ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અંબાલાલ પુરાણી, Ambalal Purani


–   ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.

–  વિકીપિડિયા ઉપર

–  તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર

—————————————————

જન્મ

  • ૨૬,મે-૧૮૯૪; સુરત
  • વતન – ભરૂ્ચ

અવસાન

  • ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

કુટુમ્બ

શિક્ષણ

  • પ્રાથમિક – ભરૂચ
  • ૧૯૦૯ – મેટ્રિક
  • ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

વ્યવસાય

  • સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

તેમના વિશે વિશેષ

  • વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
  • ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
  • શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
  • ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
  • ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

રચનાઓ

  • વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
  • ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
  • પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
  • પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
  • નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
  • આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
  • અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
  • English 
    • The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
    • Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
    • Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
  • વિકીપિડિયા

.

11 responses to “અંબાલાલ પુરાણી, Ambalal Purani

  1. સુરેશ ઓક્ટોબર 18, 2012 પર 11:22 પી એમ(pm)

    આ પરિચય લખતાં ૧૯૫૨માં બા/ બાપુજી સાથે પોંડિચેરી આશ્રમની મુલાકાત તાજી થઈ ગઈ. તે વખતે અંબુભાઈ, પૂજાલાલ , ગિરધરલાલ અને સુંદરમને જોયા હતા; તે યાદ આવી ગયું.

  2. ushapatel ઓક્ટોબર 20, 2012 પર 7:20 પી એમ(pm)

    Reblogged this on My Blog and commented:
    Suprabhatam to all. I would like to introduce shri.Ambubhai Puraniji as he was one of spreading out activities of keeping mind and body healthy through the activities of physical education. I salute him.

  3. Pingback: છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. pareejat માર્ચ 4, 2019 પર 10:32 એ એમ (am)

    ગઇકાલના પ્રવાસ લેખકો કરતાં આજના પ્રવાસલેખકો વિષે લખશો તો વધુ આનંદ આવશે. દા.ખ પૂર્વી મોદી મલકાણ, પ્રતિક્ષા થાનકી, ભારતી રાણે વગેરે

  9. Arun Vaidya મે 9, 2020 પર 9:50 એ એમ (am)

    Want to know the daughter’s name who lived with him in Sri Aurobindo Ashram.

Leave a comment