ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પન્ના નાયક, Panna Naik


“કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી; “

“એક માછલી સાગરનું સરનામું શોધતી રહી…”

“ઓશીકું ઊભરાય છે ઉજાગરાથી.”

“તારકોનું આખું બાલમંદિર છૂટે છે.
પણ એમાંથી એકેય મારે ઘેર ભૂલું પડતું નથી.”

“ચાલે છે માત્ર સમય
આપણે તો માત્ર એનાં પગલાં છીએ.”

છંદોની  છીપમાં  ઊઘડે  મોતી અને  લયમાં ઝૂલે  છે  મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.”

panna_naik_poem_in_own_handwriting1.jpg

“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે…  મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે.  આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.  છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી.  આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી.  મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
– પન્ના નાયક (સુરેશ દલાલ સંપાદિત “અબ તો બાત ફૈલ ગઈ’માંથી… પૃષ્ઠ. 211)

એક ઈન્ટર વ્યુ

#  તેમની વેબ સાઈટ 

# વધુ રચનાઓ:  – 1 –  :  – 2 –  :  – 3 –  :  – 4 –  :  – 5 –  :  – 6 –  :

# સાંભળો:  – સોના વાટકડી જેવું આ કાળજું

# પન્ના નાયક વિશે વધુ વાંચો

_________________________________________________________________

નામ

 • પન્ના નાયક

જન્મ

 • 28 ડિસેમ્બર, 1933 (મુંબઇ, વતન-સુરત)

કુટુમ્બ

 • માતા રતનબહેન;  પિતા – ધીરજલાલ છગનલાલ મોદી
 • પતિ – નિકુલ નાયક (અવસાન – 2004);

અભ્યાસ

 • બી.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1954)
 • એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1956)
 • એમ.એસ. (લાયબ્રેરી સાયંસ,  ડ્રેક્સલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફીઆ, 1963)
 • એમ.એસ. (સાઉથ એશિયન સ્ટડીઝ, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, ફિલાડેલ્ફીઆ, 1973)

વ્યવસાય

 • ગ્રંથપાલ (ફિલાડેલ્ફીઆ, વેન પેલ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1964 – 2003)
 • અધ્યાપન (ગુજરાતી ભાષાનાં પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1985 – 2002)

જીવનઝરમર

 • અમેરીકન કવયિત્રી એન સેક્સટનનો એમનાં પર વિશેષ પ્રભાવ
 • 1972થી કવિતા લખવાની શરૂઆત કરેલી
 • કશા જ સંકોચ અને છોછ વિના એકદમ પારદર્શી લખનાર લોકપ્રિય કવયિત્રી
 • એમની ઘણી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓનું અંગ્રેજી રૂપાંતર પણ થયું છે જેમાંની ઘણી અમેરીકાના ઘણા મેગેઝીનોમાં પણ છપાયેલ છે.
 • ‘સ્નેપશૉટ’, એ એમનું પ્રથમ કાવ્ય 1971માં લખેલું અને મુંબઈ ‘કવિતા દ્વૈમાસિક’માં 1972માં પ્રથમવાર છપાયેલું
 • મુંબઈની SNDT યુનિવર્સિટીમાં એમનાં ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિઆ’, ‘નિસ્બત’ અને ‘આવનજાવન’ પુસ્તકોનું વાંચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.
 • એમનાં ઘણા કાવ્યો ભારતની ઘણી શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે.
 • એમનાં કાવ્યોમાં વિષાદ વધુ છે, માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના છે, અને ભારતનો ઝુરાપો  પણ છે.

 panna_naik_pic2.jpg           panna_naik_pic1.jpg
યુવાન વયે…                                                   આઘેડ વયે…

શોખ

 •  ગીત-સંગીતનો નાનપણથી શોખ

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહો – આગળનાં અપ્રાપ્ય પાંચ સંગ્રહો: ‘પ્રવેશ’ * (1976), ‘ફિલાડેલ્ફીઆ’ (1980), ‘નિસ્બત’ (1984), ‘અરસપરસ’ (1989), ‘આવનજાવન’ (1991);  અને આ પાંચેય સંગ્રહોને એક જ પુસ્તકમાં સમાવતો એમની સમગ્ર કવિતાનો સંગ્રહ એટલે ‘વિદેશિની’ (2000); ચેરી બ્લોસમ્સ (2004), અત્તર અક્ષર, હાઈકુસંગ્રહ
 • દીર્ઘકાવ્યસંગ્રહ – એમનાં અગિયાર દીર્ઘકાવ્યોનો સંગ્રહ: ‘રંગઝરૂખે’ (2004)
 • વાર્તાસંગ્રહ – પ્રથમ વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’, 2003 (જેમાંની Political Engagement નામની વાર્તા ઘણી જ લોકપ્રિય છે જેની ઘણા પરદેશી સાહિત્યકારોએ પણ નોંધ લીધી છે), ઊડી ગયો હંસ (1996ની શ્રેષ્ઠ વાર્તાઓ), ક્યુટિપ (ગુજરાતી નવલિકાચયન, 1997), કથા નલિનભાઈની (ગુજરાતી નવલિકાચયન, 2001), ગાલના ટાંકા (ગુજરાતી નવલિકાચયન, 2002)
 • નિબંધો – સુરેશ દલાલ સંપાદિત એમનાં એક પુસ્તક ‘અબ તો બાત ફૈલ ગઈ’માં એમનાં ઘણા નિબંધો પણ પ્રકાશિત છે.

સન્માન

 • મોહનલાલ સૂચક પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે), 1952
 • કૃષ્ણલાલ ઝવેરી પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે), 1954
 • ગુજરાત રાજ્ય પ્રથમ પારિતોષિક *, 1978
 • ચૂનીલાલ વેલજી મહેતા પારિતોષિક (અમેરિકામાં વસતા સર્જકને), 2002

સાભાર

 • પન્નાબેન નાયક
 • “અબ તો બાત ફૈલ ગઈ’માંથી
Advertisements

11 responses to “પન્ના નાયક, Panna Naik

 1. Pingback: પન્ના નાયક વિશે વધુ… Panna Naik more… « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » (એકવીસમી સદીની મીરાં) - પન્ના નાયક

 3. Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય

 4. Pingback: મંજૂર નથી - પન્ના નાયક « પન્ના નાયકનાં કાવ્યો

 5. Pingback: પન્નાનાયકનાં કાવ્યો » Blog Archive » મંજૂર નથી - પન્ના નાયક

 6. Ajit Desai માર્ચ 7, 2009 પર 9:27 પી એમ(pm)

  Res.Pannaben,
  Nice to meet indirectly to you.
  Pl.let me know your email id if you pl.
  Ajit Desai,Jamnagar,India

 7. રૂપેન પટેલ માર્ચ 6, 2011 પર 11:36 પી એમ(pm)

  પન્નાબહેન ૬ માર્ચ ૨૦૧૧ દિવ્યભાસ્કરની રવિવારની પૂર્તિમાં સાહિત્ય વિશેષ કોલમમાં ભોળાભાઈ પટેલે અમેરિકાવાસી કેટલાંક ગુજરાતી સર્જકો પુસ્તકની ચર્ચા કરી છે . જેમાં આપના વિશે ટુંકમાં પણ સરસ જાણકારી અપાઈ છે તે બદલ આપને શુભેચ્છાઓ . આપની કવિતાઓની નોંધ પ્રિન્ટ મીડિયાએ લીધી તે જાણી આનંદ થયો .

 8. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: