ગુજરાતી સારસ્વત પરિચય

April 25, 2007

ચિનુ મોદી, Chinu Modi

chinu_modi_2.jpgવિધિ નિષેધો સામેનો વિદ્રોહ

અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ?
કામણ કોનાં થઇ ગયાં છે, ના સૂઝે રે કાજ.” – પ્રથમ કાવ્ય

“થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.”

“દદડતી રેતીમાં ડૂબી જવાની વાત ભૂલી જા
હલેસાં શોધનારાં વ્હાણ પાછાં આવવાનાં છે?”

પ્રેરક વાક્ય -
“ ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના
ઘર બળે તો તાપી જોવું જોઇએ.”
“કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.” – પોતાની રચના

# ટૂંક પરિચય 

# રચનાઓનો અંગ્રેજીમાં અનુવાદ

#  રચનાઓ     -   1   -    :      -   2   -    :      -   3    -     

                       -    4    -   :      -   5   -    :      -   6    -      :      -   7   -

એક તસબી  :     એક ક્ષણિકા

_________________________________________________________________

સમ્પર્ક             16, જિતેન્દ્ર પાર્ક, શંકર આશ્રમ સામે, પાલડી, અમદાવાદ – 380 007

ઉપનામ

  • ઇર્શાદ

જન્મ

  • 30- સપ્ટેમ્બર, 1939; વિજાપુર જિ. સાબરકાંઠા

કુટુમ્બ

  • માતા-શશિકાન્તા ; પિતા- ચંદુલાલ
  • પત્ની-1) લગ્ન – 1958 (કડી) ; 2) હંસા – 1977( અમદાવાદ); સંતાનો – ત્રણ

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ – વિજાપુર; માધ્યમિક- ધોળકા, અમદાવાદ
  • 1954 – મેટ્રિક
  • 1958 – બી.એ. ( ગુજરાતી/ ઇતિહાસ) , ગુ.યુનિ.
  • 1960 -  એલ.એલ.બી., ગુ.યુનિ.
  • 1961- એમ.એ. ( ગુજરાતી/ હિન્દી) , ગુ.યુનિ.
  • 1968 – ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.)

વ્યવસાય

  • 1961-64  -  કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન
  • 1965- 75 – અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
  • 1975- 77 – અમદાવાદમાં ઇસ્રો(ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર  
  • 1977 થી – જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર

જીવનઝરમર

  • પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત
  • પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ’વસંત વિલાસ’ – સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો !
  • જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ  વહોર્યો.
  • ‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો
  • ‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી
  • ‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા.
  • તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક
  • અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે
  • વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.

રચનાઓ        -  કુલ 52 પુસ્તકો

  • કવિતા-  વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર
  • નાટક – ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ
  • નવલકથા- શૈલા મજમુદાર ( આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો
  • વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી( પદ્ય-સભર વાર્તાઓ)
  • વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ
  • ચરિત્ર - કૃષ્ણલાલ શ્રીધરાણી
  • સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ
  • અનુવાદ- વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

લાક્ષણિકતાઓ

  • આધુનિક અને પ્રયોગાત્મક કવિતાના અગ્રણી કવિ
  • ગઝલમાં અવનવા પ્રયોગો છતાં ગઝલનું પોત જાળવ્યું છે.
  • સાહિત્ય સર્જનમાં પણ અવનવા અને કદીક વિવાદાસ્પદ પ્રયોગો

સન્માન

  • અનેક પારિતોષિકો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

6 Comments »

  1. ચિનુભાઇ 2005 ની સાલમાં ડલાસ ખાતેના અમારા ‘શોધ’ નામના ગુજરાતી કવિતા રસિકોના મંડળમાં કાવ્ય રસાસ્વાદ કરાવવા આવ્યા હતા અને ગઝલ સર્જન માટેની એક વર્કશોપ કરીને માર્ગ દર્શન પણ આપ્યું હતું.

    Comment by સુરેશ જાની — April 24, 2007 @ 9:51 am | Reply

  2. [...] કવિ પરિચય [...]

    Pingback by એક ક્ષણિકા - ચિનુ મોદી « કવિલોક / Kavilok — April 25, 2007 @ 3:25 am | Reply

  3. ગઇકાલે ચિનુ મોદીને જોયા! તે ગયા પછી ખબર પડી કે તેઓ ચિનુ મોદી હતા! પણ, સરસ પરિચય અહીં!!

    Comment by Kartik Mistry — April 29, 2007 @ 12:53 am | Reply

  4. [...] # ચિનુ મોદી  [...]

    Pingback by અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય — May 10, 2007 @ 10:50 pm | Reply

  5. એમને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો તે નીમીત્તે એક રચના -
    http://webmehfil.com/?p=81

    Comment by Suresh Jani — September 24, 2008 @ 7:24 am | Reply

  6. Shishnami Naman krun,ZukiZuki Salam krun.
    Payelagi pranam krun,Yad juni,taji krun.
    “Fin na Fuvara” zilya krun,
    Swami narayan smaran krun.
    “Matni hakl pdi” Akash vani yad krun.
    Jage jo nam atalma, vli vli vndan krun.

    Comment by Priti — July 30, 2009 @ 7:36 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.