મરદ સમોવડી બનવાના કોઇ અભરખા ન સેવતી છતાં પણ એક બંડખોર કવયિત્રી
“ટ્રેડીશનલ ઇમેજ તોડવાનો સ-રૂપ અર્થ” – રાધેશ્યામ શર્મા
“ કુંવારા માતૃત્વને આવકાર હરગિજ નહીં. સંતાનની જવાબદારીમાંથી પુરુષને શા માટે છટકી જવા દેવો?” – તેમનો એક અભિપ્રાય
તેમની રચનાઓ –
“ લોકોની આંખે રડે અને લોકોની આંખે હસે – એવું કવિપણું તો મેઘાણીભાઇની સાથે મરી પરવાર્યું હતું, પણ એ કવિપણાને હું જીવંત રાખવા મથું છું. ગૌણ કવિ ગણાઇ જવાનો કોઇ ભય નથી.”
“મળ્યો વારસો દાંત ને નહોરનો બસ !
અસરગ્રસ્ત ભાષા ભસું છું, હું મિત્રો ! “
”અહીં બંધ મુઠ્ઠીમાંથી તણખા ઝરે છે,
ખૂલે મુઠ્ઠી જ્યારે, ભસમ સબ કરે છે.”
“ ધરમનું અફીણ પાઇ પાઇને ઘેનના ઘોડિયે
હીંચોળ્યે રાખ્યા છે, જેથી આપણે આ જીવનના,
આ મળેલા શ્વાસોના સાચા હક્ક માગીએ નહીં”
“ શબ્દો તો સાલા ફેમીલીરૂમનું ફ્લેપડોર બની ગયા છે.”
પ્રેરક અવતરણ
“ કો’ક મોસમ આવશે ને મ્હોરશું
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.” – પોતાની એક ગઝલનો શેર
રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩
# ‘સફરનામા’ વિશે – વેબ ગુર્જરી પર લેખ
# ટૂંક પરિચય : એક અવલોકન
# કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ – 1 – : – 2 –
_______________________________________________________________
જન્મ
કુટુમ્બ
- માતા – અમોલાબેન; પિતા – યોગેશભાઇ
- અપરિણિત
અભ્યાસ
- 1971 – એમ.એ. ગુજરાત યુનિ.
- 1976 – વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.) – ગુજરાત વિદ્યાપીઠ
વ્યવસાય
- 1974 – ગુજરાતી ભાષા શિક્ષક- સેંટ ઝેવીયર્સ કેળવણી મંડળ; વ્યાવસાયિક લેખન
યુવાન વયે

તેમના વિશે વિશેષ
- લગ્નસંસ્થા એક અનિવાર્ય દૂષણ છે, એમ માનનાર અને ; લગ્નસંસ્થા વ્યક્તિ વિકાસની અમુક દિશાઓને રૂંધે છે , પુરુષ કે સ્ત્રી અપવાદ નથી, પણ સ્ત્રીઓને વધારે રૂંધે છે.
- સર્જનમાં પ્રેરણામૂર્તિ – લોકો
- ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ, મરાઠી અને સંસ્કૃત જાણે છે.
- પ્રથમ મૌલિક કૃતિ – 1973 – અ કથા – ‘નિરીક્ષક’માં
- ‘રે’ મઠ અને ‘ હોટલ પોએટ ‘ જેવા ક્રાંતિકારી સમુદાયમાં પણ બડખોર ગણાઇ ગયેલી વ્યક્તિ
- ‘આપણું સાહિત્ય’ , ‘સાબરમતી પૂછે છે’ અને ‘કલમ 1 ‘ ના તંત્રી
- સીગારેટ પીવાની ટેવ પાડેલી પણ સભાન થઇ છોડી દીધી
- ઘરકામ અતિશય વેઠ લાગે છે.
- એક ફિલ્મ બનાવવાનું સ્વપ્ન
- આકાશવાણી અને ટીવી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
- સમ્પૂર્ણપણે નાસ્તિક; તમામ ધર્મગ્રંથોને વાર્તા કે કલ્પનોત્થ સાહિત્ય માને છે.
- ખૂબ જ વહાલી માતાના મરણ બાદ કોઇ ધર્મિક વિધિ કરાવી ન હતી !
- અ કથા, ઇચ્છાકુંવરી, રમત, હું પૂછું કેમ? સાબરમતી પૂછે છે – આ રચનાઓથી કીર્તિ મળી.
- કાવ્ય, નાટક, શેરી નાટક, ટીવી ડોક્યુમેન્ટરી, ટીવી નાટક માં પ્રદાન
- ટીવી નાટકમાં અભિનય અને દિગ્દર્શન
શોખ

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી તેના વિશે સરસ અહેવાલ વાંચો.
રચનાઓ
- કવિતા – મારા હાથની વાત, સળગતી હવાઓ, હસ્તક્ષેપ
- ઈતિહાસ – સફરનામા, શહરનામા
- અપ્રકાશિત – ઘણી
લાક્ષણિકતાઓ
- નિર્ભ્રાન્તિઓના પાકા અનુભવ પછી વૈયક્તિક ચેતના આક્રમક, ઉગ્ર અને વ્યગ્ર બને ત્યારે જ એક કવયિત્રીની કલમે આવી બંડખોર રચનાઓ થાય.
- સંક્રમણશીલ અભિવ્યક્તિમાં રૂચિ
- લોકસમૂહ પ્રત્યે વફાદાર
- નિર્ભય કવિચેતનાની ધસમસતી ધખનાની ધૂણી !
સન્માન
- 1983- તખ્તસિંહ પરમાર પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય
આવી વિચારધારા ધરાવતી વ્યક્તિની અણીશુધ્ધ પ્રામાણિકતા માટે આપણને માન ઉપજે તે સ્વાભાવિક છે.
Pingback: કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ - સરૂપ ધ્રુવ, Sarup Dhruv « કવિલોક / Kavilok
સરૂપ ધ્રુવ વિષેની માહીતિ બદલ આભાર..મારે માટે આ નવી માહીતિ હતી.
નેટવર્ક ઓફ વીમેન ઇન ઈંડિયા ની વેબ સાઈટ પર ‘સ્ટોરીલાઈન્સ’ વિષે થોડી માહીતો છે જેમાં સરૂપ ધ્રુવ નો પણ સમાવેશ થાય છે.
http://www.nwmindia.org/job_skills/reading_list/storylines.htm
Storylines (Conversations with Women Writers)
Edited By Ammu Joseph, Vasanth Kannabiran, P. Lalitha Kumari, Ritu Menon & Gouri Salvi.
Featured here are among others include Sarup Dhruv
Pingback: Bansinaad
Pingback: 19 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
એમની એક આક્રોશ સભર રચના –
http://malji.wordpress.com/2009/06/23/સળગતી-હવાઓ/
SARUPBEN NE JYARE PAN MALAVA NU THAYU KANIK MARAMA UMERAYU, JEM K APANI KAHEVATO DWARA APANE KETALIYE VAR GNATI,SAMUDAY K VYAKTI NA MANAV ADHIKARO NO BHANG KARIYE CHHIYE.
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: શહરનામા | સૂરસાધના