pm)

    DEAR K.K.SHASTRIJI has left his Mortal Body,His.HIS HEART WILL KEEP LOVING US.HIS WISDOM WILL KEEP GUIDING US.
    Our Family has Lost the Best Friend, Well wisher and Mentor. Shastiji’s Love to us and people of gujarat and India and Over the Globe will last for years to come.
    WE ARE PRAYING WITH DEAR SHASTRIJI’s FAMILY.
    Late. Vaidya Mulshanker P Trivedi and Family.
    Bhanuben,Jyotiben,Anantvijay,Jitendra,Rajendra and Aparna.

  2. nilam doshi સપ્ટેમ્બર 25, 2006 પર 7:47 એ એમ (am)

    આ તેમને સાચી શ્રધ્ધાંજલિ છે.તેમનુ કાર્ય સદા માટે અવિસ્મરણીય છે અને રહેશે.

  3. nirav સપ્ટેમ્બર 6, 2008 પર 5:34 એ એમ (am)

    shri shastriji has published some other kosh

    1> PAYA NO GUJARATI SHABDAKOSH
    2> PAYA NO SANSKRIT – GUJARATI SHABDAKOSH
    3> GUJARATI BHASHA NO VYUTPATTI KOSH (SHABDARTH SAHIT)

  4. Prafull Tankaria મે 20, 2009 પર 1:31 એ એમ (am)

    Kekaji had great historical knowledge about the shrikrishana and his anciant city Dwarika. He had written my book’s “Aamusk” which name is “Dwarikana Shrikrishna: Ek Itihas”. I think it Aamukh was his last.

  5. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. kashmira mistry જુલાઇ 24, 2015 પર 2:52 એ એમ (am)

    k.ka.shashtri ne bhani chu….atle fari temna vishe janwani maja padi gai….
    thank you…..harish bhai….

  10. દિનેશ ગોવિંદ ગોહિલ જુલાઇ 11, 2021 પર 4:33 એ એમ (am)

    શાસ્ત્રીજી દ્વારા લિખિત”વણકરોનો ઇતિહાસ”નો ઉલ્લેખ કરવો એવી વિનંતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: