” મારું માનવું છે કે, પ્રજાને અમુક પ્રકારનું રુચિકર વાંચન જોઇએ છે,
પછી તે ઊછીનું લીધેલું હોય કે, ગમે તેવું, તેની તેને દરકાર બિલકુલ નથી. “- હાજી
” ગુજરાતમાં કલાનો શોખ વધે, કલાકારોની કિમ્મત અંકાય, કલામયતા પ્રસરે -
આ જ તો તેનો જીવન આદર્શ હતો. …. જ્યાં કલાનાં દર્શન થતાં ત્યાં તે પ્રણિપાત કરતો. “
- ક.મા. મુન્શી
” ખોજા મહોલ્લાના એમના મકાનમાં સાહિત્યકારો, સાહિત્ય રસિકો, કલાકારો અને કલારસિકોનો અડ્ડો જામતો. ત્યાં જે રંગત જામતી તે કોઇ સાહિત્ય પરિષદ નહીં નિપજાવી શકે. હાજી જતાં ગુજરાતી સાહિત્યનો એ ઠાઠ ગયો ….. તે ગયો. “
- રસિક ઝવેરી
__________________________________________________________________
જન્મ
ડિસેમ્બર - 31 , 1878
અવસાન
જાન્યુઆરી 21, 1921
અભ્યાસ
અંગ્રેજી છ ધોરણ
વ્યવસાય
- લેખન, પત્રકારત્વ
જીવન ઝરમર
- નખશીશ ગર્ભ શ્રીમંત , બાપનો ધીખતો ધંધો
- સત્તર વર્ષની વયે હિન્દીમાં ટૂંકી વાર્તા લખી
- 1901 – એક રૂપિયાના લવાજમ વાળા, સચિત્ર ગુલશન સામયિકના સ્થાપક અને તંત્રી
- અંગ્રેજી સામાયિકો ખરીદવાનું અને વાંચવાનું વ્યસન, તેમાંથી ગુજરાતીમાં એવું સામાયિક કાઢવાની પ્રેરણા મળી અને આ ઘેલછાએ એમને આર્થિક રીતે ખુવાર કરી નાંખ્યા
- 1914 – વીસમી સદી માસિક બહાર પાડવાની યોજના; પહેલા અંકના સચિત્ર પૂંઠા માટે બ્લોક છેક લ ન્ડન મોકલેલા, પણ પહેલા વિશ્વ યુધ્ધને કારણે યોજના પડી ભાંગી
- 1916 જાન્યુઆરી – વીસમી સદીનો પહેલો અંક બહાર પડ્યો અને ભારતીય સાહિત્યની દુનિયામાં સનસનાટી મચાવી દીધી
- 1916-21 વીસમી સદી - ગુજરાતીમાં પ્રથમ સચિત્ર સામાયિકના સ્થાપક અને તંત્રી
- સાહિત્ય માટે થઇ , પોતાનો બંગલો વેચ્યો, ધંધો ખોયો , ઉપરાત ચાળીસ હજારનું દેવું કર્યું , હેરાન થયો, શહીદ થયો
- ‘વીસમી સદી’ની ખાખમાંથી ગુજરાત, નવચેતન, કુમાર, એ સૌ સામાયિકો પ્રગટ્યાં
- વીસમી સદીમાં સ્જ્રી. ક.મા. મુન્શીની ‘પાટણની પ્રભુતા’ અને ‘રાજાધિરાજ’ ધારાવાહિક રૂપે પ્રગટ થતી હતી
- ગુજરાતના કલાગુરુ શ્રી. રવિશંકર રાવલ તેમાં ચિત્રો આપતા અને સુશોભન કરતા
મુખ્ય રચનાઓ
- નવલકથા – રશિદા, શીશમહલ, સેવાસદન
- નાટક- મહેરુન્નિસા
- કવિતા – સ્નેહી વિરહ પંચદશી
- અનુવાદ- ઈમાનનાં મોતી (એડવિન આર્નોલ્ડની કૃતિ પર્લ્સ ઓફ ફેઈથનો અનુવાદ)
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન; રસિક ઝવેરીનો લેખ – અડધી સદીની વાચન યાત્રા
[...] # હાજી મહમ્મદ અલારખીયા શિવજી [...]
Pingback by અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય — November 27, 2006 @ 2:00 am |
[...] હાજી મહમ્મદ અલારખીયા શિવજી નો જન્મદિન – 1878 - જીવનઝાંખી [...]
Pingback by 13 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — December 13, 2006 @ 7:21 am |
‘વીસમી સદી’ ના અંકો જુઓ –
http://www.gujarativisamisadi.com/
આપણા ગૌરવવંત ઇતિહાસ અને સંસ્કૃતિને જાળવી રાખવાનું, આ બહુ જ સરસ કામ કર્યું છે.
Comment by સુરેશ જાની — May 6, 2007 @ 6:28 am |
Very good and informative material,I like it very much,Please keep it up.
Comment by Jaffer Bhojani — July 23, 2007 @ 12:13 pm |
very good effort
It will prove vital thing to get rooted with our ” Bhavya Bhutkal “
Comment by Chavda Dilip — July 23, 2007 @ 1:24 pm |