ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પ્રવાસ વર્ણનકાર

અંબાલાલ પુરાણી, Ambalal Purani


–   ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.

–  વિકીપિડિયા ઉપર

–  તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર

—————————————————

જન્મ

  • ૨૬,મે-૧૮૯૪; સુરત
  • વતન – ભરૂ્ચ

અવસાન

  • ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

કુટુમ્બ

શિક્ષણ

  • પ્રાથમિક – ભરૂચ
  • ૧૯૦૯ – મેટ્રિક
  • ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

વ્યવસાય

  • સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

તેમના વિશે વિશેષ

  • વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
  • ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
  • શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
  • ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
  • ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

રચનાઓ

  • વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
  • ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
  • પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
  • પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
  • નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
  • આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
  • અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
  • English 
    • The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
    • Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
    • Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
  • વિકીપિડિયા

.

મહેબૂબ દેસાઈ – ડો. Mehboob Desai


– પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.

કે.કા. શાસ્ત્રી 

તેમના બ્લોગ

– વર્ડપ્રેસ પર – ;  –  બ્લોગસ્પોટ પર – 

—————————————————-

સમ્પર્ક

  • કાર્યાલય –  ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • રહેઠાણ – ૩૦૧ ડી, રોયલ અકબર રેસિડન્સી, સરખેજ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૫
  • સમ્પર્ક
    • લેન્ડ લાઈન –  (૦૭૯) ૨૬૮૨ ૧૪૮૭
    • મોબાઈલ – ૯૮૨ ૫૧ ૧ ૪૮૪૮
    • ઈમેલ : mehboobudesai@gmail.com

જન્મ 

  • ૫ જાન્યુઆરી ૧૯૫૩; અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – ઉસ્માનભાઈ હુસેનભાઈમાતા- હુરબાઈ
  • પત્ની – સાબેરા; પુત્ર – ઝાહિદ; પુત્રી– કરિશ્મા

અભ્યાસ

  • ૧૯૭૬- એમ. એ.
  • ૧૯૯૨ – પીએચ. ડી.(ઇતિહાસ)

વ્યવસાય

  • પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ૨૦૧૬ થી – પ્રોફેસર/ હેડ ઓફ ડિપા. –  ઈતિહાસ અને સંસ્કૃતિ – ગુજરાત વિદ્યાપીઠ

તેમના વિશે વિશેષ 

  • અનેક સેમિનારો–કોન્ફરન્સોમાં ૧૦૦ જેટલા શોધપત્રો રજુ કર્યા છે.
  • અનેક સેમિનારોમાં ચેરપર્સન તરીકે સેવા આપેલ છે.
  • ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા (રાહે રોશન) ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે.
  • ઇન્ચાર્જ અધ્યક્ષ, સમાજકાર્ય વિભાગ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સભ્ય, એકેડમિક કાઉન્સિલ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • નિયામક, ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સંયોજક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ટુરીઝમ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • પ્રકાશન અધિકારી, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ટ્રસ્ટી, દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા
  • વિષય તજજ્ઞ, જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી
  • સભ્ય, હરીઓમ આશ્રમ સર્વધર્મ પ્રકાશન સમિતિ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભવિદ્યાનગર
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, વીર અહીલ્યાબાઈ યુનિવર્સીટી, ભોપાલ
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, સૌરાષ્ટ યુનિવર્સીટી, રાજકોટ
  • સંશોધક તજજ્ઞ, ભારતીય ઉચ્ચ સંશોધન સંસ્થાન, સિમલા
  • સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ
  • સભ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ, જુનાગઢ.

રચનાઓ

  • ઈતિહાસ-મહેક, બેતાલીસમાં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, આવિષ્કાર,  ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ  અને પ્રજાકીય લડતો,   હિન્દોસ્તાં હમારા,   ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો,  આઝાદીના આશક મેઘાણી,  ગુજરાતના નવતર સત્યાગ્રહો,આઝાદીના પગરવ ,  ગુજરાતની સ્વાતંત્ર સાધના, સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, વિ-ચાર્ય (સંશોધન લેખો),  ભારતના ઈતિહાસની તવારીખ, ઇતિહાસ,વિચાર અને સંવેદના
  • જીવન ચરિત્રો – મુસ્લિમ મહાત્માઓ, સૂફી જાણ તો તેને રે કહીએ , ગાંધીજી,   રવિશંકર મહારાજ , આપણા જવાહર , અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ  ,  ક્રાંતિકારી ભગતસિંહ

  • સામાજિક –  Islam and Non Violence,  Social Engagements of Intellectuals in Civil Society, મુસ્લિમ માનસ, મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર
  • શિક્ષણ – પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર , પ્રૌઢ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન
  • પ્રકીર્ણ –  નોખી માટીના નોખા માનવી, સ્નેહની સરવાણી,  સ્મૃતિવંદના, અલખને ઓટલે
  • પ્રવાસ – દો કદમ હમભી ચલે, સફર-એ-સાઉદી અરેબિયા, ગુજરાતમાં પ્રવાસન,  યાત્રા, પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર ( પ્રેસમાં )

સન્માન

  • ૨૦૧૨-  પ્રજાસત્તાક દિનની ઉજવણી, ભાવનગર મુકામે – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે સન્માન.
  • ગુજરાત સાહિત્ય અકાદમી – ૧૯૯૨ના શ્રેષ્ટ સંશોધક ગ્રન્થનું પ્રથમ પારિતોષિક
  • ૨૦૦૬- ગુજરાત રાજ્યના રાજ્યપાલ મા.નવલ કિશાર શર્મા દ્વારા સંશોધન અને કોમી સદભાવના અંગેના લેખો અને કાર્ય બદલ સન્માન
  •  ૨૦૧૦- દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા ભાવનગરના ૧૦૦ પાવર પીપલનું સન્માન
  • ૨૦૦૬- ગુજરાત જૈન યુવક સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામ અંગે લખેલા ૧૮ ગ્રંથો માટે સન્માન
  • ૧૯૯૬- ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા  શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન
  • ૨૦૦૨ – રાજસ્થાન સાહિત્ય સંગમ દ્વારા પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડg
  • ૨૦૧૯ – કુમાર ચંદ્રક
  • મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક કાર્ય બદલ સન્માન 
    • ૧૯૯૮- ખેડા
    • ૨૦૦૦ – કલોલ
    • ૨૦૦૫- અખિલ ભારતીય મેમણ સમાજ, મુંબઈ
    • મીરાં સચદે મેમોરીયલ સમિતિ, ભુજ દ્વારા સન્માન
  • ૧૯૯૬ – અમરેલી જીલ્લા સ્વાતંત્ર સમિતિ દ્વારા, અમરેલી જીલ્લાના સ્વાતંત્ર સંગ્રામ પર ઐતિહાસિક ગ્રંથના લેખન માટે સન્માન

મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri


જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

નેપથ્યે જે થાય, થવા દો
ખેલ નિરંતર જારી રાખો
એક ભવાઈ થાય જો પૂરી
બીજીની તૈયારી રાખો

——–

તુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ !
ઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ !

ઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ–
ઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ !

#  તેમનું પુસ્તક ‘ ૧૫૧ હીરા’ અહીંથી ડાઉન લોડ કરો.

#  ‘વેબ ગુર્જરી’ પર એક સરસ લેખ

# તેમની રચનાઓ   –   ૧  –  ઃ  –    ૨  –

——————————————————————————–

નામ

  • અમીર મહમ્મદ સિંધી

ઉપનામ

  • મુસાફિર પાલનપૂરી, મસ્ત કલંદર પાલનપૂરી

સમ્પર્ક

  • ‘સુકૂન’ જૂના ડાયરા – સલીમપુરા પાસે, પાલણપૂર- ૩૮૫ ૦૦૧
  •  ફોન – (૦૨૭૪૨) ૨૬૩૬૭૭

જન્મ

  • ૨૧, જૂન- ૧૯૪૩; પાલણપૂર

કુટુમ્બ

  • માતા – નાથીબાઈ, પિતા – દીનમહમ્મદ
  • પત્ની – ઝુબેદા ( લગ્ન – ૧૯૬૮ )

શિક્ષણ

વ્યવસાય

  • શિક્ષક, જિલ્લા શિક્ષણ પંચાયત , પાલણપૂર

તેમના વિશે વિશેષ

  • ૧૨મા વર્ષે માતા અને ૧૫મા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
  • છઠ્ઠા ધોરણનો અભ્યાસ પડતો મૂકી, ઓરિસ્સા કમાવા ગયા હતા. માત્ર સાત રૂપિયાના માસિક પગાર માટે રોજના વીસ મણ લાકડાં ફાડવાનું, અને પુંઠાના બોક્સ પર લાઈ અને સરેશ ચોપડવાનું કામ આઠ વર્ષ કરેલ છે. પણ આવા કપરા કાળમાં પણ એમનો ગઝલ રસ કાયમ રહ્યો હતો.
  • વતન પાછા આવ્યા બાદ, માસિક ૯૦ /- રૂ.ના માતબર પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી – એને તેમણે સ્ટેટસ સિમ્બોલ માની લીધો હતો.
  • પાલનપુરની નાનકડી ઓરડીમાં લખાયેલ ‘ ઢાઈ અક્ષર’ ઉત્તર ગુજરાત યુનિ.ની વિનયન શાખાના ત્રીજા વર્ષના પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે.
  • ‘ઇન્ડિયા-ડે’ની ઉજવણીમાં આમંત્રિત કવિ તરીકે ઇન્ગ્લેન્ડની ૨૧ દિવસની સફર
  • નિવૃત્ત જીવનમાં સેવાભાવી અને કોમી એખલાસ વધારવાની સ્તુત્ય પ્રવૃત્તિઓ.

રચનાઓ 

  • કવિતા – ચિત્કાર, આગવી ઉર્મિઓ, અવિરામ, ગાંધીથી દિલ્હી સુધી, ઢાઈ અક્ષર, બગીચા (બનાસકાંઠાની ધાંણ ધારી બોલીમાં)
  • પ્રવાસ વર્ણન – બી.કે.થી યુ.કે. સુધી ( બ્રિટન પ્રવાસ કથા)
  • લેખ સંગ્રહ – સાન્નિધ્ય સરી જતી ક્ષણોનું
  • સંપાદન – અર્પણ, ફૂલ ધરી દો એક બીજાને , શૂન્યનું તત્વ ચિંતન

સન્માન

  • ૧૯૯૮ – રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • ૨૦૦૫ – ગઝલરચના માટે ‘ મિર્ઝા ગાલિબ’ એવોર્ડ.

સાભાર 

  • શ્રી. અકબર વલીભાઈ મુસા – અમદાવાદ, પાલનપુર

અવંતિકા ગુણવંત, Avantika Gunwant


”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

– અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                              

—————————————–

સંપર્ક

  • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
  • ફોન :+91-79-26612505, +91-79-26612505
  • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

  • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
  • મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )

અવસાન

  • ૯, ડિસેમ્બર – ૨૦૧૭

કુટુમ્બ 

  • માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
  • પતિ – ગુણવંત મહેતા ; પુત્ર –  મરાલ; પુત્રી – પ્રશસ્તિ

અભ્યાસ

  • મેટ્રિક – ૧૯૫૨
  • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
  • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

  • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
  • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
  • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

  • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
  • ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
  • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
  • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

  • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

  • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
  • ૧૯૮૨– ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
  • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
  • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ

નિરંજન વર્મા, Niranjan Varma


નામ

નિરંજન માવલસિંહ વર્મા

જન્મ

ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર

અવસાન

ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ

અભ્યાસ

  • અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
  • વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
  • ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
  • સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
  • ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
  • અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
  • સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

ઇન્દ્ર વસાવડા, Indra Vasavada


નામ

ઇન્દ્ર વસાવડા

જન્મ

૨૩ નવેમ્બર ૧૯૧૨ ; જૂનાગઢ

અભ્યાસ

  • બી.એ. – બહાઉદ્દીન કૉલેજ; જૂનાગઢ
  • એમ.એ. વીથ વેદાંત – ઍલ્ફિસ્ટન કૉલેજ ; મુંબઇ
વ્યવસાય
  • શિક્ષક અને આચાર્ય
  • કેળવણી ખાતામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રાજ્યશિક્ષણભવનના નિયામક
  • સને ૧૯૭૧થી નિવૃત્ત
પ્રદાન
  • ઉપેક્ષીત વર્ગનાં પ્રશ્નો-સમસ્યાઓને નિરૂપતી નવલકથા
રચનાઓ
  • નવલકથાઓ – ઘર ભણી, ગંગાના નીર, સમર્પણ, સંજીવની, શોભા, ચંદા, પ્રયાણ, ગરીબની લક્ષ્મી
  • નાટકો – શાળોપયોગી નાટકો, દીવો મારા દેશનો
  • વાર્તાસંગ્રહ – ઇતિહાસને અજવાળે, નવનીતા, રાધુ
  • બાળવાર્તાઓ – રમૂજી પ્રવાસમાળા, જાંબુની ડાળે, રામ રામ ભૈયાજી (બાળનવલકથા)
  • પ્રવાસકથા – નાનસેન  ઃ તેના પ્રવાસો, ભયંકર રણમાં, હ્યુ એન-સંગ (રમણલાલ સોની સાથે)
  • અનુવાદ – હિન્દીનો શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ, મારી મા (કથેરાઇન હોર્બ્સ
  • હિન્દીલેખન – ઘર ભણી, શોભા, સંજીવની
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયમલ્લ પરમાર,Jaymalla Paramar


નામ

જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર

જન્મ

૬ નવેમ્બર ૧૯૧૦

અવસાન

૧૩ જૂન ૧૯૯૧

અભ્યાસ

  • દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
  • કાશી વિદ્યાપીઠ – વારાણસી
  • ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
  • ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
  • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
  • સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
  • મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

રામનારાયણ ના. પાઠક, Ramnarayan N Pathak


નામ

રામનારાયણ નાગરદાસ પાઠક

જન્મ

૨૩ ફેબ્રુઆરી ૧૯૦૫ ; ભોળાદ તા. બોટાદ

અવસાન

૪ જુલાઇ ૧૯૮૮

 

અભ્યાસ

  • લાઠી, લીંબડીની શાળાઓમાં, વઢવાણની રાષ્ટ્રીય શાળામાં
  • લીંબડીની સંસ્કૃત પાઠશાળાઓમાં ભાગવતનો અભ્યાસ અને ઉદ્યોગશાળામાં વણાટકામ શીખ્યાં.
જીવનઝરમર
  • હરિજનસેવા, ગ્રામોત્થાન અને ખેતીકામ સાથે સંકળાયેલા.
  • ૧૯૨૩ના ઝંડા સત્યાગ્રહમાં તરૂણ સત્યાગ્રહી તરીકે ગાંધીજીના રંગે રંગાયા.
  • ગિજુભાઇ બધેકા અને નાનાભાઇ ભટ્ટના અંતેવાસી એવા તેમણે વિવિધ સ્તરે શિક્ષણકાર્ય કર્યું હતું.
  • વિશ્વશાંતિ પરિષદમાં તેમણે ભારતના સભ્ય તરીકે ફિનલૅન્ડ, રશિયા અને ઝેકોસ્લોવીયા વગેરે રાષ્ટ્રોની મુલાકાત લીધી હતી.
રચનાઓ
  • નવલકથાઓ – છેટાં રે જો માબાપ, વેઠનો વારો, પચાસ વર્ષ પછી, આવતી કાલ, જગતનો તાત, ખાંડાની ધાર, માનવતાનાં મૂલ, સાથી, સોહાગ, યશોધરા.
  • ચરિત્રલેખન – ભારતના ભડવીરો, ભારતની વીરાંગનાઓ, યુગાવતાર ગાંધી ૧ થી ૩, ગાંધીગંગા, મોહનમાંથી મહાત્મા, ક્રાંતિકારક ગાંધી, મહાત્મા તૉલ્સતૉય, ગૌતમ બુદ્ધ, બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઇ, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી રામકૃષ્ણદેવ, માશ્રી શારદામણીદેવી, સ્વામી વિવેકાનંદ.
  • પ્રવાસ – કાળાં પાણીને પેલે પાર, પલટાતી દુનિયાનાં દર્શને, ભારતયાત્રા ૧ થી ૪, ચાર પ્રવાસો, પ્રવાસપત્રો.
  • ધર્મકથાઓ – આપણી ધર્મકથાઓ, સર્વધર્મપરિચય  ઃ  હિન્દુધર્મ, ઇસાઇ ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાકાવ્યોની રસિક કથાઓ.
  • બાલવાર્તા – રામભાઇની બાલવાર્તાઓ
  • સંક્ષેપ અને અનુવાદ – સ્વામી વિવેકાનંદ  ઃ ભાષણો અને લેખો  ભાગ ૧ થી ૫, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૨ અને ૩ ( બન્નેમાં ૧૨ ગ્રંથો), પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ’ ૧ થી ૩, રશિયન આત્મકથા ‘મારો પરિવાર’, રામચરિત્રમાન્સ, સુંદરકાંડ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

પીતાંબર પટેલ, Pitambar Patel


નામ

પીતાંબર પટેલ

ઉપનામ

પિનાકપાણી, રાજહંસ, સૌજન્ય

જન્મ

૧૦ ઑગસ્ટ ૧૯૧૮ ; શેલાવી જિ. મહેસાણા

અવસાન

૨૪ મે ૧૯૭૭ ; અમદાવાદ

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ – શેલાવી અને પાનસર
  • માધ્યમિક શિક્ષણ – સર્વવિદ્યાલય, કડી. મેટ્રિક (૧૯૩૬)
  • બી.એ. – એલ.ડી. આર્ટ્સ કૉલેજ ; અમદાવાદ
  • એમ.એ. – ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્ર
વ્યવસાય
  • ૧૯૫૬ થી ૧૯૫૯ – આકાશવાણી, અમદાવાદ
  • ‘સંદેશ’ના તંત્રીવિભાગમાં
  • ‘આરામ’ માસિકના સંપાદક
  • ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૬ વર્ષો સુધી મંત્રી
  • ગુજરાત રાજ્યના પંચાયત સેવા કમિશનના સભ્ય તથા અધ્યક્ષ
જીવનઝરમર
  • રા.વિ પાઠક, રસિકભાઇ પરીખ, કે.કા. શાસ્ત્રી અને ઉમાશંકર જોશીના વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય મળ્યું.
  • ઉત્તર ગુજરાતનું લોકજીવન એમનિ નવલકથાઓમાં પટ્ટણી બોલીના એક પ્રભેદના માધ્યમથી નિરૂપાયું છે.
  • સાત પુસ્તકો ગુજરાત રાજ્ય અને બે પુસ્તકો ભારત સરકાર દ્વારા પુરસ્કૃત.
રચનાઓ
  • નવલકથા – રસિયો જીવ, પરિવર્તન, ઊગ્યું પ્રભાત, તેજરેખા, ખેતરને ખોળે (ભાગ ૧ અને ૨), આશાભરી, અંતરના અજવાળાં, ધરતીનાં અમી (ભાગ ૧ અને ૨), ચિરંતન જ્યોત, કેવડિયાનો કાંટો, ઘરનો મોભ,
  • નવલિકા – વગડાનાં ફૂલ, ખોળાનો ખૂંદનાર અને બીજી વાતો, મિલાપ, શ્રદ્ધાદીપ, કલ્પના, છૂટાછેડા, શમણાંની રાખ, સોનાનું ઇંડું, કેસૂડાનાં ફૂલ, કર લે સિંગાર, નીલ ગગનનાં પંખી, રૂડી સરવરિયાની પાળ, ઝૂલતા મિનારા, કીર્તિ અને કલદાર
  • વાર્તાસંપાદનો – પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, પીતાંબર વાર્તાવૈભવ (ભાગ ૧ અને ૨)
  • વ્યક્તિચિત્રો-પ્રસંગકથા – રાખનો ઢગલો, ધરમ તારો સંભાળ રે, ગામડાનિ કેડીએ, વીરપસલી, નવો અવતાર, લીંબડાની એક ડાળ મીઠી, સર્વોદયપાત્ર, સૌભાગ્યનો શણગાર, સતનો દીવો, ધરતીનો જાયો, રામનામની પરબ.
  • પ્રવાસનિબંધ – નૂતન ભારતના તીરથ (ભાગ ૧ થી ૫)
  • સંપાદન – મંગલ વાતો, માણસાઇનિ વાતો.

 

શેખાદમ આબુવાલા, Shaikh Adam Abuwala


“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” 
  –  તેમના પોતાના અવાજમાં સાંભળો

“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.”   – #  સાંભળો અને માણો

“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”

“હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. ”  –  #   સાંભળો અને માણો

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

“ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યો

#  રચનાઓ   :    –   1  –    :   –  2  –

એક સરસ પરિચય

#  એક અંગત પરિચય   –  ૧  –  ;

________________________________________________________________

નામ

  • આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન

ઉપનામ

  • આદમ

કુટુમ્બ

  • માતા – મોતીબાઈ; પિતામુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ

જન્મ

  • 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ

અવસાન

  • 20,મે – 1985; અમદાવાદ

અભ્યાસ

  • બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
  • એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)

વ્યવસાય

  • ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
  • 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
  • 1974 પછી – અમદાવાદમાં પત્રકાર

sa

જીવનઝાંખી

  • માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં.
  • એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
  • સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
  • ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
  • અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ  જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
  • મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
  • આંતરડાની બીમારીથી અવસાન

રચનાઓ – 33 પુસ્તકો

  • કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
  • નવલકથા– તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો,  સમગ્ર ગઝલ – દીવાને આઝમ
  • અનુવાદ– શ્રેષ્ઠ જર્મન વાતો
  • આત્મકથા. સ્વાનુભવો – હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
  • ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
  • મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
  • ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं

લાક્ષણિકતાઓ

  • તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
  • રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
  • નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2
  • શ્રી. મહમ્મદઅલી ભેડુ – ‘ વફા’