ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિભા દેસાઈ, Vibha Desai


તેમણે ગાયેલી સ્તુતિઓ સાંભળો

માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો – સાંભળો

—————–

જન્મ

  • ૨૫, જાન્યુઆરી-૧૯૪૪, પોરબંદર

મૂળ નામ

  • વિભા વૈષ્ણવ

કુટુમ્બ

અભ્યાસ 

  • પ્રાથમિક, માધ્યમિક – પોરબંદર
  • ૧૯૬૪ – અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર સાથે બી.એ. ( ગુજ. યુનિ.)

વ્યવસાય

  • ૧૯૬૨-૬૩ – બાર કાઉન્સિલના કાર્યાલયથી કારકિર્દીની શરૂઆત
  • ૧૯૬૩-૬૪ – વેચાણવેરા કાર્યાલયમાં જોડાયાં
  • ૧૯૬૪ – આવકવેરા ખાતામાં; ૧૯૬૫ – ખુલ્લી સ્પર્ધામાં અધિકારી તરીકે પસંદગી
  • ૧૯૭૩ – ડેપ્યુટી આવકવેરા અધિકારી
  • ૧૯૮૭ – આસિ. આવકવેરા કમિશ્નર
  • ૧૯૯૧– આવકવેરા કમિશ્નર
  • ૨૦૦૦ – જોઈન્ટ આવકવેરા કમિશ્નર
  • ૨૦૦૧ – એડિશનલ આવકવેરા કમિશ્નર
  • ૨૦૦૪ – નિવૃત્ત
  • પણ વધારે જાણીતાં – સંગીતકાર/ ગાયિકા તરીકે

એમના વિશે વિશેષ

  • માતા અને પિતા બન્ને તરફથી સંગીતનો વારસો મળ્યો.પિતા આગ્રા ઘરાનાના શોખિયા ગાયક હતા.
  • શરૂઆતમાં સંગીતની તાલીમ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી
  • ‘રંગમંડળ’ નાટ્ય સંસ્થાના ‘ભોલા માસ્ટર’ નાટકમાં પહેલી વખત જાહેરમાં ગીત ગાયું; ત્યારથી જાહેરમાં ગાવાની કારકિર્દીની શરૂઆત કરી.
  • ૧૯૬૦-૬૪ ; કોલેજકાળ દરમિયાન રસિકલાલ ભોજક અને રાજકુમાર રાજપ્રિય દ્વારા નિર્દેશિત, સંગીત, નૃત્ય નાટિકાઓમાં ભાગ લીધો.
  • ૧૯૬૧- ‘આકાશવાણી’ દ્વારા આયોજિત, સુગમ સંગીતની અખિલ ભારતીય સ્પર્ધામાં બીજું પારિતોષિક પ્રાપ્ત કર્યું. ( રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના હાથે.)
  • ૧૯૬૧ થી આકાશવાણીના હળવા સંગીત ગાયક કલાકાર
  • દૂર દર્શનનાં પણ માન્ય કલાકાર.
  • ‘નુપૂર ઝંકાર’ નામની જાણીતી ગરબા સંસ્થાનાં, લાંબા સમયથી મુખ્ય ગાયક અને ગરબા કલાકાર
  • ૧૯૬૫- દિલ્હી ખાતે આયોજિત , પ્રજાસત્તક દિનની ઉજવણી પ્રસંગે નેશનલ સ્ટેડિયમમાં આયોજિત, કાર્યક્રમમાં ગુજરાતના જૂથનું નેતૃત્વ સંભાળ્યું હતું.
  • ૧૯૬૧- અમદાવાદના રાજભવન ખાતે ઇન્ગ્લેન્ડનાં મહારાણી ઈલેઝાબેથના માનમાં યોજાયેલ સંગીત અને ગરબા કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો.
  • ૧૯૬૩ – મુંબાઈમાં ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલી હળવા સંગીતની પરિષદમાં ભાગ લીધો હતો.
  • ૧૯૬૩ – HMV દ્વારા બહાર પડેલી, તેમણે ગાયેલાં ગીતોની પહેલી રેકર્ડ – ‘નજરૂંના કાંટાની ભૂલ’
  • ૧૯૬૨- ગુજરાત રાજ્યના યુવક મહોત્સવમાં ઈન્ટર ઝોનલ, સુગમ સંગીત હરીફાઈમાં બીજું પારિતોષિક
  • ૧૯૬૩ થી – ‘શ્રુતિ’ સંગીત સંસ્થાના સક્રીય સભ્ય
  • ભારતના મહાનગરોમાં તેમના સુગમ સંગીતનાં અનેક કાર્યક્રમો યોજાયા છે.
  • આકાશવાણીનાં અમદાવાદ, દિલ્હી, જોધપુર અને મુંબાઈ કેન્દ્રો દ્વારા તેમનાં અનેક ગીતોનું રેકોર્ડિંગ થયું છે.
  • ૧૯૭૯ – ગુજરાતી ચલચિત્ર ‘ કાશીનો દીકરો’ માં તેમણે ૧૯૬૯માં ગાયેલ ગીત ‘ રોઈ રોઈ આંસુની  ઊમટે નદી’ ને સર્વોત્તમ ગીતનું પારિતોષિક મળ્યું હતું.
  • ૧૯૮૧- અમેરિકાના ડેટ્રોઈટ ગુજરાતી સમાજે ‘ઓનરરી સિટિઝન એવોર્ડ’ એનાયત કર્યો હતો.
  • ૧૯૮૧-૨૦૦૦ દરમિયાન પાંચ વાર અમેરિકાનો પ્રવાસ અને ૧૫૦ સંગીત કાર્યક્રમો
  • ૧૯૮૬ – ઇન્ગેન્ડનો પ્રવાસ
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ ‘કવિ નર્મદ શતાબ્દી’ મહોત્સવ ( ૧૯૮૧) અને ‘ નરસિંહ મહેતા પંચશતાબ્દી મહોત્સવ ( ૧૯૮૩)માં સક્રીય ભાગ

સાભાર

15 responses to “વિભા દેસાઈ, Vibha Desai

  1. Pingback: રાસબિહારી દેસાઇ, Rasbihari Desai | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Krutesh ઓક્ટોબર 13, 2011 પર 1:18 એ એમ (am)

    મારા સહુથી પ્રિય ગાયિકા વિશે વાચીને ખુબ જ આનંદ થયો. વિભાબા ને સાંભળવાનો એક લ્હાવો છે. ‘સાંવરિયો’, ‘રોઇ રોઇ આંસુની ઉમટે નદી’, ઝીણા ઝીણા આંકે થી અમને ચાળીયા હ્રદય સાથે સીધી જોડાઇ જાય તેવી રચનાઓ છે.

    સુરેશદાદાને પણ ફરી પ્રવૃત્ત જોઇ આનંદ થયો. તેમનો ખુબ ખુબ આભાર.

  3. dhavalrajgeera ઓક્ટોબર 13, 2011 પર 6:31 એ એમ (am)

    Dear Bhai Suresh keep it up….

    Dear Vibha ben and Rasbhai,
    As you know our family knew Vaishnav fFamily connected due to mankad family of Havelini pole,Raipur,Amadavad.Vibhaben with her sister, brother Dr.Vaishnav of Chicago and Parents use to visit in Mid Fifties.We are still connected with her and Rasbhai as a family and love them.
    God has blessed them with Music.
    Geeta Rajendra and Trivedi Parivar
    http://www.bpaindia.org

  4. manvant Patel ઓક્ટોબર 13, 2011 પર 1:20 પી એમ(pm)

    KRUTESHBHAI,SURESHBHAI ARE QUITE KNOWN TO ME SINCE LONG.
    i HAVE BEEN IN MUSICAL CONTACTS WITH SHRI.RASBIHARIJI AND
    SMT.VIBHAJI.THX.FOR THEIR MUSIC AND ENTERTAINMENTS.i REALLY
    LIKE VIBHABAHEN’S SAVARIYO GEET.ALSO MR.RASBHAI.GOD BLESS THEM !
    i AM VERY HAPPY TO SHOW MY REGARDS TO ALL.NAMASKAR ! JSK..
    OM NAMAH SHIVAY !…..manvant@aol.com

  5. બગીચાનો માળી ઓક્ટોબર 14, 2011 પર 9:38 એ એમ (am)

    સુંદર માહિતી. જાણકારી બદલ આભાર.

  6. Pingback: » વિભા દેસાઈ, Vibha Desai » GujaratiLinks.com

  7. Pingback: અભ્‍યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ

  8. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ઉદ્યોગપતિઓ/ અર્થશાસ્ત્રી/ ઈતિહાસકાર/ એન્જિનિયર | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: