ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor


ravindra-thakor.jpg

પ્રેરક અવતરણ
‘આયુષ્યને અંત, ન સ્નેહને તો

” આ કથા છે સિધ્ધાર્થની શોધયાત્રાની, પણ બની રહે છે માનવીની, આપણી શોધયાત્રાની.” – સિધ્ધાર્થની પ્રસ્તાવનામાંથી

” …… સિધ્ધાર્થ સાંભળતો હતો. હવે તે એકાગ્રતાથી, સંપૂર્ણ તથા તલ્લીન બની, સાવ રિક્ત બની, બધું જ સ્વીકારતો ને સાંભળતો હતો. અને હવે તેણે સાંભળવાની કલા સંપૂર્ણતયા હસ્તગત કરી લીધી હતી. ….. પણ નદીમાંથી ઊઠતા આ અસંખ્ય સ્વરો આજે ભિન્ન લાગતા હતા….. બધા જ સ્વરો, બધાજ ઉદ્દેશો, બધી જ ઝંખનાઓ, બધાજ વિષાદો – આ સહુના સહઅસ્તિત્વમાંથી આ વિશ્વ બન્યું હતું. આ સહુનું સહઅસ્તિત્વ એટલે જ ઘટનાઓનો પ્રવાહ, જિંદગીનું સંગીત.”

# પુસ્તક પરિચય

એક વાર્તા     

# લઘુ  નાટક

___________________________________________________________________ 

સંપર્ક       –     8, અધ્યાપક મિત્રમંડળ સોસાયટી, પોલિટેકનિક પાસે, અમદાવાદ – 380 015

ઉપનામ

 • અસ્મિતા શાહ, તન્વી દેસાઈ, બાની બસુ, સુકેતુ

જન્મ

 • 26 – જુલાઈ, 1928; અમદાવાદ

કુટુંબ

 • માતા – ઈન્દ્રકુમારી, પિતા – સાકરલાલ
 • પત્ની – સોહિણી ; સંતાન – બે પુત્રી તથા એક પુત્ર

અભ્યાસ

 • 1945 –  મેટ્રિક
 • 1951 –  એમ. એ.  ;  ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ  
 • 1953 –  એલ.એલ. બી.
 • 1980 –  પીએચ. ડી.

વ્યવસાય

 • નિવૃત્ત આચાર્ય, લેખન

જીવનઝરમર

 • બાળપણ ભરૂચમાં બ. ક. ઠાકોરના મકાનમાં વીત્યું.
 • નિવૃત્તિ પછી હતાશાના માહોલમાં ભૂપત વડોદરિયાએ લખવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપી ઉગાર્યા.
 • સમભાવમાં ‘ર.’ સહીથી સાહિત્ય અવલોકનના લેખો લખે છે.
 • અમદાવાદની વિવિધ કોલેજોમાં અધ્યાપક તથા આચાર્ય
 • કેસૂડાં, શ્રીરંગ તથા આરામમાં પ્રારંભિક કૃતિઓ પ્રકાશિત
 • લેખના વિવિધ ક્ષેત્રોમાં લોકભોગ્ય કૃતિઓની રચના કરી.
 • હેરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ”ના ગુજરાતી અનુવાદે કીર્તિ અપાવી.
 • વાવાઝોડું, અને એકાંકી, બોજ આદિ પ્રશંસાપાત્ર કૃતિઓ
 • એકસોથી વધુ રેડિયો નાટકો લખ્યાં છે.
 • નેપથ્ય અને આરામ નું સંપાદન
 • આકાશવાણી તેમજ રંગમંડળ સાથે ગાઢો સંબંધ જાળવ્યો.

રચનાઓ

 • કવિતા – કેસરિયાં, કસુંબીનો રંગ, નિનાદ  
 • નવલકથા – મીંઢળબાંધી રાત, સપનાંનાં ખંડેર, મેઘચક્ર, તરસ ન છીપી.
 • વાર્તાસંગ્રહ – આભના ચંદરવા નીચે
 • એકાંકીસંગ્રહો – અને એકાંકી, પાંચ નટીશૂન્ય એકાંકી, નટશુન્યમ્,
 • બાળસાહિત્ય – રવીન્દ્ર કથામાળા, કૂકડે કૂક, ભમ દઇને ભૂસકો, સૂરજ ઊગ્યો
 • વિવેચન – કવિતા એટલે, મુનશી એક નાટ્યકાર
 • અનુવાદ – સિધ્ધાર્થ, સુવર્ણ કણ, દરિયાઇ પંખી, હિમખંડ, આઉટસાઇડર, અપરાજેય

સન્માન

 • ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુ. સા. પરિષદના પુરસ્કારો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

3 responses to “રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor

 1. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: