ગુજરાતી સારસ્વત પરિચય

June 3, 2006

ઝવેરચંદ મેઘાણી, Zaverchand Meghani

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,zaverchandmeghani.jpg
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

-’છેલ્લી પ્રાર્થના

“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ; 

રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ

- યુગવંદના

# સાંભળો : કસુંબીનો રંગ

 ______________________________

જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896

જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)

અવસાન 9 માર્ચ 1947

માતા ધોળીમા

પિતા કાળીદાસ

ભાઇ લાલચંદ, પ્રભાશંકર

લગ્ન 1) દમયન્તી 1922 2) ચિત્રાદેવી 1934

બાળકો પુત્રી ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક

અભ્યાસ મેટ્રિક 1912 ; બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી

જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થના કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ

રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 13;લોકસાહિત્ય વિવેચન/ સંશોધન 9; સાહિત્ય વિવેચન 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ 6

મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન 1929 રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 મહીડા પારિતોષિક

સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

12 Comments »

  1. Ple. send soft copy of Mr.Zaverchand Megani’s books

    Comment by Mitesh solanki — September 17, 2006 @ 3:28 pm | Reply

  2. [...] જીવનઝાંખી  [...]

    Pingback by 9 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — March 9, 2007 @ 1:03 am | Reply

  3. કલ્પિતના સંદેશા પરથી -
    ઢાળ : મરાઠી સાખીનો]

    રક્ત ટપક્તી સો સો ઝોળી સમરાંગણથી આવે,
    કસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે :
    ઘાયલ મરતાં મરતાં રે
    માતની આઝાદી ગાવે.
    કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
    શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
    મૂખથી ખમા ખમા કરતી
    માથે કર મીઠો ધરતી
    થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
    શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને :
    નિજ ગૌરવ કેરે ગાને
    જખ્મી જન જાગે અભિમાને.
    સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
    છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો :
    અણપૂછ્યો અણપ્રીછેલો
    કોઈનો અજાણ લડીલો.
    એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી
    એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી :
    કોઈના લાડકવાયાની
    ન કોઈએ ખબરે પુછાવી.
    ભાલે એને બચી�ª” ભરતી લટો સુંવાળી સૂતી,
    સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી :
    કોઈના લાડકવાયાની
    આંખડી અમૃત નીતરતી.
    કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
    આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં :
    આતમ-દીપક �ª”લાયા,
    �ª”ષ્ઠનાં ગુલાબ કરમાયાં.
    કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
    હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો :
    પાસે ધૂપસળી ધરજો,
    કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!
    વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
    એને �ª”ષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે :
    સહુ માતાને ભગિની રે!
    ગોદ લેજો ધીરે ધીરે!
    વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
    એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા :
    રે! તમ ચુંબન ચોડાતાં
    પામશે લાડકડો શાતા.
    એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
    એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
    ઉરની એકાન્તે રડતી
    વિજોગણ હશે દિનો ગણતી.
    કંકાવાટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
    એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા :
    વસમાં વળામણાં દેતાં
    બાથ ભીડી બે પળ લેતા.
    એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
    જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
    અધબીડ્યાં બારણિયાંથી
    રડી કો હશે આંખ રાતી.
    એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
    એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી �ª”ઢે :
    કોઈના લાડકવાયાને
    ચૂમે પાવકજ્વાલા મોઢે.
    એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ -ખાંભી,
    એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
    લખજોઃ ‘ખાક પડી આંહીં
    કોઈના લાડકવાયાની.’

    -કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી

    Comment by સુરેશ — October 29, 2007 @ 8:33 am | Reply

  4. Sureshbhai,

    I am happy to read your afforts. If you get a chance to hear SUREN THAKAR of bombay…who is dedicated on life of Zaverchand Meghani and gujarati Literature. I also want his DVD Video for my kids in Toronto, Canada. I listen him and arranged their program in Ankleshwar, Gujarat during Special Occation. If you get something about SUREN THAKUR – “MEHUL” …Please send me on my e-mail.

    Kaushik Bhatt
    1-416-283-3286
    k.bhatt@yahoo.com
    Toronto Canada

    Comment by Kaushik Bhatt — October 29, 2007 @ 12:18 pm | Reply

  5. એક ગીત ….
    http://kapildave.blogspot.com/2008/03/blog-post_10.html

    Comment by સુરેશ — March 10, 2008 @ 11:58 am | Reply

  6. ચારણકન્યા વાંચો

    http://gopalparekh.wordpress.com/2008/05/01/%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%95%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%9d%e0%aa%b5%e0%ab%87%e0%aa%b0%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98%e0%aa%be%e0%aa%a3/

    તેમની બીજી રચનાઓ પણ ઉપરોક્ત બ્લોગ પર વાંચી શકાશે.

    Comment by સુરેશ જાની — May 2, 2008 @ 11:58 pm | Reply

  7. [...] ગુજરાતી સારસ્વત પરિચય પર તેમનો પરિચય વાંચો. [...]

    Pingback by રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ! at FunNgyan.com — August 27, 2008 @ 8:33 pm | Reply

  8. ગની દહીંવાલાની એમને અંજલી -
    http://webmehfil.com/?p=48

    Comment by સુરેશ જાની — August 31, 2008 @ 10:02 pm | Reply

  9. કસુંબીનો રંગ સાંભળો -
    http://binatrivedi.wordpress.com/2008/12/03/કસુંબીનો-રંગ-ઓડિયો/

    Comment by Suresh Jani — December 3, 2008 @ 5:39 pm | Reply

  10. please send me samrangan history made by zaverchand meghani(bhuchar-mori,dhrol,jamnagar

    Comment by samrangan — January 12, 2009 @ 5:22 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.