“ફક્ત એમાં જ હું મારી ઇદ હમેશાં સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.”
” હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”
” તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
—–
અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.”
____________________________________________________________________
નામ
હરજી લવજી દામાણી
જન્મ
24 ઓક્ટોબર – 1892 ; ધોલેરા
અવસાન
30 જુન – 1962 ; મુંબાઇ
અભ્યાસ
ગુજરાતી ચાર ચોપડી
વ્યવસાય
પત્રકાર
જીવન ઝરમર
- 1912 - પહેલી કવિતા ‘મુંબાઇ સમાચાર’ માં છપાઇ ( ‘હરજી લવજી દામાણી ધોલેરાવાળા’ નામે ! )
- બાળપણ અને કીશોરાવસ્થા ગરીબીમાં વીતી.
- એક જમાનામાં બીજા લેખકોના પુસ્તકોની લારીમાં ફેરી પણ કરેલી છે
- 1924- ‘બે ઘડી મોજ’ અઠવાડીક શરુ કર્યું
- 1936 – મુંબાઇ આકાશવાણી પર યોજાયેલા પહેલા કવિ મુશાયરાના પ્રમુખ
- 1944 – સ્વદેશપ્રેમની તેમની કવિતા પર ગાંધીજીએ લખ્યું હતું “ બહુ મીઠું લાગ્યું .
- ”મુંબાઇ સમાચારમાં તેમની ઘણી નવલકથાઓ છપાઇ
- અનેક શાયરોને પ્રોત્સાહન આપતા
- ગુજરાતીમાં પરંપરાગત ગઝલમાંથી નવા પ્રવાહો શરૂ કરનાર પ્રથમ શાયર
- ‘બેફામ’ તેમના જમાઇ થાય
રચનાઓ
- ગઝલ - શયદાનો ગઝલ ગુલઝાર, અશ્રુ ચાલ્યા જાયછે
- નવલકથા – અમીના, મા તે મા, નાની નણદી, ખમ્મા ભાઇને, લાખેણી લાજ વિ. પચાસથી વધારે !
- નાટક – સંસારનૌકા
સન્માન
- 1957 - ષષ્ઠીપૂર્તિ વખતે જાહેર સન્માન
- તેમના નામ પરથી આઇ.એન,ટી. દ્વારા શ્રેષ્ઠ ગઝલકારને ‘શયદા’ પુરસ્કાર અપાય છે.
સાભાર
પ્રવીણચન્દ્ર કસ્તુરચંદ શાહ ; નર્મદ. કોમ
આ ચાર ચોપડી ભણેલા ભાઇ એ બહુ ઉમદા રચનાઓ આપી છે…
Comment by Amit pisavadiya — December 31, 2006 @ 11:56 am |
[...] – શયદા ( હરજી લવજી દામાણી ) [...]
Pingback by લયસ્તરો » બે ગઝલ - શયદા — December 31, 2006 @ 8:50 pm |
વહાલા સુરેશભાઈ,
બહુ જ આનંદ થયો તમારી વેબસાઈટની મુલાકાતથી..
સામગ્રીની રીતે ચકાસીએ તો પણ અને ટૅકનીકલી જોઈએ તો પણ ખરેખરી સમૃદ્ધ………….
ધન્યવાદ………
..ઉત્તમ અને મધુ..
..સુરત..
Comment by Uttam Gajjar — January 1, 2007 @ 3:42 pm |
વહાલા સુરેસભાઈ
હું કવિતાનો માણસ ન હોવા છતાં આ ગક્ષલોને ઉંડાણથી માણી છે.
રતિલાલા ચંદરયા – મુંબઈ
Comment by Ratilal Chandaria — January 1, 2007 @ 4:53 pm |
Shayadani gazalmani kadach Umada gazal .
Comment by Jayant Shah — January 12, 2007 @ 5:18 am |
[...] નવલકથાકાર — ઊર્મિસાગર @ 1:00 am “‘ શયદા ’ ભાઇએ મારી આંગળી પકડી, ‘ શૂન્ય ’ [...]
Pingback by ‘સૈફ’ પાલનપુરી, Saif Palanpuri « ગુજરાતી સારસ્વત પરિચય — February 22, 2007 @ 12:08 pm |
[...] # શયદા [...]
Pingback by અનુક્રમણિકા - શ « ગુજરાતી સારસ્વત પરિચય — February 25, 2007 @ 9:33 pm |
[...] - જીવનઝાંખી [...]
Pingback by શયદાની રચનાઓ, « કવીલોક — July 26, 2007 @ 3:19 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 24- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — October 23, 2007 @ 7:32 pm |
Surash bhai
I am 71yr old gujarati,
I wantto buy SHAYADA’S books MAA TAY MAA
and other books of SHAYDA.
Even I can find used,old even without some pages.
If you can help me it will be a great faver for ,and may get me better at my a dicade long depretion.Thanks.
Mansoor Sawani
5802 garden hills
sugar land tx 77479
ph.832 964 3220 [cell]
Comment by mansoor — October 2, 2009 @ 1:07 pm |