ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: આધ્યાત્મિક

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

શ્રીમદ્ રાજચંદ્ર, Shrimad Rajchandra


Rajchandra_3

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ.

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.

( આત્મ સિદ્ધિ શાસ્ત્ર – અહીં આખું વાંચો . )

તેમના જીવન વિશે વિસ્તૃત માહિતી

–   શ્રીમદ રામચન્દ્ર મીશન, ધરમપુર ની વેબ સાઈટ

–   વિકિપિડિયા પર

——————————————————–

મૂળ નામ

  1. લક્ષ્મીનંદન

જન્મ  

  • ૧૦, નવેમ્બર-  ૧૮૬૭ ( દેવ દિવાળી); વવાણિયા- જિ. મોરબી

અવસાન

  • ૧૯૦૧, રાજકોટ

કુટૃમ્બ

  • માતા– દેવબા; પિતા – રવજીભાઈ; ભાઈ – મનસુખ
  • પત્ની – ઝબકબેન; પુત્રો – છગનલાલ, રતિલાલ; પુત્રીઓ – જવલબેન, કાશીબેન

શિક્ષણ

  • પ્રાથમિક – સાત ધોરણ

Rajchandra_4

[  ગુજરાતીમાં તેમના જીવન વિશે  ]

તેમના વિશે વિશેષ

  • ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું.
  • પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો.
  • સાત વર્ષની ઉમરે એક પરિચૈત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને  સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.
  • ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો.
  • આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી.
  • સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
  • પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
  • જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા.
  • 14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
  • 17 વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને  પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે.
  • અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો
  • ૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.
  • ઈ.સ.1896 માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. 28 વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
  • 23 વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી.
  • ૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ  નિવૃત્તિ
  • ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા   એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
  • ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં.
  • તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. 
  • તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના  પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે.
  • સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

રચનાઓ

  • મોક્ષમાળા, ભાવના-બોધ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ-અવસર
  • ઘણા જૈન દર્શનોનો અનુવાદ અને ટિપ્પણીઓ
  • જે શ્રીમદ્ રાજચંદ્રનું ‘વચનામૃત’ ( સમ્પૂર્ણ સાહિત્ય અને પત્રો)

સાભાર 

દયાનંદ સરસ્વતી, Dayanand Saraswati


Dayanand_Swami– “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંકૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”

Main message – “Back to the Vedas” 

– “कृण्वन्तो विश्वं आर्यं”

તેમનાં વચનામૃત

‘ આર્યસમાજ’ના સ્થાપક
( આર્યસમાજ વિશે)

– દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતી
( દિવ્ય ભાસ્કર માં લેખ )

‘સ્વર્ગારોહણ’ પર સરસ લેખ

વિકીપિડિયા ઉપર

Biography in English

‘મહર્ષિ દયાનંદ મારી નજરે’- શ્રી.ભાવેશ મેરજા દ્વારા અનુવાદિત સંપાદિત ઈ-બુક

Dayanand_Swami_4

——————————————

મૂળ નામ 

  • મુળશંકર તિવારી

જન્મ

  • ૧૨, ફેબ્રુઆરી – ૧૮૨૪, ટંકારા, મોરબી

અવસાન

  • ૩૦,ઓક્ટોબર- ૧૮૮૩; અજમેર, રાજસ્થાન

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – કરશનદાસ

       મૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.

    એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત? મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.

Dayanand_Swami_1

Dayanand_Swami_2

10 Principles* of the Arya Samaj

  1. God is the efficient cause of all true knowledge and all that is known through knowledge.

  2. God is existent, intelligent and blissful. He is formless, omniscient, just, merciful, unborn, endless, unchangeable, beginning-less, unequalled, the support of all, the master of all, omnipresent, immanent, un-aging, immortal, fearless, eternal and holy, and the maker of all. He alone is worthy of being worshiped.

  3. The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to read them, teach them, recite them and to hear them being read.

  4. One should always be ready to accept truth and to renounce untruth.

  5. All acts should be performed in accordance with Dharma that is, after deliberating what is right and wrong.

  6. The prime object of the Arya Samaj is to do good to the world, that is, to promote physical, spiritual and social good of everyone.

  7. Our conduct towards all should be guided by love, righteousness and justice.

  8. We should dispel Avidya (ignorance) and promote Vidya (knowledge).

  9. No one should be content with promoting his/her good only; on the contrary, one should look for his/her good in promoting the good of all.

  10. One should regard oneself under restriction to follow the rules of society calculated to promote the well being of all, while in following the rules of individual welfare all should be free.

તેમના વિશે વિશેષ

  • ૧૮૪૬– બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.
  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
  • ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.
  • ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.
  • હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.
  • તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
  • અનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું
  • ૧૦,એપ્રિલ ૧૮૭૫ – મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા
  • તેમના બીજા જાણીતા પ્રશંસકો
    Madam Cama, Pandit Guru Dutt Vidyarthi,Pran Sukh Yadav, Vinayak Damodar Savarkar,Lala Hardayal, Madan Lal Dhingra, Ram Prasad Bismil, Bhagat Singh, Mahadev Govind Ranade, Swami Shraddhanand. Mahatma Hansraj and Lala Lajpat Rai.
  • આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
  • પછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
  • કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.

રચનાઓ

  • પચાસ જેટલાં પુસ્તકો  – સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)
    ( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી. ભાવેશ મેરજા

દલસુખ માલવણિયા, Dalsukh Malvania


Dalsukh-Malvania

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

પંડિત સુખલાલજીનો પરિચય

—————————————

જન્મ

  • ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

કુટુમ્બ

  • માતા -?; પિતા – દલસુખભાઈ
  • પત્ની – ?; સંતાનો -?

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ- સાયલા
  • જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

વ્યવસાય

  • ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
  • ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
  • ૧૯૫૯ – ૧૯૭૬  –  લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક

તેમના વિશે વિશેષ

  • પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
  • પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
  • ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
  • બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
  • બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
  • ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
  • ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
  • ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
  • દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન

રચનાઓ

  • સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
  • ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
  • સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
  • અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
  • English – Jain philosophy

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

શ્રી.મોટા, Shri Mota


Mota– નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,

-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.

–  પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.

– ‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ

—————————————————–

image-94નામ

  • ચુનીલાલ ઠક્કર

જન્મ

  • ૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)

અવસાન

  • ૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)

કુટુમ્બ

  • માતા-સૂરજબા; પિતા– આશારામ

શિક્ષણ

  • ૧૯૧૯ – મેટ્રિક

main-imageતેમના વિશે વિશેષ

  • ૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ
  • ૧૯૧૬ – પિતાનું અવસાન
  • ૧૯૧૯-૧૯૨૦ – વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો
  • ૧૯૨૧– ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.
  • ૧૯૨૨– ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.
  • ‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.
  • ૧૯૨૩– ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા
  • ૧૯૨૭– હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો
  • ૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા
  • ૧૯૨૮– સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.
  • ૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર
  • ૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ
  • વીસાપુર જેલમાં વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’  લખ્યું.
  • ૧૯૩૪ – સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર
  • ૧૯૩૪-૩૯ – હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન
  • ૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું
  • ૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.
  • ૧૯૪૫– હિમાલયની યાત્રા દરમિયાન અદ્‍ભૂત અનુભવો
  • ૧૯૪૬– સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ
  • ૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્‍માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)
  • ૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ
  • ૧૯૫૫– નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
  • ૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
  • ૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ
  • ૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન
  • ૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ
  • મૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.

રચનાઓ

Mota_books

સાભાર

  • ‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત

અંબાલાલ પુરાણી, Ambalal Purani


–   ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.

–  વિકીપિડિયા ઉપર

–  તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર

—————————————————

જન્મ

  • ૨૬,મે-૧૮૯૪; સુરત
  • વતન – ભરૂ્ચ

અવસાન

  • ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

કુટુમ્બ

શિક્ષણ

  • પ્રાથમિક – ભરૂચ
  • ૧૯૦૯ – મેટ્રિક
  • ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

વ્યવસાય

  • સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

તેમના વિશે વિશેષ

  • વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
  • ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
  • શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
  • ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
  • ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

રચનાઓ

  • વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
  • ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
  • પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
  • પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
  • નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
  • આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
  • અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
  • English 
    • The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
    • Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
    • Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
  • વિકીપિડિયા

.

અમૃતલાલ પઢિયાર, Amrutlal Padhiyar


‘સૌરાષ્ટ્રનો સાધુ’ –  નાનાલાલ કવિ

—————————————————

જન્મ

  • ૩,એપ્રિલ- ૧૮૭૦; ચોરવાડ ( જિ. જૂનાગઢ)

અવસાન

  • ૨,જુલાઈ- ૧૯૧૯; મુંબાઈ

કુટુમ્બ

  • પિતા– સુંદરજી

શિક્ષણ

  • ગુજરાતી પાંચ ધોરણ સુધી

વ્યવસાય

  • મુંબાઈમાં લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં

એમના વિશે વિશેષ

  • વિધવાઓની કરૂણ સ્થિતિ વર્ણવતું પુસ્તક ‘ આર્યવિધવા’ પ્રકાશિત કરવા જૂના સનાતનીઓનો વિરોધ થવાના ભયે મુંબાઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા.
  • નોકરી સાથે ફુરસદના સમયે લેખનકાર્ય
  • સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલ સત્સંગ મંડળીમાં જતા અને તેમની પ્રેરણાથી નોકરી છોડી અને છાપાં અને સામાયિકોમાં  જીવન શુદ્ધિ અંગેના લેખનકાર્ય માટે જીવન સમર્પિત
  • કોલેરાથી અવસાન

પ્રદાન

  • સાદા સાત્વિક ધર્માચરણયુક્ત લેખન અને જીવન
  • તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાને બદલે પરિચિત ધર્મની ભૂમિકા લઇ જીવનશુદ્ધિ તરફ જનસમાજને લઇજવાનો આગ્રહ
  • અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં નોંધપાત્ર પ્રદાન
રચનાઓ
  • અધ્યાત્મ – સ્વર્ગનું વિમાન, સ્વર્ગની કૂંચી, સ્વર્ગનો ખજાનો, સ્વર્ગની સીડી, સ્વર્ગની સુંદરીઓ, સ્વર્ગનાં રત્નો, સ્વર્ગની સડક, શ્રીમદ્‍ ભાગવતનો સંક્ષિપ્ત સાર
  • પ્રેરણાત્મક – મહાપુરૂષોનાં વચનો, પ્રેમ,  પ્રેમ અને પ્રેમ, દુઃખમાં દિલાસો
  • સમાજ સુધારણા – આર્ય વિધવા, અંત્યજ સ્તોત્ર
  • વાર્તા – નવ યુગની વાતો ભાગ -૧,૨
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
  • ગુજરાતી સાહિત્યકોશ
  • કુમાર – સપ્ટેમ્બર, ૧૯૬૯ ( સાભાર – ડો. કનક રાવળ, શ્રી. રમેશ બાપાલાલ શાહ )