નામ
રામનારાયણ નાગરદાસ પાઠક
જન્મ
૨૩ ફેબ્રુઆરી ૧૯૦૫ ; ભોળાદ તા. બોટાદ
અવસાન
૪ જુલાઇ ૧૯૮૮
અભ્યાસ
- લાઠી, લીંબડીની શાળાઓમાં, વઢવાણની રાષ્ટ્રીય શાળામાં
- લીંબડીની સંસ્કૃત પાઠશાળાઓમાં ભાગવતનો અભ્યાસ અને ઉદ્યોગશાળામાં વણાટકામ શીખ્યાં.
જીવનઝરમર
- હરિજનસેવા, ગ્રામોત્થાન અને ખેતીકામ સાથે સંકળાયેલા.
- ૧૯૨૩ના ઝંડા સત્યાગ્રહમાં તરૂણ સત્યાગ્રહી તરીકે ગાંધીજીના રંગે રંગાયા.
- ગિજુભાઇ બધેકા અને નાનાભાઇ ભટ્ટના અંતેવાસી એવા તેમણે વિવિધ સ્તરે શિક્ષણકાર્ય કર્યું હતું.
- વિશ્વશાંતિ પરિષદમાં તેમણે ભારતના સભ્ય તરીકે ફિનલૅન્ડ, રશિયા અને ઝેકોસ્લોવીયા વગેરે રાષ્ટ્રોની મુલાકાત લીધી હતી.
રચનાઓ
- નવલકથાઓ – છેટાં રે જો માબાપ, વેઠનો વારો, પચાસ વર્ષ પછી, આવતી કાલ, જગતનો તાત, ખાંડાની ધાર, માનવતાનાં મૂલ, સાથી, સોહાગ, યશોધરા.
- ચરિત્રલેખન – ભારતના ભડવીરો, ભારતની વીરાંગનાઓ, યુગાવતાર ગાંધી ૧ થી ૩, ગાંધીગંગા, મોહનમાંથી મહાત્મા, ક્રાંતિકારક ગાંધી, મહાત્મા તૉલ્સતૉય, ગૌતમ બુદ્ધ, બાલશિક્ષણ પ્રણેતા ગિજુભાઇ, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી રામકૃષ્ણદેવ, માશ્રી શારદામણીદેવી, સ્વામી વિવેકાનંદ.
- પ્રવાસ – કાળાં પાણીને પેલે પાર, પલટાતી દુનિયાનાં દર્શને, ભારતયાત્રા ૧ થી ૪, ચાર પ્રવાસો, પ્રવાસપત્રો.
- ધર્મકથાઓ – આપણી ધર્મકથાઓ, સર્વધર્મપરિચય ઃ હિન્દુધર્મ, ઇસાઇ ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાકાવ્યોની રસિક કથાઓ.
- બાલવાર્તા – રામભાઇની બાલવાર્તાઓ
- સંક્ષેપ અને અનુવાદ – સ્વામી વિવેકાનંદ ઃ ભાષણો અને લેખો ભાગ ૧ થી ૫, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૨ અને ૩ ( બન્નેમાં ૧૨ ગ્રંથો), પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ’ ૧ થી ૩, રશિયન આત્મકથા ‘મારો પરિવાર’, રામચરિત્રમાન્સ, સુંદરકાંડ.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય