ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય


…. આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાની બેઠાડુ કેળવણી મેળવીને બેઠાડુ જીવનશૈલીને અનુસરતી નવી પેઢી તથા સમાજ માટે જરૂરી મૂળભૂત જવાબદારી તેમ જ કાર્યોની થતી ઉપેક્ષા જોતાં એમ જરૂર થાય કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે ? વર્તમાન શિક્ષણ પ્રણાલિ વિદ્યાર્થીને વ્યક્તિગત ધોરણે જ ચઢિયાતા થવા પર ભાર મૂકે છે અને સમૂહજીવન કે સમાજ અંગેની નિષ્ઠા કે સમજ કેળવવા પર કશો જ ભાર મૂકવામાં આવતો નથી. લોકભારતી જેવી સંસ્થામાં શિક્ષણની સાથે સાથે પાયાનું ઘડતર કરનારી વિવિધ પ્રવૃત્તિઓ, વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓ તથા તેમની પદ્ધતિ અને પ્રણાલિ માટે એક કાર્યક્ષમ મૉડલ રજૂ કરે છે. લોકભારતી સંસ્થાની વિશાળ વૈચારિક ભૂમિકા, શિક્ષણના ક્ષેત્રે કરેલું પાયાનું કામ, તેના અભ્યાસક્રમો, રચનાત્મક સમાજરચના માટે પૂરા પાડેલા સેવાભાવી, કાર્યક્ષમ કાર્યકરો, સમાજ સાથેનો સંસ્થાનો સંપર્ક, વિશિષ્ટ વ્યક્તિ ચરિત્રો, પરિસર પરનું જીવંત અને ગતિશીલ સમૂહજીવન, કેટલાક કાર્યકરો તથા વિદ્યાર્થીઓમાં દેખાતા લોકભારતીમાં ન થવી જોઈતી વર્તણૂકના પ્રશ્નો, વર્તમાન સમયમાં રહેલા પડકારો, વધુ ઊજળા ભવિષ્ય માટેનાં દિશા-સૂચન વગેરે મુદ્દાઓને બારીકીથી આવરી લઈને લખાયેલું આ પુસ્તક શિક્ષણ અને સમાજરચના સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને વાંચન બાદ તૃપ્ત કરશે.

    લોકશાળા-લોકભારતીમાં પ્રથમ વર્ષા એટલે ઉત્સવમંગળ ! વર્ગો ચાલતા હોય ને વરસાદ તૂટી પડે તો વર્ગની પાછલી કતારમાંથી, બુચકાકા જેવા અમારા સહૃદયી અધ્યાપકને કોઈ વર્ષાગીત ગાવાની લાડભરી વિનંતી થાય… ગીત પૂરું થાય-ન-થાય ત્યાં તો, વર્ગો છોડીને નાહવા જવાનો પ્રસ્તાવ લઈને મનુભાઈ પાસે ગયેલા અમારા મોવડીએ લાંબો બેલ વગાડી દીધો હોય ! (પૃ. 142)

આ પુસ્તક વાંચ્યું તો શું; જોયું પણ નથી ! પણ પાયાની કેળવણી અંગેની આટલી સરસ માહિતી ‘રીડ ગુજરાતી’ પર વાંચી મન સભર બની ગયું અને સંદર્ભ  વેબ સાઈટ બની ગયેલ આ બ્લોગ પર એનો ઉલ્લેખ કરવાનો ઉમળકો થયો.

વિશેષ / વિશદ માહિતી તો ‘રીડ ગુજરાતી’ પર અહીંથી મળશે

  • ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’
  • લે. રમેશ ર. દવે,
  • પ્રકાશક સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ, 2012,
  • પાનાં 270,
  • કિંમત રૂ. 200]

સાભાર

  • શ્રી. મૃગેશ શાહ ( રીડ ગુજરાતી)
  • શ્રી. સંજય ચૌધરી
  • શ્રી. રમેશ દવે

સંદર્ભ પરિચયો- 

3 responses to “‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય

  1. aataawaani જુલાઇ 22, 2013 પર 5:14 એ એમ (am)

    આ વાત સાથે હું સમ્પૂર્ણ સમ્મત છું . ભણવા સાથે ગણવું પણ અતિ મહત્વનું હોય છે .આજ્કાલનું શિક્ષ ણ રોટલા રળી ખાવા પુરતું હોય છે .અકબર ઈલાહાબાદીનો શેર આ પ્રસંગે લખવો મને યગ્ય લાગ્યો છે .
    અહબાબ ક્યા કહે હમ ક્યા કારે નુમાયાં કર ગયે
    બી . એ .હુવે નોકર હુવે પેન્શન મિલી ઓર મર ગએ

  2. Pingback: સાચાહાડના શિક્ષક : ફાજલભાઈ – ઈવિદ્યાલય

Leave a comment